ETV Bharat / state

પોરબંદરના ચિંગરીયા-મંડેર રોડ પર રીફેસિંગના કાર્ય માટે ખાતમુહૂર્ત કરાયું

author img

By

Published : Apr 6, 2021, 12:53 PM IST

Updated : Apr 6, 2021, 2:57 PM IST

પોરબંદરના ચિંગરીયા-મંડેર રોડ પર 330 કિ.મી. રીફેસિંગનું કાર્ય કરવામાં આવશે. તે માટે ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે નજીકના ગામના સરપંચો સાથે ગામના અન્ય લોકો પણ હાજર રહેશે.

ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાત મુહુર્ત
ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાત મુહુર્ત

  • ચિંગરીયા-મંડેર રોડ 3.30 કિ.મી પર રીફેસિંગનું કાર્ય કરવામાં આવશે
  • ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
  • રૂપિયા 61 લાખ ખર્ચે આ રોડનું રીફેસિંગનુ કામ કરવામાં આવશે

પોરબંદર : તાલુકાના ચિંગરીયા-મંડેર રોડ 3.30 કિ.મી. રૂપિયા 61 લાખ ખર્ચે આ રોડનું રીફેસિંગનુ કામ કરવા માટે ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાત મુહુર્ત
ધારાસભ્ય કાંધલ જાડેજાના હસ્તે ખાત મુહુર્ત

આ પણ વાંચો : 3 વર્ષ પહેલા ધમકી આપવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા નિર્દોષ જાહેર


આ પ્રસંગે આસપાસના ગામના સરપંચો અને અન્ય લોકો ઉપસ્થિત હતા

ખાતમુહુર્તના સમયે ધારાસભ્યની સાથે પરબત પરમાર સદસ્ય જિલ્લા પંચાયત પોરબંદર, કિશોર સરપંચ-મંડેર, કેશુ ઉપસરપંચ-મંડેર, ધીરૂપરમાર સરપંપાતા, વિક્રમ પરમાર સરપંચ ગોરસેર-મોચા, ગાંગા સરપંચ-ચિંગરીયા, હરદાસ દાસા સદસ્ય-તાલુકા પંચાયત પોરબંદર તેમજ આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : કાંધલ જાડેજા દ્વારા ભાદર-2 અને ખારા ડેમનું પાણી છોડાવાયું

Last Updated : Apr 6, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.