ETV Bharat / state

પાટણમાં યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 5 આરોપીઓને LCBએ પકડ્યા

author img

By

Published : Nov 4, 2022, 6:33 PM IST

પાટણ શહેરમાં મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કર્યાનો કિસ્સો સામે આવ્યા છે. આ બાદ તેને અને તેના ભાઈને માર મારી લૂંટ કરી ખંડણી માંગવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પાટણ L.C.B. પોલીસે પકડ્યા (LCB caught 5 accused in honey trap in Patan) હતા.

પાટણમાં યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 5 આરોપીઓને LCBએ પકડ્યા
પાટણમાં યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 5 આરોપીઓને LCBએ પકડ્યા

પાટણ: પાટણ શહેરમાં મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકને હનીટ્રેપમાં ફસાવી અપહરણના કિસ્સામાં પાંચ આરોપીઓને પાટણ L.C.B. પોલીસે પકડ્યા (LCB caught 5 accused in honey trap in Patan) હતા. આ આરોપીઓને પાટણ ડીસા હાઈવે ઉપર વાગડોદ ITI પાસે નાકાબંધી કરી ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્વીફટ ગાડી , બાઈક , મોબાઈલ મળી 3,32,000 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

પાટણમાં યુવકને હની ટ્રેપમાં ફસાવનાર 5 આરોપીઓને LCBએ પકડ્યા

5 આરોપીઓની ઘરપકડ: પાટણના મોતિસા વિસ્તારમાં રહેતા રાજુભાઈ પટ્ટણીના ભાઈ ગૌરવને અજાણી સ્ત્રી પાસે ફોન કરાવી કેટલાક શખ્સોએ હનીટ્રેપમાં (Honey Trap case in patan) ફસાવવાના ઈરાદે બોલાવી છોકરીને હેરાન કરે છે, તેમ કહી ગાડીમાં અપહરણ કરી છોકરી સાથે ફોટા પાડી આધાર ગામની સીમમાં લઈ જઈ માર મારી 5 લાખ રુપિયાની ખંડણી માંગી હતી, પરંતુ ગૌરવના ભાઈ રાહુલે ખંડણી આપવાની ના પાડતા ગાડીમાં ગોંધી રાખ્યો હતો. રાહુલને બોલાવી બંને ભાઈઓને માર મારી 1,20,000ની કિંમતના સોનાના દોરની લૂંટ ચલાવી બંને અપહૃતોને છોડી નાસી છૂટ્યા હતા જે અંગેની ફરિયાદ પાટણ A ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે તપાસ પાટણ LCB પોલીસને સોંપતા PI આર.કે. અમીન અને સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.