ETV Bharat / state

ચિકિત્સા સારવાર માટે આઝુન હેલ્થ એપ્લિકેશન પોરબંદરથી લોન્ચ કરાઈ

author img

By

Published : Oct 26, 2020, 6:05 AM IST

દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સારવાર સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ પણ જરૂરી બન્યું છે અને જરૂરી સારવાર માટે નિષ્ણાંત તબીબોની નથી મળી રહે ત્યારે એક જ પ્લેટફોર્મ ઉપર નિષ્ણાંત તબીબો મળે અને યોગ્ય ચિકિત્સાને લગતી સારવાર મળે તે હેતુસર રવિવારના રોજ પોરબંદર ખાતે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને ભાજપના જિલ્લા પ્રમુખ વિક્રમ ભાઈ ઓડેદરાના હસ્તે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી.

ચિકિત્સા સારવાર માટે આઝુન હેલ્થ એપ્લિકેશન પોરબંદરથી લોન્ચ કરાઈ
ચિકિત્સા સારવાર માટે આઝુન હેલ્થ એપ્લિકેશન પોરબંદરથી લોન્ચ કરાઈ

  • આઇઝૂન એપ પર મળશે નિષ્ણાંત તબીબી માર્ગદર્શન
  • ચિકિત્સાને લગતી સુવિધા મળશે આ એપમાં
  • ગુજરાતના તમામ લોકો એપ દ્વારા મેળવી શકશે એપનો લાભ

પોરબંદરઃ એપ્લિકેશન ફાઉન્ડર સાગર મોઢાએ જણાવ્યું કે, અમારા નિષ્ણાત ડોક્ટર ક્લિનિક દવાખાના, બ્લડ બેન્ક, જનરલ નર્સિંગ, મિડવાઇફરી અને લેબોરેટરીની સુવિધા જરૂરિયાતના દર્દીઓ સુધી પહોંચાડવાનો છે. આ એપમાં તબીબ સાથે વીડિયો કોન્ફરન્સ ઓડિયો કોન્ફરન્સ લાઈવ ફોન કોલ મેસેજ વડે ઓનલાઈન કન્સલ્ટિંગ અથવા રૂબરૂ મુલાકાત લઇ શકાશે.

ચિકિત્સા સારવાર માટે આઝુન હેલ્થ એપ્લિકેશન પોરબંદરથી લોન્ચ કરાઈ

તેમજ એપ્લીકેશનના સંચાલક અમિત ભાઈ ઓડદરાએ જણાવ્યું કે, વિવિધ લેબોરેટરી સર્વિસ જેવી કે ઘરેથી સેમ્પલ કનેક્ટ કરવુ બ્લડ બેંક વગેરે જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે તથા ઓનલાઇન બુકિંગ દ્વારા જનરલ નર્સિંગ અને મિડવાઇફરી સુવિધા અને ઉત્કૃષ્ટ સારવાર મળી રહે તે માટે સર્વોત્તમ હોસ્પિટલ ક્લિનિક અને નિષ્ણાત ડોક્ટરની સેવાઓ આઝૂન એપ્લિકેશન સૌને સુગમ અને સરળતાપૂર્વક સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ રહેશે.

એપ્લિકેશનનો લાભ ગુજરાતના તમામ લોકો લઈ શકશે. આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને ભાજપના જિલ્લા પ્રમુખ વિક્રમ ભાઇ ઓડેદરા અને એપી એમસી પોરબંદરના પ્રમુખ લક્ષમણ ભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.