ETV Bharat / state

North Gujarat University Construction Scam: યુનિવર્સિટીને સોંપાયો ગેરરીતિની તપાસનો રિપોર્ટ, 21 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાય તેવી શક્યતા

author img

By

Published : Feb 16, 2022, 12:22 PM IST

North Gujarat University Construction Scam: યુનિવર્સિટીને સોંપાયો ગેરરીતિની તપાસનો રિપોર્ટ, 21 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાય તેવી શક્યતા
North Gujarat University Construction Scam: યુનિવર્સિટીને સોંપાયો ગેરરીતિની તપાસનો રિપોર્ટ, 21 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાય તેવી શક્યતા

પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કારોબારી સમિતિની બેઠક (Meeting of Executive Committee at North Gujarat University) યોજાઈ હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત 4 નવા ભવનોના બાંધકામમાં થયેલી ગેરરીતિની તપાસ (North Gujarat University Construction Scam) માટે નિમાયેલી સમિતિએ યુનિવર્સિટીને રિપોર્ટ સોંપ્યો હતો.

પાટણઃ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બહુચર્ચિત 4 નવા ભવનોના બાંધકામ થયેલી ગેરરીતિની તપાસ (North Gujarat University Construction Scam) માટે નિમાયેલી સમિતિએ યુનિવર્સિટીને રિપોર્ટ કર્યો હતો. મંગળવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં 30 પાનાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ મુદ્દે ફરી 21મી ફેબ્રુઆરી (સોમવારે) કારોબારી સમિતિની બેઠક (Meeting of Executive Committee at North Gujarat University) બોલાવી સંભવિત નિર્ણય લેવાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

6 દિવસ બાદ નિર્ણય કરાશેઃ કારોબારી સભ્યો

આ પણ વાંચો- કોર્પોરેટ ક્ષેત્રમાં સૌથી મોટું કૌભાંડ : 2015થી બંધ ABG shipyard કંપનીના કર્મચારીઓનો 6 વર્ષનો પગાર બાકી

તપાસ અધિકારીના અહેવાલને કારોબારી સમક્ષ રજૂ કરાયો

પાટણમાં આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક (Meeting of Executive Committee at North Gujarat University) મંગળવારે યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે મળી હતી, જે મોડે સુધી ચાલી હતી. આ બેઠકમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તપાસ અધિકારીના અહેવાલને કારોબારી સમક્ષ રજૂ કરાયો
તપાસ અધિકારીના અહેવાલને કારોબારી સમક્ષ રજૂ કરાયો

આ પણ વાંચો- Narmada Fake Degree Scam: વિદેશ મોકલવા બનાવાતી નકલી ડીગ્રી, કૌભાંડમાં 1 દિલ્હીના સહીત વધુ 7 આરોપી ઝડપાયા

કારોબારી સભ્યો સમક્ષ મૂકાયો અહેવાલ

યુનિવર્સિટીના બહુચર્ચિત કન્વેન્શન હોલ, સિલ્વર જ્યૂબિલી પાર્ક, આર્કિટેક્ચર ભવન અને ગેસ્ટ હાઉસના નવા ભવનોના બાંધકામ થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા નિમાયેલી તપાસ અધિકારી એચ. એન. ખેર અને લીગલ એડવાઈઝર જે. કે. દરજી દ્વારા અપાયેલો અહેવાલ કારોબારી સભ્યો (Meeting of Executive Committee at North Gujarat University) સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જોકે, અહેવાલનો અભ્યાસ ઝડપથી થઈ શકે તેમ ન હોવાથી આ મામલે નિર્ણય કરવા આગામી 21 ફેબ્રુઆરીએ (સોમવારે) ફરી કારોબારીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવશે.

કારોબારી સભ્યો સમક્ષ મૂકાયો અહેવાલ
કારોબારી સભ્યો સમક્ષ મૂકાયો અહેવાલ

6 દિવસ બાદ નિર્ણય કરાશેઃ કારોબારી સભ્યો

આ બાબતે યુનિવર્સિટીના કારોબારી સભ્ય દિલીપ ચૌધરી અને હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તપાસ અધિકારી દ્વારા 30 પાનાનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે, જેનો દરેક સભ્યો સરળતાથી અભ્યાસ કરી યોગ્ય નિર્ણય લઈ શકાય તે માટે સોમવારે 21 ફેબ્રુઆરીએ (સોમવારે) કારોબારીની બેઠકમાં (Meeting of Executive Committee at North Gujarat University) આ મુદ્દે નિર્ણય કરવામાં આવશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.