ETV Bharat / state

પાટણમાં કેન્દ્ર સરકારના સુશાસન વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરાઈ

author img

By

Published : May 30, 2021, 10:54 PM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના સાત વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પાટણ શહેર સહિત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરી સુશાસન વર્ષની ઉજવણી કરી હતી. શહેરના વિવિધ વૉર્ડ વિસ્તારોમાં આયુર્વેદિક દવાઓ, ઉકાળા તેમજ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાથે જ વડા પ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Gujarat News
Gujarat News

  • પાટણમાં NDA સરકારના સુશાસન વર્ષની કરાઈ ઉજવણી
  • જિલ્લાના 207 શક્તિ કેન્દ્રોના 417 સ્થળ ઉપર સેવાકીય કાર્યો કરાયા
  • શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક દવાઓ ઉકાળા અને માસ્ક વિતરણ કરાયું

પાટણ : કેન્દ્ર સરકારના સાત વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો કરી સુશાસન વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવી છે. જેને અનુલક્ષીને પાટણ શહેર સહિત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા વિવિધ સેવકીયબ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 207 શક્તિ કેન્દ્રોના 414 સ્થળોએ કોરોના મહામારી ને અનુલક્ષીને ફ્રૂટ વિતરણ,માસ્ક,સેનેટાઈઝર આપવાની સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા ધનવંતરી રથની સાથે આયુર્વેદિક દવાઓ ઉકાળા તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં કેન્દ્ર સરકારના સુશાસન વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરાઈ

આ પણ વાંચો : કેન્દ્રમાં સરકારના સાત વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં જૂનાગઢ શહેર ભાજપે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

વડા પ્રધાનના મન કી બાત કાર્યક્રમને નિહાળવાનું આયોજન કરાયું

પાટણ શહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળવાનું પણ વૉર્ડ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં સુશાસન વર્ષની ઉજવણી સેવાકીય કાર્યો સાથે કરવામાં આવી હતી.

પાટણ
પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.