ETV Bharat / state

ભાજપે ચૂંટણી જીતવા લોકશાહીની સિસ્ટમ બદલી નાખી, જગદીશ ઠાકોરનો આક્રોશ

author img

By

Published : Dec 30, 2022, 9:43 PM IST

પાટણ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આગેવાનીમાં પાટણ જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક (Patan Congress Meeting )મળી હતી. જેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને ગુજરાતમાં સફળ બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું. અહીં તેમણે ભાજપ સામે રોષ પણ (Jagdish Thakor blame on BJP )ઠાલવ્યો હતો.

ભાજપે ચૂંટણી જીતવા લોકશાહીની સિસ્ટમ બદલી નાખી, જગદીશ ઠાકોરનો આક્રોશ
ભાજપે ચૂંટણી જીતવા લોકશાહીની સિસ્ટમ બદલી નાખી, જગદીશ ઠાકોરનો આક્રોશ

કોંગ્રેસ વિધાનસભાથી લઈ રોડ સુધી સબળ વિપક્ષની ભૂમિકા અદા કરવા તૈયાર

પાટણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કારોબારી બેઠકમાં (Patan Congress Meeting )જણાવ્યું હતું કે કોંગ્રેસને માત્ર કામ કરતાં જ કાર્યકરોની જરૂર છે. જે આગેવાનો કાર્યકરો કામ કરી શકે તેમ ન હોય તો તેઓ ખાનગીમાં પણ આવીને જણાવી શકે છે. તેમણે કહ્યું કે પ્રજાના પ્રશ્નો માટે કોંગ્રેસ વિધાનસભાથી લઈ રોડ સુધી સબળ વિપક્ષની ભૂમિકા અદા કરવા તૈયાર છે.

આ પણ વાંચો ગુજરાતમાં કોંગ્રેસની હાર, શું થયું જગદીશ ઠાકોરના ખોળા ભરીને મતોનું

હાથ સે હાથ જોડો યાત્રા નીકળશે જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ચાલી રહેલ નફરતની ખેતી, ડરાવવા ધમકાવવાની રાજનીતિ ડ્રગ્સ અને દારૂની વધી રહેલી બદીથી યુવા ધનને ખોખલું બનાવવા ખેલાઈ રહેલા ખેલ સામે કોંગ્રેસ આંદોલન કરશે. તેમજ રાહુલ ગાંધીની "નફરત છોડો ભારત જોડો" યાત્રાના સમર્થનમાં ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં "હાથ સે હાથ જોડો"યાત્રા (Haath Se Haath Jodo )નીકળશે જેમાં પણ આ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

આ પણ વાંચો કોંગ્રેસના સ્થાપના દિને કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાની કરી જાહેરાત

લોકસભા ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સંગઠનમાં ફેરફાર. બેઠકો અને યાત્રાએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો જ એક ભાગ છે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

જગદીશ ઠાકોરનો આક્રોશ વ્યક્ત થયો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પાછળ ઈવીએમના દોષારોપણ મામલે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જગદીશ ઠાકોરે (Jagdish Thakor blame on BJP ) જણાવ્યું હતું કે હાર માટે અનેક કારણો જવાબદાર છે. તે માટે આગામી દિવસોમાં જ મીડિયાને સચોટ માહિતી આપવામાં આવશે. ભાજપે ચૂંટણી જીતવા લોકશાહીની સિસ્ટમ જ બદલી નાખી છે. શામ દામ ભેદની નીતિ અપનાવી છે. અસામાજિક તત્વોને જેલમાંથી પેરોલ ઉપર છોડાવી પ્રજાને ડરાવી ધમકાવી વેપારીઓને ઈડીનો ડર બતાવી તેમજ પૈસાના જોરે મતો ટ્રાન્સફર કરાવવા જેવા અનેક કારણો આગળ ધર્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.