ETV Bharat / state

પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ થયા જાહેર

author img

By

Published : Dec 31, 2019, 10:36 PM IST

પાટણઃ જિલ્લામાં તાલુકામાં ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થયા છે. જેમાં એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાની ધીણોજ 2 બેઠક અને સિદ્ધપુર તાલુકાની કાકોશી પર ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ધીણોજ બેઠક પર 2588 પુરુષ અને 2440 સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાં કુલ 5028 મતદારોમાંથી 2096 મતદારોએ મતદાન કર્યુ હતુ. જ્યારે સિદ્ધપુરની કાકોશિ બેઠક પર 2915 પુરુષ અને 2900 સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાંથી કુલ 5815 મતદારો પૈકી 1540 મતદારોએ મતદાન કર્યુ હતુ.

પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરીણામ થયા જાહેર

ચૂંટણી બાદ આજે તાલુકા સેવાસદન ખાતે 5 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી. જેમાં તબક્કાવાર રાઉન્ડ પૂર્ણ થતાં ધીણોજ બેઠક પર ભાજપના ઉમેદવારને 1605 મત અને કૉંગ્રેસ ઉમેદવારને 451 મત મળ્યા હતાં. આમ, ભાજપના ઉમેદવાર દીપિકાબેન પટેલનો 1154 મતે વિજય થયો હતો.

Intro:Stori ઍપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક

પાટણ જીલ્લા ના બે તાલુકાઓ મા ખાલી પડેલી જગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજાયા બાદ આજે મત ગણતરી થતા ઍક બેઠક પર ભાજપ અને એક બેઠક કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.Body:પાટણ જીલ્લા ના ચાણસ્મા તાલુકા ની ધીણોજ 2 બેઠક અને સિદ્ધપુર તાલુકાની કાકોશી બેઠક પર ખાલી પડેલી જગ્યા માટે રાજય ચૂંટણી પંચ દ્રારા ગત શનિવાર ના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી.જેમાં ધીણોજ બેઠક પર 2588 પુરુષ અને 2440 સ્ત્રી મળી કુલ 5028 મતદારો માંથી 2096 મતદારોએ મતદાન કર્યું હતુ.જ્યારે સિદ્ધપુરની કાકોશિ બેઠક પર 2915 પુરુષ અને 2900 સ્ત્રી મળી કુલ 5815 મતદારો પૈકી 1540 મતદારોએ મતદાન કર્યું હતુ. ત્યારે આજે મતદાન ગણતરી તાલુકા સેવાસદન ખાતે હાથ ધરાઈ હતી જેમા 5 રાઉન્ડ મા મતગણતરી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ને તબક્કાવાર રાઉન્ડ પુર્ણ થતા ધીણોજ બેઠક પર 1605 મત ભાજપ ના ઉમેદવાર ને મળ્યા હતાં જ્યારે 451 મત કૉંગ્રેસ ના ઉમેદવાર ને મળ્યા હતાં તો 40 મતો નાટો મા પડ્યા હતા આમ ભાજપ ના ઉમેદવાર દીપિકા બેન પટેલ નો 1154 મતે વિજય થયો હતો.વિજય ને પગલે ભાજપ ના આગેવાનો કાર્યકરો મા ખુશી જોવા મળી હતી ને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતાં.

બાઈટ 1 દીપિકા બેન પટેલ વિજેતા મહિલા ધીણોજ બેઠક Conclusion:સિદ્ધપુર તાલુકા પંચાયત ભવન ખાતે કાકોશિ બેઠક માટે મતગણતરી કરવામાં આવી હતી.ચૂંટણી દરમ્યાન 1540 મતદારો એ મતદાન કર્યું હતુ.જેમાંથી 1196 મત કૉંગ્રેસ ના ઉમેદવાર ને મળ્યા હતા જ્યારે 310 મત ભાજપ ને મળ્યા હતા. જ્યારે 34 મતો નોટો મા પડયા હતા.આમ ચૂંટણી પરિણામ ના અંતે કૉંગ્રેસ ના મહિલા ઉમેદવાર ઠાકોર વર્ષા બેન નો 886 મતો થી વિજય થતા કૉંગ્રેસ કાર્યકરો અને પરિવારજનોએ ફુલહાર પહેરાવી અબીલ ગુલાલ ઉડાડી વિજય મનાવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.