ETV Bharat / state

Patan News : પાટણમાં ભગવાન જગન્નાથની જાજરમાન મામેરા યાત્રા નીકળી

author img

By

Published : Jun 19, 2023, 9:30 PM IST

Patan News : પાટણમાં ભગવાન જગન્નાથની જાજરમાન મામેરા યાત્રા નીકળી
Patan News : પાટણમાં ભગવાન જગન્નાથની જાજરમાન મામેરા યાત્રા નીકળી

અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની નગરચર્યાએ નીકળતાં હોય ત્યારે પાટણમાં પણ તેનો અનોખો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પાટણમાં ભગવાન જગન્નાથજીની મોસાળા યાત્રા ભગવતીનગરથી નીકળી બગવાડા દરવાજા નાકે થઈ જગન્નાથ મંદિર ખાતે ધામધૂમથી પહોંચી હતી. જૂઓ નજારો.

ગજરાજો સહિતની મામેરા યાત્રા

પાટણ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પાટણમાં સોમવારે યજમાન પરિવારના નિવાસસ્થાનેથી હાથી ઘોડા બગી અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે વાજતે ગાજતે મામેરાની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના ભગવાન જગન્નાથજીની મામેરા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ જગદીશ મંદિર ખાતે પહોંચી હતી. મામેરા યાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો દ્વારા પોકારવામાં આવેલા જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ગજરાજોનું આકર્ષણ : પાટણ જગદીશ મંદિર તરફ આગળ વધેલી મામેરા યાત્રામાં યજમાન પરિવારનો આનંદકિલ્લોલ્ તો ખરો જ સાથે બે ગજરાજોએ પણ વિશેષ આકર્ષણ જણાવ્યું હતું ભગવાન જગન્નાથની વાજતે ગાજતે નીકળેલી મોસાળા યાત્રામાં ઘોડા હાથી બગી અને બેન્ડની સુરાવલીઓ સાથે મામેરા યાત્રા રાજમાર્ગો પર નીકળી હતી. મામેરા યાત્રામાં પાટણના રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં.

પાટણમાં 141મી રથયાત્રા : પાટણમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય 141મી રથયાત્રા ઉજવવા માટે શહેરીજનોમાં અનેરો ઉમંગ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પાટણના ભગવતીનગરમાં મયંક પટેલના પરિવારે પ્રથમવાર ભગવાનનું મામેરુ ભરવાનો લહાવો લીધો હતો. ત્યારે સાંજના સમયે જગદીશ મંદિરના કાર્યકરો અને ટ્રસ્ટીઓ વાજતે ગાજતે યજમાનના નિવાસસ્થાને મામેરું લેવા પહોંચ્યા હતાં. ત્યારે યજમાન પરિવાર દ્વારા તમામનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મામેરામાં ભગવાનને શું મળ્યું : ત્યારબાદ યજમાનના નિવાસસ્થાનેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના હીરાજડિત અલંકારો, પીળા પિતાંબર, રેશમી વસ્ત્રો સાથેની મામેરા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં બે ગજરાજ, ત્રણ ઘોડા, બે બગી,બે બેન્ડ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભકતો જોડાયા હતા.

મામેરું ભરનારા પરિવારમાં ખુશી : ભગવાનની મોસાળા યાત્રા ભગવતીનગર થી નીકળી ભગવાડા દરવાજા હિંગળાચાચર ઘીવટા નાકે થઈ જગન્નાથ મંદિર ખાતે પહોંચી હતી. મામેરા યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ભાવિક ભક્તો જોડાયા હતા. મામેરા યાત્રામાં સૌથી આગળ રહેલા બે ગજરાજો એ લોકોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. તો યજમાન પરિવારને પ્રથમવાર ભગવાનનું મામેરૂ ભરવાનો અવસર પ્રાપ્ત થવા બદલ પરિવારજનોએ પરમાત્માનો આભારમાની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

  1. Jagannath Rathyatra in Patan : રથયાત્રાને લઈને પોલીસનો માર્ગ પર રોમાંચક ફ્લેગમાર્ચ
  2. પાટણમાં રથયાત્રાની તડામાર તૈયારી, ભગવાન જગન્નાથજીને આંખે પાટા બાંધવામાં આવ્યા
  3. Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.