ETV Bharat / state

સ્વાર્થી આગેવાનોને બહારની રસ્તો દેખાડવાનો સમય આવી ગયો, કોળી સમાજની ચિમકી

author img

By

Published : Nov 10, 2022, 3:51 PM IST

જૂનાગઢમાં કોળી સમાજના મતદાતાઓની સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રતિનિધિત્વ આપવાની માગ સમાજના (Junagadh Koli Community demand) અગ્રણીઓએ કરી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. તેમ તેમ દરેક સમાજના લોકો રાજકીય પાર્ટીઓ સમક્ષ પોતાની માગ મૂકી રહ્યા છે.

સ્વાર્થી આગેવાનોને બહારની રસ્તો દેખાડવાનો સમય આવી ગયો, કોળી સમાજની ચિમકી
સ્વાર્થી આગેવાનોને બહારની રસ્તો દેખાડવાનો સમય આવી ગયો, કોળી સમાજની ચિમકી

જૂનાગઢ રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં ચૂંટણી (Gujarat Assembly Elections 2022) યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હવે મતદાન તરફ આગળ વધી રહી છે. ત્યારે રાજકીય પક્ષો ધીમે ધીમે ઉમેદવારોની યાદી (Election Candidates List) જાહેરાત કરી રહી છે. ત્યારે હવે જૂનાગઢમાં કોળી સમાજના અગ્રણીઓએ સમાજના મતદાતાઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સમાજને પ્રતિનિધિત્વ આપવાની (Gujarat Political News) માગ કરી છે.

અખિલ ભારતીય કોળી સમાજની મળી બેઠક રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Elections 2022) માટે હવે ધીમે ધીમે રાજકીય માહોલ ગરમાતો જોવા મળશે. આવા સમયે તમામ રાજકીય પક્ષો હવે પોતાના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવા તરફ આગળ વધી ચૂકી છે. ત્યારે જૂનાગઢ ખાતે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક (Junagadh Koli Community demand) મળી હતી. તેમાં માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને કોળી અગ્રણી બટુક મકવાણા, કાળુભાઈ ચાવડા સહિત ગામના સરપંચોએ આ બેઠકમાં હાજરી આપી હતી.

અખિલ ભારતીય કોળી સમાજની મળી બેઠક

પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માગ અહીં ઉપસ્થિત આગેવાનોએ સમગ્ર રાજ્યમાં કોળી મતદાતાઓની સંખ્યાને ધ્યાને રાખીને પ્રતિનિધિત્વ આપવામાં આવે તે પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો. કોળી સમાજ મતદાતાઓની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પ્રતિનિધિત્વ ધરાવે છે. ત્યારે રાજકીય પક્ષો (Gujarat Political News) દ્વારા સમાજની અવગણના સામે આજે વિરોધ જોવા મળ્યો હતો.

સરકારમાં જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ઘટ્યું કોળી સમાજની આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ભગવાનજીભાઈ ટરગઠીયાએ કોળી સમાજની મતદારોની શક્તિ અને સરકારમાં સમાજના પ્રતિનિધિત્વને લઈને સવાલો કર્યા હતા. એક સમયે કોળી સમાજમાંથી (Junagadh Koli Community demand) આવતા ધારાસભ્ય સી. ડી. પટેલ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સુધી પહોંચી ગયા હતા, ગત રાજ્ય સરકારમાં પણ કોળી સમાજના 8 જેટલા ધારાસભ્યોને પ્રધાનપદ અપાયું હતું, પરંતુ વર્તમાન રાજ્ય સરકારમાં 3 ધારાસભ્યો કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આવા સમયે સરકારમાંથી કોળી સમાજનું ઘટતું જતું મહત્વ ખૂબ ચિંતાના વિષય છે, જેને લઈને સમાજે ગંભીરતાથી ચિંતન કરવાની જરૂર છે.

અગ્રણી બટુક મકવાણાએ આગેવાનો પર કર્યા સવાલો જૂનાગઢ કોળી સમાજના (Junagadh Koli Community demand) અગ્રણી અને સામાજિક ક્ષેત્રે જોડાયેલા બટુક મકવાણા રાજકીય પક્ષોના (Gujarat Political News)આગેવાનો પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કરવામાં આવેલા સરવે મુજબ 50,000 કરતાં વધુ મતદારો એક માત્ર તાલાલા વિધાનસભા બેઠક પર નોંધાયા છે. છતાં અહીંથી કોળી સમાજના ઉમેદવારને રાજકીય પક્ષો દ્વારા પાછલા 2 દસકા કરતા વધુ સમયથી ટિકીટ આપવામાં આવતી નથી. આ ચિંતાનો વિષય છે.

સ્વાર્થી લોકોને હટાવો વધુમાં તેમણે સમાજના આગેવાનો પર પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જે પ્રકારે આગેવાનો જ્ઞાતિના મતદારોને (Junagadh Koli Community demand) સાધીને પોતાનું વ્યક્તિગત હિત સરળ કરી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખીને તેને બહારનો રસ્તો દેખાડવાનો સમય હવે આવી ચૂક્યો છે. તેવી વાત ઉપસ્થિત આગેવાનો સમક્ષ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.