ETV Bharat / state

સિધ્ધપુરના બિંદુ સરોવરમાં હજારો શ્રદ્ધાળુઓએ નોમના દિવસે કર્યું માતૃ તર્પણ

author img

By

Published : Sep 19, 2022, 5:30 PM IST

Updated : Sep 19, 2022, 7:50 PM IST

સિધ્ધપુરના બિંદુ સરોવરમાં હજારો શ્રદ્ધાળુઓએ આજે નોમના દિવસે કર્યું માતૃ તર્પણ
સિધ્ધપુરના બિંદુ સરોવરમાં હજારો શ્રદ્ધાળુઓએ આજે નોમના દિવસે કર્યું માતૃ તર્પણ

પાટણ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં (Siddhpur Bindu Lake) ભારતભરમાથી લોકો માતૃ તર્પણ કરવા આવે છે. આજે નોમ કે જે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ આ સ્થળ પર પિંડદાન કરવા આવે છે. સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં (Devotees did the Matru Tarpan) થાય છે. અહીં સરસ્વતી નદી તટ પર પિંડદાન કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી ઋષિ કર્દમ, માતા દેવહુતી અને ભગવાન ગયા ગજાધર ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પાટણ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં શ્રાદ્ધ પક્ષમાં (Matrasradh today at Siddhapur Bindu lake) દેશભરમાંથી લોકો માતૃ તર્પણ કરવા આવે છે. ત્યારે આજે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ આ સ્થળ પર પિંડદાન કરી માતૃ ઋણમાંથી મુક્તિ (Pind Daan Shradh Pooja Ancestors Debt) મેળવવાનો અહેસાસ કર્યો હતો.

પાટણ સિદ્ધપુરમાં આવેલા બિંદુ સરોવરમાં ભારતભરમાથી લોકો માતૃ તર્પણ કરવા આવે છે

માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત શ્રી સ્થળ તરીકે ઓળખાતા સિદ્ધપુરના બિંદુ સરોવરમાં હજારો વર્ષ પૂર્વે ભગવાન નારાયણે માતા દેવુહુતિને સાંખ્યજ્ઞાન આપી માતાનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારબાદ ભગવાન પરશુરામે પણ અહીં Difference between Tarpan and Pind Daan બન્યા હતા. ત્યારથી આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. ભાદરવા વદમાં આવતી નોમને ડોશીનો તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ઘરમાં મૃત્યુ પામેલી દીકરી, માતા, નાની કે દાદીનું અહીં તર્પણ (Difference between Tarpan and Pind Daan) કરવાનું અનેરૂ મહત્વ છે.

આજે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ આ સ્થળ પર પિંડદાન કરી માતૃ ઋણમાંથી મુક્તિ  મેળવવાનો અહેસાસ કર્યો હતો.
આજે ડોશી નોમના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ આ સ્થળ પર પિંડદાન કરી માતૃ ઋણમાંથી મુક્તિ મેળવવાનો અહેસાસ કર્યો હતો.

ભારતમાં માતૃશ્રાદ્ધ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં આજે ડોશી નોમના દિવસે હજારોની સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બિંદુ સરોવરમાં માતૃ તર્પણ (Matru Tarpan in Bindu Lake) માટે આવી પહોંચ્યા હતા. ભારતભરમાં શ્રાદ્ધ માટે ત્રણ ગયા આવેલી છે. જેમાં પ્રથમ પાદ ગયા એટલે કમરથી નીચેના ભાગને પાદ ગયા કહેવાય છે. જે પુરુષની ગયા છે. પુરુષની ગયા માટે કાશીના ગયાજી જવું પડે છે. જ્યારે નાભિ ગયા એટલે કમરથી ખભા સુધીના ભાગને નાભિ ગયા કહેવામાં આવે છે. જે માતૃગયા કહેવાય છે. સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ સિદ્ધપુરના બિંદુ સરોવરમાં થાય છે. ખભાથી માથા સુધીનો ભાગ જેને શિર ગયા કહેવાય છે. એટલે કે સમસ્ત પિતૃઓ અને માતૃઓની ગયા કરવા માટે બદ્રીનારાયણ જવું પડે છે. ડોસી નોમના દિવસે મૃતકના નામની અંજલી પણ આ પવિત્ર સ્થળે આપવામાં આવે તો તે આત્માઓને મોક્ષ મળે છે.

આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે.
આ સ્થળ માતૃગયા તીર્થ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે.

તીર્થ ગોર દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ બિંદુ સરોવર એ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થોમાંનું એક છે. શ્રાદ્ધ એ વેદોક્ત વિધિ છે. પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે. આ બિંદુ સરોવરમાં કાર્તિક, ચૈત્ર, અને ભાદ્ર માસમાં માતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. ભાદરવા વદ નોમ (ડોશીઓની નોમ)ના દિવસે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ માતૃ તર્પણ કરી પિંડદાન કર્યું હતું. પવિત્ર બિંદુ સરોવર ખાતે તીર્થ ગોર દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી સામુહિક માતૃ તર્પણ વિધિ કરવામાં આવી હતી.

બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી ઋષિ કર્દમ ભાદરવા મહિનામાં શ્રાદ્ધપક્ષમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું બિંદુ સરોવર ખાતે આવે છે. અહીં સરસ્વતી નદી તટ પર પિંડદાન (Pinddan on the bank of river Saraswati) કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી ઋષિ કર્દમ, માતા દેવહુતી અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Last Updated :Sep 19, 2022, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.