ETV Bharat / state

Saraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક ખંઢેર

author img

By

Published : Jan 27, 2023, 5:08 PM IST

પાટણમાં સિધ્ધરાજ જયસિંહએ મા સરસ્વતીનું મંદિર (Saraswati temple Siddhpur Patan) બનાવ્યું હતું. જે ગુજરાતનું એકમાત્ર મા સરસ્વતીનું મંદિર છે. અને હાલ આ મંદિરનો હાલત બિસ્માર છે.

Saraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક મંદિર
Saraswati temple: વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા, રાજ્યનું એક માત્ર સરસ્વતીનું સ્થાનક મંદિર

વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા

પાટણ: જ્ઞાન અને વિદ્યાની દેવી માતા સરસ્વતીનું એક માત્ર મંદિર ગુજરાતના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલુ છે. આ મંદિરને ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત કર્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા વર્ષોથી આ પવિત્ર જગ્યાની ઉપેક્ષા કરાતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે.

વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા
વિધ્યાની દેવીના મંદિરની દુર્દશા

પ્રાચીન મંદિરો: દેવોના મોસાળ ગણાતા સિદ્ધપુરમાં અનેક દેવી-દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. જેથી સિદ્ધપુરને દેવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ પર અનેક ઋષિમુનિઓએ તપસ્યા કરી જ્ઞાન મેળવ્યું છે. ધર્મનગરી સિદ્ધપુરમાં જ્ઞાન અને કલા પ્રેમી સિદ્ધરાજ જયસિંહ જ્યારે રુદ્ર મહાલય બનાવી રહ્યા હતા, તે સમયે તેઓએ રુદ્ર મહાલયની પાછળના ભાગે સરસ્વતી નદીના કિનારે વૈકુંઠ ઘાટ પર મા સરસ્વતીનું મંદિર બનાવ્યું હતું.

આ પણ વાંચો Vasant Panchami 2023: ક્યારે છે વસંત પંચમી અને સરસ્વતી પૂજા, જાણો શુભ સમય

બિસ્માર હાલતમાં અડીખમ: સદીઓ બાદ બિસ્માર હાલતમાં અડીખમ ઉભું છે. આ મંદિર મહારાષ્ટ્રિયન કુલકર્ણી પરિવારના કુળદેવીનું હોવાથી વર્ષે દહાડે મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન કુલકર્ણી પરિવારના લોકો માતાજીના દર્શનાર્થે આવે છે. પણ મંદિરની આસપાસ ગંદકી ગંદકી અને યોગ્ય રીતે રખાવત ન થતી હોવાને કારણે તેઓની લાગણી દુભાય છે. હાલમાં મહોલાના સ્થાનિક લોકો દ્વારા માતાજીની સેવા પૂજા કરવામાં આવે છે. આ મંદિર માં માતાજીના પ્રાગટ્ય દિવસ વસંત પંચમીએ ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે છે. પણ યોગ્ય જાળવણી ન હોવાને કારણે હાલમાં આ મંદિર બિસ્માર બની ગયું છે.

આ પણ વાંચો Bageshwar Maharaj Fashion: બાગેશ્વર મહારાજના રોયલ લુકની રસપ્રદ કહાણી

માતાજીનો શણગાર: સિધ્ધપુર માધુપાવડિયા ઘાટ ખાતે સુરતના વૈષ્ણવ દામોદરદાસ તાપીદાસ શાહ આવ્યા હતા. ત્યારે વિક્રમ સંવત 1950માં માગશર સુદ પાંચમના દિવસે મા સરસ્વતીનું બીજું મંદિર સ્થાપિત કર્યું હતું. જે મંદિરને પણ આજે 130 વર્ષ થયા છે. આ મંદિરમાં મા સરસ્વતીની મયુર સ્વરીની ત્રણ ફૂટની ચતુરભુજ મૂર્તિ દૈદિપ્યમાન છે.અહીં નિત્ય માતાજીનો શણગાર અને પૂજા કરવામાં આવે છે.

સરસ્વતીનું બીજું મંદિર
સરસ્વતીનું બીજું મંદિર

યાત્રાધામ વિકાસ: રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે યાત્રાધામ બોર્ડની રચના કરી કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં માતૃ ગયા તીર્થ તરીકે પ્રસિદ્ધ સિદ્ધપુર ખાતે સદીઓ પહેલા ચક્રવર્તી સમ્રાટ સિધ્ધરાજ જયસિંહના સમયનું શિક્ષણની દેવી મા સરસ્વતીનું ગુજરાતનું સૌપ્રથમ મંદિર હાલમાં ઝીણસીણ બની ખંઢેર બની રહ્યું છે. આગામી સમયમાં તંત્ર દ્વારા દરકાર નહીં લેવાય તો નામસેસ પણ થઈ શકે છે. ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્ય સરકારે આ પ્રાચીન મંદિરની જાહોજલાલી પુનઃ સ્થાપિત કરવા ગ્રાન્ટ ફાળવી તેનો વિકાસ કરવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.