ETV Bharat / state

Rani Ki Vav Patan: પાટણની રાણીની વાવે 2021માં કરી આટલી કમાણી, અઢી લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

author img

By

Published : Jan 3, 2022, 8:51 PM IST

પાટણમાં આવેલી રાણીની વાવે (Rani Ki Vav Patan) 2021ના વર્ષમાં 1,01,59,640 રૂપિયાની આવક (Rani Ki Vav Income In 2021) થઈ છે. 2021માં રાણીની વાવની કુલ 2,51,975 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

Rani Ki Vav Patan: પાટણની રાણીની વાવે 2021માં કરી આટલી કમાણી, અઢી લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
Rani Ki Vav Patan: પાટણની રાણીની વાવે 2021માં કરી આટલી કમાણી, અઢી લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

પાટણ: પાટણમાં આવેલી ઐતિહાસિક રાણીની વાવ (Rani Ki Vav Patan) દેશ અને વિદેશનાં પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ભવ્ય ઐતિહાસિક વારસાને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ રાણીની વાવ (Tourists In Rani Ki Vav)ની મુલાકાતે આવે છે. ત્યારે વર્ષ 2021માં 2 લાખથી વધારે પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી હતી, જેથી પુરાતત્વ વિભાગ (Department of Archaeological Patan)ને 1.01કરોડની આવક થઇ છે.

દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ પાટણના બન્યા

પુરાતત્વ વિભાગને 1,01,59,640 રૂપિયાની આવક થવા પામી છે.
પુરાતત્વ વિભાગને 1,01,59,640 રૂપિયાની આવક થવા પામી છે.

વર્લ્ડ હેરિટેજમાં સ્થાન (rani ki vav world heritage site) પામી વિશ્વ ફલક પર ચમકેલી અને રૂપિયા 100ની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણીની વાવને નિહાળવા વર્ષ દરમિયાન દેશ-વિદેશમાંથી અનેક પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. પ્રવાસીઓ રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય (Sculpture Architecture of rani ki vav) તેમજ કલા કોતરણી નિહાળી અભિભૂત બને છે. પ્રવાસીઓના ભારે ઘસારો રહેવાના કારણે પુરાતત્વ વિભાગને કરોડો રૂપિયાની આવક (Rani Ki Vav Income In 2021) થાય છે.

વિદેશીઓ દ્વારા 86,400 રૂપિયાની આવક થઈ

કોરોના મહામારી બાદ દેશ-વિદેશના પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો.

1લી જાન્યુઆરી 2021થી 31મી ડિસેમ્બર 2021 સુધીમાં 2,51,831 ભારતીય પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત (Indian tourists at rani ki vav) લીધી હતી, જેથી એક પ્રવાસી દીઠ 40 રૂપિયા ટિકિટના દર મુજબ રૂપિયા 1,00,73,240ની આવક થઈ હતી. પ્રત્યેક વિદેશી નાગરિક માટે 600 રૂપિયા ટિકિટ દર રખાયો છે. આ વર્ષે 144 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવ (Foreign tourists at rani ki vav) નિહાળી હતી. જેના થકી 86,400 રૂપિયાની આવક થઈ હતી. આમ એક વર્ષમાં કુલ 2,51,975 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતાં પુરાતત્વ વિભાગને 1,01,59,640 રૂપિયાની આવક (Department of Archeology Income 2021) થવા પામી છે.

આ પણ વાંચો: Dedication of Bridge in Patan : પાટણના સરસ્વતી પુલનું ત્રણ દિવસમાં બે વાર લોકાર્પણ કરાયું જાણો કેમ...

લોકડાઉન બાદ પ્રવાસીઓનો ધસારો રહ્યો

પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવ નિહાળવા ગત વર્ષે કોરોના મહામારી (Corona in Gujarat) બાદ દેશ-વિદેશના પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. લોકડાઉન બાદ પ્રકૃતિ સાથે શિલ્પ સ્થાપત્યો નિહાળવા પર્યટકો રાણીની વાવની સહેલગાહે આવતા પુરાતત્ત્વ વિભાગને કોરોના સમયે ભોગવવી પડેલી આવકની ઘટ પ્રવાસીઓના ધસારાને લીધે સરભર થઇ છે.

આ પણ વાંચો: Good Governance Week: પાટણમાં આરોગ્યપ્રધાનની શીખ- મેળાવડા અને જાહેર કાર્યક્રમો ઓછા કરવા જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.