ETV Bharat / state

Patan: પાટણ જિલ્લામાં પોલીસે 10 દિવસમાં 2 લાખની ચાઈનીઝ દોરી પકડી

author img

By

Published : Jan 14, 2023, 12:41 PM IST

ઉત્તરાયણના પર્વ પહેલા પોલીસે ચાઈનીઝ દોરી વેચનારાઓને પકડી પાડીને મોટી કામગીરી કરી છે. ખાસ કરીને જથ્થાબંધ દોર વેચનારાઓને ત્યાં તપાસ કરીને ઉત્તરાયણ પર્વના છેલ્લા (Chinese Door seized Patan Market) દસ દિવસમાં રૂપિયા 2 લાખની ચાઈનીઝ દોરી પકડી પાડી છે. જિલ્લા પોલીસ વિભાગે એક ખાસ ટીમ તૈયાર કરીને આવી દોરી વેચનારાઓ પર કાયદેસરના પગલાં લીધા છે.

Patan: પાટણ જિલ્લામાં પોલીસે 10 દિવસમાં 2 લાખની ચાઈનીઝ દોરી પકડી
Patan: પાટણ જિલ્લામાં પોલીસે 10 દિવસમાં 2 લાખની ચાઈનીઝ દોરી પકડી

પાટણઃ ચાઈનીઝ દોરાઓ / માંઝાઓના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવતા પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પતંગ ફીરકીનો વેપાર કરતાં વેપારીઓની દુકાનો ઉપર જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી /માંઝા ફીરકીઓનું ગેરકાયદેસર વેચાણ કરતા કુલ 51 વ્યાપારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભણતરની સાથે રોજગારી, પાટણમાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓ બની રહી છે આત્મનિર્ભર

51 ગુના નોંધાયાઃ પાટણ જિલ્લામાં ચાઈનીઝ દોરી માંઝા ફીરકીઓના તેમજ ટુકલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તારીખ 3 1 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદથી તરત જ જિલ્લાના એલસીબી અને એસ ઓ જી બ્રાન્ચ તેમજ જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ છેલ્લા 10 દિવસમાં 51 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાંથી એલસીબી દ્વારા કુલ 11 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ગુના દાખલ કરી ને 55 વેપારીઓ પાસેથી ફિરકી નંગ 1137 કિં. રૂપિયા 2,81, 950 ના મુદ્દા માલ સાથે 188 મુજબ અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ પાટણમાં પરિણીતાએ મોત વ્હાલું કર્યું , માતાએ નોંધાવી આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ

અપીલ કરવામાં આવીઃ તારીખ 03.01.2023 થી તા.18.01.2023 સુધીના જાહેરનામા મુજબ ચાઈનીઝ તુક્કલ,સિન્થેટીક માંજા, ચાઈનીઝ માંજા, પ્લાસ્ટીક દોરી અને તેના જેવી સિન્થેટીક દોરીના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ,સિન્થેટીક માંજા,ચાઈનીઝ માંજા,પ્લાસ્ટીક દોરી દોરીના આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરવાના પ્રતિબંધ સંદર્ભે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા જુદા-જુદા વિસ્તારો જેમ કે, શાળાઓ, કોલેજો વગેરેમાં જઈને અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે અને તમામ પાટણવાસીઓને ચાઈનીઝ દોરીનો ઉપયોગ કર્યા વિના સલામતી સાથે ઉતરાયણનો પર્વ ઉજવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પાટણમાં નાળાના પાણીને કારણે શિક્ષણ અદ્ધરતાલ, એડમિશન પર લટકતી તલવાર

ઊંઝામાં મૃત્યુંઃ ઊંઝામાં પતંગ લૂંટવા માટે ગયેલા કિશોરનું કુવામાં પડી જવાથી મૃત્યું થયું છે. પાલિકા ફાયરની ટીમે મૃતદેહને કુવમાંથી બહાર કાઢીને પરિવારજનોને સોંપ્યો હતો. રામનગર રહેણાંક વિસ્તાર નજીક મૃતક ખોડાજી ગોવિંદ ઠાકોર (ઉ.વ.17) રહેતો હતો. જે ગંગાનગર રોડ પર સવારના સમયે પતંગ લૂંટવા માટે ગયો હતો. જ્યાં ઊગી નીકળેલા ઘાસચારાને લઈને કુવો ન દેખાતા એ કુવામાં પડી ગયો. જેથી એનું મૃત્યું નીપડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.