ETV Bharat / state

પાટણમાં રાજ્ય કક્ષાની જુડો ચેમ્પિયનશિપની સ્પર્ધા યોજાઈ

author img

By

Published : Aug 5, 2022, 2:27 PM IST

પાટણના આંગણે યોજાયેલ રાજ્યકક્ષાની જુડો( judo championship )સ્પર્ધામાં 22 જિલ્લાના 160 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો છે.આ સ્પર્ધામા વિજેતા થનાર પ્રથમ અને બીજો( judo championship competition )નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ કરવામાં આવશે અને  તેમાં સિલેક્શન થનાર ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત ખાતે યોજાનાર 36માં નેશનલ ગેમ્સ સ્પર્ધામાં ભાગ લેશે

પાટણમાં રાજ્ય કક્ષાની ભાઈઓ બહેનોની જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ
પાટણમાં રાજ્ય કક્ષાની ભાઈઓ બહેનોની જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ

પાટણઃ જિલ્લામાં રમત ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ભાઈઓ બહેનોની જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ (Judo competition in Patan)હતી. જેમાં રાજ્યના 22 જિલ્લાના 160 ખેલાડીઓએ અલગ અલગ વજન કેટેગરીમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા. વિજેતા થનાર ખેલાડી આગામી સમયમાં ગુજરાતમા યોજાનાર 36 માં નેશનલ ગેમ્સની સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાત રાજ્ય કક્ષા સિનિયર ભાઈઓ અને બહેનોની જુડો સ્પર્ધા ( judo championship competition )પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે પાટણ જિલ્લા જુડો એસોસિએશન અને જય સીયારામ ફાઉન્ડેશનના દ્વારા યોજાઈ હતી.

આ પણ વાંચોઃ ડીસામાં 10 વર્ષની બાળકીની વિશાળ ઉડાન...કરાટેમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

પાટણ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ - આ જુડો સ્પર્ધામાં 75 બહેનો એ 48 kg થી લઈ 78+ વજનની કેટેગરીમાં તથા 85 ભાઈઓએ 60 kg થી લઈ 100+ વજનની કેટેગરીમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા. પાટણ ખાતે યોજાયેલ(Patan Sardar Patel Sports Complex) રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ભાવનગર સહિતના જિલ્લાના ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. જુડો સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને જય સીયારામ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ અને બીજો ક્રમ મેળવનાર ખેલાડી આગામી સમયમાં લખનૌઉ ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

આ પણ વાંચોઃ ડેન્ગ્યુથી નેશનલ જુડો ચેમ્પિયન ખેલાડીએ ગુમાવ્યો જીવ, વડોદરાની 19 વર્ષીય સાક્ષી રાવલનું મોત

160 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો - જય સીયારામ ફાઉન્ડેશનના પ્રણવ રામીએ જણાવ્યું હતું કે પાટણના આંગણે યોજાયેલ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં 22 જિલ્લાના 160 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામા વિજેતા થનાર પ્રથમ અને બીજો નંબતર પ્રાપ્ત કરનાર ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ કરવામાં આવશે અને તેમાં સિલેક્શન થનાર ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત ખાતે યોજાનાર 36માં નેશનલ ગેમ્સ સ્પર્ધામાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.