ETV Bharat / state

પોરબંદરમાં 59 સેમ્પલમાંથી 2 શંકાસ્પદ સેમ્પલ કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 15, 2020, 12:11 AM IST

Updated : Jul 15, 2020, 12:18 AM IST

પોરબંદરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે પોરબંદરની લેબોરેટરીમાં કુલ 59 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી બે શંકાસ્પદ સેમ્પલ પોઝિટિવ નીકળ્યા છે. જ્યારે સોમવારે આવેલા 3 શંકાસ્પદ કેસ જામનગર કન્ફર્મેશન માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલ રિજેક્ટ થયું હતું અને બે નેગેટિવ આવ્યા હતા. રિજેક્ટ થયેલા સેમ્પલ ફરીથી જામનગર મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ બુધવારે આવશે.

પોરબંદરમાં 59 સેમ્પલમાંથી 2  શંકાસ્પદ સેમ્પલ કોરોના પોઝિટિવ
પોરબંદરમાં 59 સેમ્પલમાંથી 2 શંકાસ્પદ સેમ્પલ કોરોના પોઝિટિવ

પોરબંદર: પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં લેવામાં આવેલા સેમ્પલમાંથી કુલ 59 સેમ્પલો પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદર જિલ્લાના કુલ 29 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં લેવામાં આવેલા 3920 સેમ્પલ પૈકી કુલ 3228 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે હાલ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે આઇસોલેશન વિભાગમાં કુલ 64 વ્યક્તિને રાખવામાં આવ્યા છે. આ પૈકી 52 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ 9 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

પોરબંદરમાં 59 સેમ્પલમાંથી 2  શંકાસ્પદ સેમ્પલ કોરોના પોઝિટિવ
પોરબંદરમાં 59 સેમ્પલમાંથી 2 શંકાસ્પદ સેમ્પલ કોરોના પોઝિટિવ

પોરબંદરમાં આવેલી વી. આર. ગોઢાણિયા ગર્લ્સ હોસ્ટેલ, જિલ્લા ખેડૂત તાલીમ ભવન મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય તથા વનાણા એએનએમ ટ્રેનિંગ સ્કૂલ ખાતે જિલ્લા કોવિડ સેન્ટર કાર્યરત છે. જેમાં 327 બેડની કેપેસીટી છે . અત્યાર સુધીમાં જિલ્લા કોવિડ સેન્ટર ખાતે કુલ 5597 વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. જે પૈકી 5491 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે, અને હાલ 146 વ્યક્તિઓ નિરીક્ષણ હેઠળ છે. જ્યારે આદર્શ નિવાસી કન્યા છાત્રાલય અને કસ્તુરબા કન્યા છાત્રાલયને કોવિડ સેન્ટર જાહેર કરાયું છે. જેમાં કુલ 116 બેડ કેપેસીટી છે. આ સેન્ટર ખાતે કુલ 46 વ્યક્તિઓની સારવાર થશે. હાલ પોઝિટિવ કેસના રહેણાક નજીક આવેલા 276 રહેણાંકના 1085 વ્યક્તિઓ કન્ટેનમેન્ટ ઝોનમાં સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં હોમ ક્વોરેન્ટાઇનમાં કુલ 14014 વ્યક્તિઓ ચકાસણી હેઠળ રાખવામાં આવ્યા હતા. જેમાંથી 11979 વ્યક્તિઓનું હોમ ક્વોરેન્ટાઈન પૂર્ણ થયું છે. તબીબીએ આ લોકોની તપાસ માટે 2 રાઉન્ડમાં ડોર ટુ ડોર સર્વે પૂરા કર્યા છે, જ્યારે ત્રીજા રાઉન્ડમાં 8 મેથી અત્યાર સુધી 92,541 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં જિલ્લામાં આવેલા જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ પરથી કુલ 2,13,012 વ્યક્તિઓનું ટેમ્પરેચર ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ટ્રેનમાં કુલ 326 વ્યક્તિઓને સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 292 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો થઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં સેલ્ફ કવોરેન્ટાઇનમાં કુલ 355 વ્યક્તિઓ સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 276 વ્યક્તિઓનો સેલ્ફ કવોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ થઇ ચુક્યો છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં જે-જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યો હોવાથી અલગ-અલગ સાત સ્થળોને કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

પોરબંદરના નવા 7 કન્ટેન્મેન્ટ ઝોન

  • પોરબંદરના છાયા વિસ્તારના નિધિ પાર્ક
  • શીતળા ચોક વિસ્તારમાં ભાવના ડેરી પાછળની શેરી
  • પોરબંદર શહેરના કડિયા પ્લોટ વિસ્તારની શેરી નં-1માં કેસર્વેશ્વર મહાદેવ મંદિર સામેની ગલી
  • પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામમાં
  • પોરબંદર શહેરના જુનાની બધીની આસપાસનો વિસ્તાર
  • પોરબંદરના છાયા વિસ્તારમાં સદભાવના નગર સેન્ટ મેરી સ્કૂલની આસપાસનો વિસ્તાર
  • કુતિયાણાના બહારપુરા વિસ્તાર
Last Updated : Jul 15, 2020, 12:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.