ETV Bharat / state

Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી

author img

By

Published : Mar 15, 2023, 1:02 PM IST

પાટણ UGVCLના કર્મચારીએ ગુજરાતી ગીત ગાયન કરીને લોકોને બિલ ભરવા માટે અનોખી અપીલ કરી છે. હાલ આ વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કર્મચારી પોતાના મધુર કંઠે ગીત ગાયન કરે છે કે, રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી.

Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વિડીયોની લોકપ્રિયતા વધી
Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વિડીયોની લોકપ્રિયતા વધી

રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, નરમ અંદાજમાં...કડક મેસેજ

પાટણ : માર્ચ મહિનામાં વિવિધ સરકારી કચેરીઓમાં નાણાકીય લેવડદેવડના હિસાબો ચુકતે કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. જેને લઈને ત્યારે પાટણ UGVCL કંપની દ્વારા પણ બાકી વીજ બિલ ભરવા માટે વીજ ગ્રાહકોનો સંપર્ક કરી તેઓને બિલ ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ સીટી-1માં ફરજ બજાવતા લાઈનમેન કર્મચારીએ પાવર હાઉસ વિસ્તારમાં બાકી વીજબિલના નાણાં ભરવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. પોતાના સુર મધુર કંઠે 'રસિયો રૂપાળો રંગ રેલીઓ' લાઈટ બિલ ભરતો નથી એ ગીત થકી લોકોને લાઈટ બિલ ભરવા માટે અપીલ કરતો વિડિયો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં વાયરલ થતા આ વીડિયો લોકપ્રિય બન્યો છે.

UGVCLના કર્મચારીનો વીડિયો થયો વાયરલ : પાટણ શહેર સીટી 1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી 1માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે. જેમને તેમના સુર મધુર કંઠે ગુજરાતી ગીતના શબ્દોમાં કેટલાક ફેરફાર કરી માઈક થકી ગીત ગાઈ વીજ ગ્રાહકોને બીલ ભરવા અપીલ કરી રહ્યાં છે. જે વાયરલ વિડિઓ ખુબ જ લોક પ્રિયા બનવા પામ્યો છે.

આ પણ વાંચો : Viral Video: સમુહ લગ્નના મંડપમાં આખલાઓનું ધીંગાણું, માંડ માંડ શાંત પડ્યા, જૂઓ વિડીયો

વિડીયોને મળી લોકપ્રિયતા : જીઈબીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગીતના માધ્યમ થકી બીલના બાકી નાણાં ભરવા અપીલ કરવાનો અનોખો અંદાજ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, ત્યારે લાખો લોકોએ આ વાયરલ વિડિઓને વખાણી રહ્યા છે. આ વિડિઓ વાયરલ અંગે તપાસ કરતા આ વિડિઓ પાટણના પાવર હાઉસ જઈબી ભાગ 1નો હોવાનું માલુમ પડ્યું. આ ગીત જગદીશ ભાઈ ગોસ્વામીના કંઠે ગવાયું હતું.

આ પણ વાંચો : Gir National Park : જંગલનો રાજા તરસ છુપાવતો કેમેરામાં થયો કેદ

56 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી : પાટણ સીટી 1માં અંદાજે 56 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી છે, ત્યારે UGVCL દ્વારા વીજ ગ્રાહકો પાસેથી વીજ બીલના નાણાં એકત્ર કરવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, ત્યારે સીટી 1ના લાઈનમેન જગદીશ ગોસ્વામીએ પાવર હાઉસ સહિતના વિસ્તારમાં ગીતના શબ્દો વડે લોકોને બિલ ભરવા માટે અપીલ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.