ETV Bharat / state

કુપોષણ દુર કરવા રાજ્ય સરકારે હાથ ધર્યું 'પોષણ અભિયાન'

author img

By

Published : Feb 1, 2020, 8:59 PM IST

પાટણમાં નગરપાલિકા કક્ષાનો પોષણ અભિયાન કાર્યક્રમ યુનિવર્સિટીના રંગભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવોએ કુપોષણ દૂર કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

Nutrition Campaign
પોષણ અભિયાન કાર્યક્રમ

પાટણ: રાજ્યમાંથી કુપોષણ દૂર કરવા માટે સરકારે પોષણ અભિયાન હાથ ધર્યુ છે. જે અંતર્ગત રાજ્યના બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પાટણમાં યોજાયેલા નગરપાલિકા કક્ષાના પોષણ અભિયાન કાર્યક્રમની શરૂઆત પોષણ આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકોને અન્નપ્રાસનવિધિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 1થી 6 માસની બાળકીઓને બેબી કીટ અને વ્હાલી દીકરી યોજના અંતર્ગત માતાઓને હુકમ પાત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કુપોષણ દુર કરવા રાજ્ય સરકારે હાથ ધર્યું "પોષણ અભિયાન"
Intro:પાટણ નગરપાલિકા કક્ષા નો પોષણ અભિયાન યુનિવર્સીટી ના રંગભવન ખાતે પ્રદેશ મહા મંત્રી કે.સી.પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ઉપસ્થિત મહાનુભાવો એ કુપોષણ દૂર કરવામાટે નુ માર્ગદર્શન આપ્યુ હતુ.


Body:સમગ્ર ગુજરાતમાંથી કુપોષણ દૂર કરવા માટે સરકારે એક અભિયાન હાથ ધર્યુ છે ને સમગ્ર રાજ્ય મા પોષણ અભિયાન કાર્યક્રમો હાથ ધરી બાળકો ને કુપોષણમાંથી બહાર લાવવા ના પ્રયાસો હાથ ધાર્યા છે ત્યારે પાટણ મા યોજાયેલ નગરપાલિકા કક્ષા ના પોષણ અભિયાન ની શરૂઆત પોષણ આરતી થી કરવામાં આવી હતી ત્યાર બાદ બાળકો ને અન્નપ્રાસનવિધિ કરાવવામાં આવી હતી તેમજ 1 થી 6 માસ સુધી જન્મેલી બાળકીઓ ને બેબી કીટ અને વ્હાલી દીકરી યોજના અંતર્ગત માતાઓ ને હુકમ પાત્રો વિતરણ કરવામાં આવ્યા હતા


Conclusion:પાટણ શહેર મા 88 આંગણવાડી ઓ મા છ હજાર થી વધુ બાળકો અભ્યાસ કરે છે તેમાંથી 166 બાળકો અતિકુપોષિત હોઈ આ તમામ બાળકો ને સખીદાતાઓ એ દત્તક લઈ તેઓને કુપોષણમાથી બહાર લાવવા નો નીર્ધાર કર્યો છે ત્યારે આવા પાલક વાલીઓ નુ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.પોષણ અભિયાન કાર્યક્રમ મા ઉપસ્થિત દરેક લોકો એ બેટી બચાવો બેટી પઢાવો ના શપથ ગ્રહણ કર્યા હતા.


બાઈટ 1 ડી કે પારેખ જિલ્લા વિકાસ અધિકારી પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.