ETV Bharat / state

વરાણા પ્રાથમિક શાળા પાસે છે પોતાની બચત બેન્ક, આવો કંઈક છે આશય...

author img

By

Published : Jan 27, 2020, 6:31 PM IST

વરાણા પ્રાથમિક શાળામાં ભણતરની સાથે સાથે બાળકોમાં બચતનો ગુણ કેળવાય તે માટે શાળામાં જ બચત બેન્ક કાર્યરત કરાવવામાં આવી છે. શાળાના વિધાર્થીઓ આ બેન્કમાં નાણાકીય વ્યવહારો કરે છે. આ બેન્કમાં 800 ખાતાઓ છે, આ ખાતાઓમાં કુલ 1,59,000 જમા થયા છે.

patan school teacher give lesson for save money while studying
વરાણા પ્રાથમિક શાળા પાસે છે પોતાની બચત બેન્ક

પાટણઃ સમી તાલુકાના વરાણા ગામે વરાણા પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, સાત સ્માર્ટ કલાસ સાથે વિધાર્થીઓને મૂલ્યવાન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ સાથે બીજી તરફ વિધાર્થીઓમાં બાળપણથી જ બચતનો ગુણ કેળવાય અને તેઓ બચત કરતા શીખે, એ માટે શાળામાં આઈ શ્રી ખોડિયાર બચત બેન્ક કાર્યરત કરાવવામાં આવી છે.

વરાણા પ્રાથમિક શાળા પાસે છે પોતાની બચત બેન્ક

આ બેન્કમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માતા-પિતા દ્વારા વાપરવા માટે આપવામાં આવતા પૈસા આ બેન્કમાં જમા કરાવે છે. સમય પ્રમાણે તેઓ આ નાણા બેન્કમાંથી ઉપાડી તેનો ઉપયોગ પણ કરી શકે છે. છેલ્લા દશ વર્ષથી ચાલતી આ બેન્કમાં 800 ખાતાઓ છે. આ બેન્કમાં કુલ રૂપિયા 1,59,000 જમા થયેલા છે.

patan school teacher give lesson for save money while studying
વરાણા પ્રાથમિક શાળા પાસે છે પોતાની બચત બેન્ક

શાળાની બચત બેન્કમાં વિધાર્થીઓ વારા પ્રમાણે પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવે છે. જ્યારે તેઓને શિક્ષણને લગતી સ્ટેશનરી લાવવી હોય કે, પછી પ્રવાસ જવાનું હોય, તો વિધાર્થીઓ આ બચત બેંકમાંથી રૂપિયા ઉપાડી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે.

શાળામાં ચાલતી આ બચત બેન્કમાં ધોરણ 1 થી 8ના વિધાર્થીઓના ખાતા ખોલવામા આવ્યા છે. બેન્કનો વ્યવહાર મેન્યુઅલ અને કોમ્પ્યુટર બન્નેથી થાય છે. એક રાષ્ટ્રીય કક્ષાની બેન્ક જેવી સુવિધાઓથી વિધાર્થીઓ દ્વારા અહીં કામગીરી કરવામાં આવે છે.

Intro:વરાણા પ્રાથમિક શાળામાં ભણતરની સાથે સાથે બાળકોમાં બચતનો ગુણ કેળવાય તે માટે શાળા મા જ બચત બેન્ક કાર્યરત કરવામાં આવી છે જેમા શાળા ના વિધાર્થીઓ આ બેન્ક મા નાણાકીય વ્યવહારો કરે છે આ બેન્ક 800 ખાતાઓ છે અને 1,59,000 જમા થયા છે.


Body:વિઓ 1 સમી તાલુકા ના વરાણા ગામે વરાણા પ્રાથમિક શાળા આવેલી છે.આ શાળા મા કોમ્પ્યુટર લેબ,પ્રયોગશાળા સાત સ્માર્ટ કલાસ સાથે વિધાર્થીઓ ને મૂલ્યવાન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ વિધાર્થીઓ મા બાળપણથી જ બચત નો ગુણ કેળવાય અને તેઓ બચત કરતા શીખે એ માટે શાળા મા આઈ શ્રી ખોડિયાર બચત બેન્ક કાર્યરત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ને માતા-પિતા દ્વારા વાપરવા માટે આપવામાં આવતા પૈસા તેઓ આ બેન્ક મા જમા કરાવે છે અને સમય પ્રમાણે તેઓ આ નાણાં બેન્કમાથી ઉપાડી તેનો ઉપયોગ પણ કરે છે છેલ્લા દશ વર્ષથી ચાલતી આ બેન્ક મા 800 ખાતા ઓ છે અને રૂપિયા 1,59,000 જમા થયા છે.

બાઈટ 1 દિનેશભાઈ નાડોદા શાળા ના આચાર્ય

વિઓ 2 શાળા ની બચત બેન્ક મા વિધાર્થીઓ વારા પ્રમાણે પોતાના ખાતા મા રૂપિયા જમા કરાવે છે જ્યારે તેઓ ને શિક્ષણ ને લગતી સ્ટેશનરી લાવવી હોય કે પછી પ્રવાસ જવાનું હોય તો વિધાર્થીઓ આ બચત બેંકમાંથી રૂપિયા ઉપાડી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે છે.

બાઈટ 2 તોરલ ગૌસ્વામી વિધાર્થીની

બાઈટ 3 મમતા વિધાર્થીની


Conclusion:શાળા મા ચાલતી આ બચત બેન્ક મા ધોરણ 1 થી 8 ના વિધાર્થીઓ ના ખાતા ખોલવામા આવ્યા છે.બેન્ક નો વ્યવહાર મેન્યુઅલ અને કોમ્પ્યુટર બન્ને થી થાય છે. એક રાષ્ટ્રીય કક્ષા ની બેન્ક જેવી સુવિધાઓથી વિધાર્થીઓ દ્વારા અહી કામગીરી કરવામાં આવે છે

પી ટુ સી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.