ETV Bharat / state

પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે કોરોના કાળમાં મીડિયાની ભૂમિકા અંગે વેબીનાર યોજાયો

author img

By

Published : Nov 20, 2020, 10:14 PM IST

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી પોરબંદર દ્વારા પ્રેસ ડે નિમિત્તે વેબીનાર યોજાયો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીમાં મીડિયાની ભૂમિકા અને તેની અસરોના વિષય પર યોજાયેલા વેબીનારમાં મુખ્ય વક્તા વરિષ્ઠ પત્રકાર અને કોલમીસ્ટ જયેશ ઠકરારે જણાવ્યુ હતુ કે, કોરોનાની સત્ય અને સચોટ માહિતી આપીને લોકોને જાગૃત કરવાનું અગત્યનું સામાજિક દાયિત્વ મીડિયાએ નિભાવ્યુ છે. તેઓએ સકારાત્મક પત્રકારત્વની વિશેષ બાબતો પર પ્રકાશ પાડીને કહ્યુ કે, પોતાની જાતને બાળીને અંધકારને દૂર કરવા રાત દિવસ કામ કરનારા કોરોના વોરિયર્સની કામગીરીને લોકો સુધી લઇ જઇ તેને બિરદાવવાનો આ સમય છે.

પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે મીડિયાની ભૂમિકા અંગે યોજાયો વેબીનાર
પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે મીડિયાની ભૂમિકા અંગે યોજાયો વેબીનાર

  • પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે યોજાયો વેબીનાર
  • ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજન
  • કોરોના મહામારી દરમિયાન મીડીયા કર્મીઓની કામગીરીને આવકારી


પોરબંદરઃ ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રેસ ડે નિમિત્તે વેબીનાર યોજાયો હતો. કોરોનાની વૈશ્વિક મહામારીમાં મીડિયાની ભૂમિકા અને તેની અસરોના વિષય પર યોજાયેલા વેબીનારમાં મુખ્ય વક્તા વરિષ્ઠ પત્રકાર અને કોલમીસ્ટ જયેશ ઠકરારે જણાવ્યુ હતુ કે, કોરોનાની સત્ય અને સચોટ માહિતી આપીને લોકોને જાગૃત કરવાનું અગત્યનું સામાજિક દાયિત્વ મીડિયાએ નિભાવ્યુ છે. તેઓએ સકારાત્મક પત્રકારત્વની વિશેષ બાબતો પર પ્રકાશ પાડીને કહ્યુ કે, પોતાની જાતને બાળીને અંધકારને દૂર કરવા રાત દિવસ કામ કરનારા કોરોના વોરિયર્સની કામગીરીને લોકો સુધી લઇ જઇ તેને બિરદાવવાનો આ સમય છે.

પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે મીડિયાની ભૂમિકા અંગે યોજાયો વેબીનાર
પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે મીડિયાની ભૂમિકા અંગે યોજાયો વેબીનાર
પ્રિન્ટ મીડિયા કર્મીઓને સકસેસ સ્ટોરી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું કોરોનાથી સાવચેત રહીને પરિવારને બચાવવાની બાબતો પર વિસ્તૃત છણાવટ કરીને તેઓએ તકેદારી અને સતત એલર્ટ રહેવા પર પણ વિદ્યાર્થીઓને રસપ્રદ માર્ગદર્શન આપ્યુ હતું. કોરોનાના સમયમાં બિનજરૂરી રીતે બહાર નિકળવાના બદલે કેવી કેવી સકારાત્મક પ્રવૃતિ કરીને લોકોને ઉપયોગી બની શકાય તે અંગે પણ મહત્વની જાણકારી આપી હતી. ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા કર્મીઓને વિવિધ એંગલથી લોકોને વિષેશ જાણકારી મળે એવા અહેવાલો અને સકસેસ સ્ટોરી બનાવવા અંગે માર્ગદર્શન આપતા કહ્યુ કે જેટલા નવા કેસ આવે છે તેની સાથે સાથે કોરોનાથી સ્વસ્થ થઇને મોટી સંખ્યામાં લોકો મનોબળ મજબુત રાખીને ઘરે પરત ફરી રહ્યા છીએ તે પણ એક ઉજળુ પાસું છે. 80 થી 100 વર્ષના લોકો પણ કોરોનાથી સ્વસ્થ થઇ રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યુ કે, કોરોનાના દર્દીઓને સ્વસ્થ કરવા માટે ઓવર ટાઇમ કરતા ડોકટરો, નર્સો તેમજ કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કામ કરતા વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓને પણ સારી કામગીરી માટે મીડિયાના માધ્યમથી પ્રોત્સાહિત કરવા જોઇએ.
પોરબંદરમાં પ્રેસ ડે નિમિત્તે મીડિયાની ભૂમિકા અંગે યોજાયો વેબીનાર
કોરોનાના દર્દીઓમાં મનોબળ વધારવા થયેલી જાગૃતિ ઝુંબેશને આવકારી રાજ્યના માહિતી ખાતા દ્વારા લોકોમાં કોરોનાનો ગભરાટ ઓછો થાય અને કોરોનાના દર્દીઓમાં મનોબળ વધે તે માટે કરવામાં આવી રહેલા કવરેજો અને જાગૃતિ ઝુંબેશને આવકારી મહામારીમાં લોકોએ પોતાએ પણ પરિવારની ચિંતા કરીને વિશેષ તકેદારી રાખવી પડશે, આ પ્રકારની તૈયારીઓથી કોરોના સામેનો જંગ જીતી શકાશે, તેમ પણ જણાવ્યુ હતું. આ વેબીનારમાં જોડાયેલા પત્રકારો, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીજનોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આભારવિધીથી વેબિનારની પુર્ણાહુતિ


વેબીનારના પ્રારંભે પોરબંદરના સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ વેબીનારનો ઉદેશ, પોરબંદર જિલ્લાના મીડિયાકર્મીઓની સકારાત્મક ભૂમિકા અંગેની લોકડાઉન તેમજ હાલ થઇ રહેલી કામગીરી અને જાગૃતિના હકારાત્મક પરિણામો અંગેની વિગતો આપી હતી. આ કાર્યક્રમના અંતે માહિતી મદદનીશ જીતેન્દ્ર નિમાવતે આભારવિધિ વ્યકત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.