ETV Bharat / state

Teenager killed in lightning strike in Patan : વીજળી પ઼ડતાં જિલ્લામાં નોંધાયું આ બીજું મોત, શું ઘટના બની જૂઓ

author img

By

Published : Jun 13, 2022, 9:25 PM IST

પાટણ શહેર સહિત જિલ્લામાં બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદના પગલે આકાશી વીજળી પડતાં પાટણના હાંસાપુર વિસ્તારમાં પિતાની નજર સામે કિશોરનું (Teenager killed in lightning strike in Patan)મોત થયું હતું.

Teenager killed in lightning strike in Patan : વીજળી પ઼ડતાં જિલ્લામાં નોંધાયું આ બીજું મોત, શું ઘટના બની જૂઓ
Teenager killed in lightning strike in Patan : વીજળી પ઼ડતાં જિલ્લામાં નોંધાયું આ બીજું મોત, શું ઘટના બની જૂઓ

પાટણ -સમગ્ર રાજ્યમાં ચોમાસાએ દસ્તક દીધી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી રહેલા વરસાદ સાથે આજે બપોર બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાનું આગમન (Gujarat Rain Update )થયું હતું. ચોમાસાના પ્રથમ વરસાદની તોફાની શરૂઆત થઇ હોય તેમ વીજળીના તેજ લિસોટા અને કડાકા સાથે વરસાદ (Patan Rain )વરસવાનું શરૂ થયું હતું. બપોર બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદનું (Patan Rain ) આગમન થયું હતું. જોકે હાંસાપુરના ખેતરમાં કામ કરી રહેલા પિતાપુત્ર માટે આ વરસાદ ખૂબ જ દુઃખદાયી નીવડી રહ્યો હતો.

આકાશમાંથી તેજ લિસોટા સાથે 17 વર્ષીય અમરસંગ ઝાલા ઉપર વીજળી પડી

આ પણ વાંચો -Monsoon 2022: ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી, જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

પુત્ર પર પડી વીજળી પડતી પિતાએ જોઇ- આ સમયે પાટણના હાંસાપુર પાસે દિયાના હાઉસની બાજુમાં આવેલ ખેતરમાં પિતા-પુત્ર બાજરી વાઢવાનું કામ કરતા હતા. તે દરમિયાન આકાશમાંથી તેજ લિસોટા સાથે 17 વર્ષીય અમરસંગ ઝાલા ઉપર વીજળી પડતાં તે જમીન ઉપર પછડાયો હતો. ત્યારે તેની બાજુમાં જ ઉભેલા તેના પિતા ઝાલા વિનુસિંહ આ દ્રશ્ય જોઈ બેભાન થયાં હતાં. ખેતરમાં રહેલ પરિવારજનો આ ઘટના જોઇ ડઘાઇ ગયા હતા. તાત્કાલિક બંને પિતાપુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પુત્રને મૃત (Teenager killed in lightning strike in Patan) જાહેર કરતાં પરિવારજનોમાં ભારે ગમગીની સાથે રોકકળ મચી હતી.

આ પણ વાંચોઃ વરસાદના મારે લાખોના માલ પર પાણી ફરી વળ્યું, જામજોધપુર યાર્ડમાં વ્હેતી મગફળીના દ્રશ્યો

બે દિવસ પહેલાં પણ વીજળી પડવાથી થયું હતું મોત - પાટણ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ (Patan Rain )સાથે વીજળી પડતાં એક આશાસ્પદ કિશોરનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ તાલુકાના દુનાવાડા ગામે પણ વીજળી પડતા એક મહિલાનું મોત (second death reported in Patan district due to lightning) થયું હતું. આમ પાટણમાં ચોમાસાની શરૂઆતમાં જ વીજળી પડવાથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં પાટણ મામલતદાર કચેરીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોત અંગે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં યુવકનું મોત ( (Teenager killed in lightning strike in Patan)) વીજળી પડવાથી થયું હોવાની પુષ્ટિ કરી લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.