ETV Bharat / state

Fights for lemons: કાઠી ગામમા લીંબુને લઈને થઈ પરીવારમાં ખટાશ

author img

By

Published : May 7, 2022, 9:34 PM IST

હારિજ તાલુકાના કાઠી ગામમાં(Kathi village of Harij taluka) લીંબુ માટે મારામારી થઈ હતી. લીંબુના ભાવ વધતા લોકો લીંબુ ખરીદી શકતા નથી. જેમાં લીંબુ બાબતે ભત્રીજા વહુએ કાકી સાસુને માર માર્યોની હારીજ પોલીસ મથકે(Harij Police Station) નોંધાઈ ફરિયાદ હતી.

Fights for lemons: કાઠી ગામમા થઈ લીંબુને લઈને થઈ પરીવારમાં ખટાશ
Fights for lemons: કાઠી ગામમા થઈ લીંબુને લઈને થઈ પરીવારમાં ખટાશ

પાટણ: હારિજ તાલુકાના કાઠી ગામે એક અજીબ ફરીયાદ સામે આવી છે. જેમાં ખેતરોમાં રહેતાં એક પરિવારમાં ભત્રીજાની લીંબુડીએથી પરિવારની દીકરીએ લીંબુ તોડ્યું હતું. આ બાબતે ઠપકો આપી લીંબુ તોડવાની ના પાડતાં ભત્રીજા વહુએ કાકી સાસુ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઝઘડા બાદ માર મારતાં હારિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી છે. સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીથી રક્ષણ મેળવવા(Remedy for heat Protection) માટે ઠંડા પાણી સહિતનો સહારો લઈ રહ્યા છે. સામાન્ય વ્યક્તિ ગરમીથી રક્ષણ મેળવવા માટે લીંબુના શરબતનો ઉપયોગ કરે છે, પરંતુ ચાલુ વર્ષે લીંબુના ભાવ આસમાને જતા લોકો આ લીંબુ ખરીદી શકતા નથી. આ રીતના ગેરવ્યાજબી વર્તનો(Unreasonable behavior due to inflation) જોવા મળી આવે છે.

લીંબુ બાબતે ભત્રીજા વહુએ કાકી સાસુને માર માર્યો
લીંબુ બાબતે ભત્રીજા વહુએ કાકી સાસુને માર માર્યો

આ પણ વાંચો: Lemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

મોંઘા લીંબુએ સામાન્ય વ્યક્તિના રસોડાનો કર્યો સ્વાદ ખાટો - લીંબુ મોંઘા બનતા લીંબુને લઈને કેટલી જગ્યા ઉપર ઝઘડા થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવો જ એક બનાવ હારીજના કાઠી ગામમાં બનવા પામ્યો હતો. હારીજના કાઠી ગામમાં રહેતા હંસાબહેન વાલજી ઠાકોર ઘરે હતા. આ દરમિયાન તેમના ઘરે તેમની ભત્રીજા વહુ અનિતા શૈલેશજી ઠાકોર આવીને ઠપકો આપતા કહ્યું હતું કે તમારી દીકરી અસ્મિતા મારા લીંબુ તોડી આવી છે. અસ્મિતાએ હું તમારા લીંબુ લાવી નથી તેમ કહેતાં અપશબ્દો બોલી ઘરે જતા રહ્યા હતા . જે બાદ ફરીથી તેમના પતિ શૈલેશજી વિનાજી ઠાકોરને સાથે લઈ હંસાબેનના ઘરે જઈ અસ્મિતા કેમ લીંબુ લાવી કહીં અપશબ્દો બોલી હંસાબહેનને ગળામાંથી પકડી નીચે પટકી દીધા હતા.

હારીજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
હારીજ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: Lemon Price Hike : લ્યો બોલો..! લીંબુની સુરક્ષામાં કરાયો વધારો, જૂનાગઢ યાર્ડમાં લીંબુ પર CCTV-ચોકીદારોની ત્રીજી આંખ

મોંઘવારી સામાન્ય વ્યક્તિને ગેર વર્તન કરવા મજબૂર કરે છે - આ ઘટના વાદ ભત્રીજા વહુ અનિતા અને તેમના પતિએ ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ હંસાબહેને હારીજ પોલીસ મથકે નોંધાવી છે. ભાવ વધારાને(Lemons Price Increase) લઇને ઘરેલું ઝઘડા શરૂ થયા છે. જેનાથી મોંઘવારી સામાન્ય વ્યક્તિને ગેર વર્તન કરવા મજબૂર કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી લીંબુની અછત અને ભાવમાં તોતિંગ વધારાના કારણે હવે ઘરેલું ઝઘડાઓ પણ થવા લાગ્યા છે. જેનો આ બનાવ એ તાદ્રશ દાખલો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.