ETV Bharat / state

Patan Crime : હારીજ પાસે પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 10:05 PM IST

પાટણ તાલુકાના દુધારામપુરા ગામમાં પત્ની દ્વારા પતિની હત્યાનો બનાવ બહાર આવ્યો છે. ખેતરમાં સાથે કામ કરતા ભાગીયા જોડે પ્રેમસંબંધના પગલે પત્નીએ આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળે છે.

Patan Crime : હારીજ પાસે પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા કરી
Patan Crime : હારીજ પાસે પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની ઘાતકી હત્યા કરી

પરિવાજનોને જાણ થતાં દોડી આવ્યાં

પાટણ : પાટણ તાલુકાના દુધારામપુરા ગામમાં પત્ની દ્વારા પતિની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આધેડ પતિ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતાં પત્ની અને પ્રેમીએ પ્લાન સાથે હારીજ તાલુકાના વાસા ગામે કેનાલ ઉપર લઈ જઈ કરપીણ હત્યા કર્યાનો બનાવ હારીજ પોલીસ મથકે નોંધાયો છે.

પત્ની અને તેના પ્રેમીની ધરપકડપાટણ આ ઘટનામાં હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં જ પતિની હત્યા કરનાર આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો પત્ની દ્વારા જ પતિની હત્યા કરાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ બનાવ અંગેની વધુ તપાસ રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીએ હાથ ધરી છે.

મૃતકના પુત્ર મૌલિક મોહનભાઈ પરમારે પિતાની હત્યા મામલે માતા ભગવતીબેન અને અરવિંદજી ઠાકોર વિરુદ્ધ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતાં...ડી. ડી. ચૌધરી (ડીવાયએસપી, રાધનપુર)

ભાગીયા તરીકે કામ કરતો હતો પ્રેમી : બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાટણ તાલુકાના ધુધારામપુરા ગામે રહેતા અને કલરકામ કરતા મોહનભાઈ હેમાભાઇ પરમાર અને સરસ્વતી તાલુકાના કુબા વારેડા ગામના મૂળ વતની અરવિંદજી પથુજી ઠાકોર બન્ને જણા ભેગા ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતાં. જેથી અરવિંદજી પણ દુધારામપુરા ગામે જ રહેતો હતો અને ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો હતો. દરમિયાન મોહનભાઈની પત્ની ભગવતીબેન અને અરવિંદજી ઠાકોર વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. જેની જાણ પતિને થતા બંને પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.

પતિનું કાસળ કાઢવા પ્લાન કર્યો : ત્યારે પ્રેમ સંબંધમાં કાંટારૂપ બનેલ પતિનું કાસળ કાઢવા પ્રેમી યુગલે પ્રીપ્લાન બનાવ્યો હતો. તેના ભાગરૂપે પત્ની ભગવતીબેને પતિ મોહનભાઈને કલરકામના પૈસા લેવા જવાનું છે તેમ કહી હારીજ તાલુકાના વાસા ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસેના નાળામાં લઈ ગઈ હતી. જ્યાં પ્લાન મુજબ પ્રેમી અરવિંદજી ઠાકોર ઇકો ગાડી લઈને પહોંચ્યો હતો. જ્યાં પત્ની ભગવતીબેન અને પ્રેમીએ સાથે મળી મોહનભાઈ પરમારના માથાના ભાગે ધોકાના ફટકા મારી તેની હત્યા કરી લાશ સ્થળ ઉપર છોડી બંને પ્રેમી યુગલ ઇકો ગાડીમાં ફરાર થઈ ગયાં હતાં.

  1. Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો
  2. પત્નીએ પતિની લગ્નના 22માં દિવસે હત્યા કરી, પત્ની વિરુદ્ધ ગુનો દાખલ
  3. ....અને આ રીતે WhatsApp Chat એ ખોલી પોલ, પત્ની જ પતિની હત્યારી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.