ETV Bharat / state

સમી પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

author img

By

Published : Jun 19, 2021, 10:33 AM IST

પાટણ જિલ્લામાં આવેલી સમી પોલીસ સ્ટેશનમાં 2 પોલીસ કર્મચારીઓએ બાઈક અકસ્માતના કેસમાં લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ પોલીસ કર્મચારીઓએ અકસ્માતના કેસના આરોપીઓને હેરાન ન કરવા માટે 10,000 રૂપિયાની લાંચ લીધી હતી. જોકે, ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)એ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

સમી પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
સમી પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

  • પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા
  • બાઈક અકસ્માતના આરોપીઓને હેરાન ન કરવા માગી હતી 10,000 રૂપિયાની લાંચ
  • ACBએ બંને પોલીસ કર્મચારીઓને લાંચ લેતા રંગેહથ ઝડપી પાડ્યા હતા

પાટણઃ જિલ્લામાં પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટાચારી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સમી પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓએ ખાખી પર કલંક લગાવ્યું છે. જોકે, આ 2 પોલીસ કર્મચારીઓએ બાઈક અકસ્માતના કેસમાં આરોપીઓને હેરાન ન કરવા માટે 10,000 રૂપિયાની લાંચ માગી હતી. એટલે આ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો- ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ

ફરિયાદીએ પાટણ ACBનો સંપર્ક કરતા છટકું ગોઠવ્યું હતું
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીના ભાઈના હાથે બાઈક અકસ્માત થયો હતો. આ ગુનામાં આરોપીને હાજર કરી હેરાના નહીં કરવા લાંચ પેટે 10,000 રૂપિયાની રકમ માગવામાં આવી હતી, પરંતુ ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી પાટણ ACBનો ટોલ ફ્રી નંબરના આધારે સંપર્ક કર્યો હતો. તે દરમિયાન ACB બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એસ. આચાર્યએ છટકું ગોઠવ્યું હતું.

આ પણ વાંચો- ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

પોલીસ બેડામાં મચ્યો હડકંપ

સમી પોલીસ સ્ટેશનમાં જ ASI ભરતસિંહ ઝાલાના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ અમૃત તેજરામભાઈ દવે 10,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેઓની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.