ETV Bharat / state

પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

author img

By

Published : Mar 21, 2021, 8:03 PM IST

Updated : Mar 21, 2021, 8:17 PM IST

પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

પાટણ જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રો ઉપર GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાને પગલે વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી. ઉમેદવારોને થર્મલ ગનથી સ્કેનિંગ કરી, સેનેટાઈઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે પરીક્ષાખંડમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

  • પાટણ જિલ્લાના બે કેન્દ્રો પર GPSCની પરીક્ષા યોજાઈ
  • વિદ્યાર્થીઓને થર્મલ ગનથી સ્કેનિંગ કરી, સેનેટાઈઝ કર્યા બાદ આપવામાં આવ્યો પ્રવેશ
  • એક વર્ગમાં 24 ઉમેદવારો પરીક્ષા આપી શકે તે પ્રમાણેની કરાઈ વ્યવસ્થા

પાટણઃ GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા રાબેતા મુજબ લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં રવિવારે આ પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રના 249 બ્લોકમાં 5964 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને સેનેટાઇઝ, થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

GPSCની પરીક્ષા યોજાઈ
GPSCની પરીક્ષા યોજાઈ

પાટણ અને સિદ્ધપુર કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ

પાટણની 18 બિલ્ડિંગોના 210 બ્લોક અને સિદ્ધપુર કેન્દ્રના 4 બિલ્ડિંગના 39 બ્લોકમાં બે સેશનમાં પરીક્ષા યોજાઈ હતી. કોરોનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક બ્લોકમાં 24 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

GPSCની પરીક્ષા યોજાઈ
GPSCની પરીક્ષા યોજાઈ

આ પણ વાંચોઃ જૂનાગઢમાં GPSC પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

3747 ઉમેદવારો ગેરહાજર રહ્યા

GPSCની પરીક્ષા માટે પાટણ જિલ્લામાં કુલ 5964 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પ્રથમ સેશનમાં 2217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 3747 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

GPSCની પરીક્ષા યોજાઈ
GPSCની પરીક્ષા યોજાઈ

પરીક્ષા કેન્દ્રો પર આયોગ અધિકારીની કરાઈ હતી નિમણૂક

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર આયોગ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. આમ પાટણ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઇ હતી.

પાટણ જિલ્લાના 2 કેન્દ્રોમાં GPSCની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ
Last Updated :Mar 21, 2021, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.