ETV Bharat / state

Patan Rain : બે ઇંચ વરસાદે સિદ્ધપુર પાલિકાની પોલ ખોલી નાખી, પાણી ભરાતા લોકોને ક્યા માર્ગે જવું તેની મુંઝવણ

author img

By

Published : Jul 1, 2023, 9:56 PM IST

પાટણના સિદ્ધપુરમાં બે ઇંચ વરસાદ પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે. કેટલાક માર્ગો પર પાણી ભરાતા કયા માર્ગેથી જવું તે પ્રશ્ન ઊભો થયા રાખે છે. જોકે, દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે.

Patan Rain : બે ઇંચ વરસાદે સિદ્ધપુર પાલિકાની પોલ ખોલી નાખી, પાણી ભરાતા લોકોને ક્યા માર્ગે જવું તેની મુંઝવણ
Patan Rain : બે ઇંચ વરસાદે સિદ્ધપુર પાલિકાની પોલ ખોલી નાખી, પાણી ભરાતા લોકોને ક્યા માર્ગે જવું તેની મુંઝવણ

બે ઇંચ વરસાદે સિદ્ધપુર પાલિકાની પોલ ખોલી નાખી

પાટણ : શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસુ બરોબર જામી છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂત આલમ ખુશીની લહેર જોવા મળી જાય છે. તો પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. બે ઇંચ વરસાદ એ જ સિદ્ધપુર નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી છે.

નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયું : બિપરજોય વાવાઝોડાએ પાટણ જિલ્લાને ધમરોળ્યા બાદ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે. પાટણ શહેર સહિત જિલ્લાના નવ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. પ્રથમ વરસાદે ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી પાટણ જિલ્લામાં ચોમાસુ બરાબર જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે, ત્યારે આજે સવારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ વાહનચાલકો અને લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. બે ઇંચ વરસાદ એ જ સિદ્ધપુર નગરપાલિકાના પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી હતી.

પાણી ભરાતા લોકોને ભારે હલાકીઓ વેઠવી પડી : સિદ્ધપુરમાં આજે સવારે છથી આઠ કલાક દરમિયાન 55 એમએમ વરસાદ પડ્યો હતો. જેને કારણે નર્સિંગ કોલેજથી અમરનાથ મહાદેવ મંદિર તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો. તો રેલવે અંડરપાસમાં કમળ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે આ માર્ગ બંધ થતાં લોકોને કયા માર્ગેથી જવું તે પ્રશ્ન ઊભો થયો હતો. આ ઉપરાંત દેથળી ચાર રસ્તા, ભીમ નગર સોસાયટી સરસ્વતી સોસાયટી, પસવાદળની પોળ બજારનો પેટ્રોલ પંપ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ૠષિતળાવમાં પાણી ભરાતા આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા અહીં વસવાટ કરતા રહીશોને ભારે હાલાકીઓ વેઠવી પડી છે.

દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે : સિદ્ધપુરમાં દર વર્ષે ચોમાસામાં ઋષિ તળાવમાં પાણી ભરાઈ રહેવાના કારણે અહીં વસવાટ કરતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામાં વધુ વરસાદ થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે ઘરવખરીના સામાનને ભારે નુકસાન થાય છે. આ વિસ્તારના લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડે છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી.

  1. Jamnagar Rain: રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, પીવાના પાણીની સમસ્યા હવે ટળશે
  2. Kutch Rain : કચ્છના 5 ડેમ થયા ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા, હજુ 3 ડેમ છલોછલ થવાની તૈયારીમાં
  3. Mahisagar Rain : મહીસાગરમાં ખેડૂતોએ વાવણી સાથે સારા પાકની રાખી આશા, હવે બધો આધાર મેઘરાજાના મુડ પર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.