ETV Bharat / state

સાંભળો, ધારપુર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા સુપરવાઈઝર્સની વેદના

author img

By

Published : Apr 29, 2021, 12:08 PM IST

સાંભળો, ધારપુર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા સુપરવાઈઝર્સની વેદના
સાંભળો, ધારપુર હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા સુપરવાઈઝર્સની વેદના

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીને લઈને સંવેદના વિસરાઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં માનવતા પણ મરી પરવારી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સુપરવાઇઝર્સ અને સ્વીપર્સ કોરોનાગ્રસ્ત દર્દીઓની પરિવારના સભ્યોની જેમ સારસંભાળ રાખે છે, પરંતુ આ જ લોકો અન્ય લોકો સાથે અંતર રાખી રહ્યા છે.

  • ધારપુર કોવિડ વોર્ડમાં દર્દીઓ સાથે પરિવારના સભ્યોની જેમ વર્તન કરે છે સુપરવાઈઝર્સ અને સ્વીપર્સ
  • ધારપુરની હોસ્પિટલમાં 5 સુપરવાઇઝર અને 200 સ્વીપર્સ દર્દીઓની કરી રહ્યા છે સેવા
  • દર્દીઓને જમાડવાથી લઈને મૃત્યુ થાય તો મૃતદેહને પેકિંગ કરવાની કામગીરી કરે છે
  • કોરોના વોરિયર્સ એવા કર્મચારીઓના પરિવારના સભ્યો સાથે સ્થાનિકો રાખે છે અંતર

પાટણઃ કોવિડ હોસ્પિટલ્સમાં રાતદિવસ જોયા વગર સુપરવાઈઝર્સ અને સ્વીપર્સ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો તો આવા સેવાભાવી લોકોની સામે પણ નારાજગી દર્શાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો પાટણ જિલ્લામાં. અહીં ધારપૂર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 5 માળની હોસ્પિટલ છે, જેમાં 250 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ તમામ દર્દીઓની સારસંભાળ માટે 5 સુપરવાઈઝર અને 200 જેટલા સ્વીપર્સ ફરજ બજાવે છે. જોકે, આ સુપરવાઝર્સ અને સ્વીપર્સ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે જમી પણ નથી શકતા. આ સાથે જ તેઓ સોસાયટી અને પરિવારજનોથી અંતર રાખી રહ્યા છે.

ધારપુરની હોસ્પિટલમાં 5 સુપરવાઇઝર અને 200 સ્વીપર્સ દર્દીઓની કરી રહ્યા છે સેવા
ધારપુરની હોસ્પિટલમાં 5 સુપરવાઇઝર અને 200 સ્વીપર્સ દર્દીઓની કરી રહ્યા છે સેવા

આ પણ વાંચોઃ પલસાણાના ગંગાધરમાં 58 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ

દર્દીના મોતથી લઈ મૃતદેહ પેકિંગ સુધીની કામગીરી કરે છે સુપરવાઈઝર્સ અને સ્વીપર્સ

ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના માટેની પાંચ માળની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અહીં સુપરવાઈઝર્સ અને સ્વીપર્સ દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેઓ દર્દીઓને પોતાના હાથેથી જમાડી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓને જમાડવાથી લઈને દર્દીનું મૃત્યુ થાય તો મૃતદેહને પેકિંગ કરવાની કામગીરી તેઓ કરે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સાફ-સફાઈ, દરેક વિભાગમાં દવાઓ પહોંચાડવી તેમજ કોરોના વર્લ્ડ અને એમ્બ્યુલન્સમાં સેનિટાઈઝર કરવાની કામગીરી કરવામાં આવે છે.

દર્દીઓને જમાડવાથી લઈને મૃત્યુ થાય તો મૃતદેહને પેકિંગ કરવાની કામગીરી કરે છે

આ પણ વાંચોઃ ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન ન મળતા મોત


જીવની ચિંતા કર્યા વગર સેવા બજાવે છે

ધારપુર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રાકેશ ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ફરજ પૂરી કરી ઘરે જાઉં છું ત્યારે બાળકો મને ભેટવા દોડી આવે છે, પરંતુ હું તેમને દૂરથી જ ઊભા રાખું છું. જ્યારે જમવાના સમયે પરિવારના સભ્યો જમી લે પછી જ એકલો જમું છું. મને ફસોસ એ વાતનો છે કે સોસાયટીના રહીશો અમારા પરિવારના સભ્યો સાથે પણ દુરી બનાવીને રહે છે અને ઘરે આવવાજવાનું ટાળે છે. જ્યારે અમે કોરોના વોર્ડમાં મારા જીવની પરવા કર્યા વગર દર્દીઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.