ETV Bharat / state

સિદ્ધપુરના વિકાસ માટે સક્રિય પ્રતિનિધિ સરકારમાં હોવો જરૂરી: ડો. જયનારાયણ વ્યાસ

author img

By

Published : Jul 10, 2022, 5:38 PM IST

સિધ્ધપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ આરોગ્યપ્રધાન અને માજી ધારાસભ્ય ડો. જયનારાયણ વ્યાસની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારોહની સાથે સાથે શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં આ વિસ્તારના વિવિધ સમાજના આગેવાનો કાર્યકરો અને ડો. જયનારાયણ વ્યાસના (Dr Jayanarayana Vyas in Patan function) સમર્થકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું અભિવાદનની સાથે સ્વાગત કર્યું હતું

સિદ્ધપુરના વિકાસ માટે સક્રિય પ્રતિનિધિ સરકારમાં હોવો જરૂરી: ડો. જયનારાયણ વ્યાસ
સિદ્ધપુરના વિકાસ માટે સક્રિય પ્રતિનિધિ સરકારમાં હોવો જરૂરી: ડો. જયનારાયણ વ્યાસ

પાટણ: છેલ્લા એક વર્ષથી વિવિધ બીમારીઓને કારણે આ વિસ્તારના લોકોનો સંપર્ક ન કરી શકનાર માજી ધારાસભ્ય જયનારાયણ વ્યાસ (Dr Jayanarayana Vyas in Patan function) સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. આજે સિદ્ધપુરના સ્વામિનારાયણ મંદિર (Siddhpur swaminarayan temple) ખાતે તેમના દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિદ્ધપુર વિધાનસભા (siddhpur assembly area) મતવિસ્તારના વિવિધ સમાજના આગેવાનો કાર્યકરોએ જયનારાયણ વ્યાસનુ ઉમળકા ભેર સ્વાગત સન્માન કર્યું હતું.

સિદ્ધપુરના વિકાસ માટે સક્રિય પ્રતિનિધિ સરકારમાં હોવો જરૂરી: ડો. જયનારાયણ વ્યાસ

આ પણ વાંચો: નજીવા વરસાદે જ ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલીઃ આપ

આ પ્રસંગે જયનારાયણ વ્યાસે પોતાના કાર્યકાળ દરમિયાન આ વિસ્તારના વિકાસ માટે કરેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે, ગામડાઓમાં પાણી વ્યવસ્થા માટે બોર, મોટર અને પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા હોવા છતાં વીજળી બિલ નહીં ભરવાને કારણે ગામડાઓમાં મહિલાઓને પાણી ભરવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે. જે બાબતે પોતે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોના વીજ બિલો માફ કર્યા હતા.

આ પણ વાંચો: ભારત-પાક સરહદે ઝળહળી મિત્રતા: રેન્જર્સે ઈદ અલ-અદહા માટે મીઠાઈની આપ-લે કરી

કડાણા વેલ્યુ કેનલ યોજના (Kadana canale project) અંતર્ગત ઉત્તર ગુજરાતના બંધોમાં પાણી નાખવાની યોજના લગભગ કિનારે આવી હતી પણ કમનસીબે પાણી સૌરાષ્ટ્રમાં ખેંચાઈ ગયું માટે આ વિસ્તાર માટે તમારો પ્રધાન હોવો જરૂરી છે. જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સિદ્ધપુરના તમામ પ્રોજેક્ટ જેવા કે કેન્સર હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, આયુર્વેદિક હોસ્પિટલ, હોમિયોપેથીક હોસ્પિટલ સહિતના પ્રોજેક્ટ હાલમાં ભંગાર સ્થિતિમાં પડ્યા છે. આરોગ્ય લક્ષી સેવાઓ પાછળ સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પણ કેટલાક લોકોની ઈર્ષાને કારણે સ્થિતિ કથળી છે.

પ્રતિનિધિ પસંદ કરવા: આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, જે આ વિસ્તારના વિકાસલક્ષી કામોને વેગવંતો બનાવે અને વિધાનસભામાં લોકોના પ્રશ્નો રજૂ કરી શકે તેવા ઉમેદવારને પસંદ કરવા વિસ્તારના લોકોને અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે પણ વ્યક્તિ સિદ્ધપુરના વિકાસ માટે કામ કરવા તૈયાર હોય તેને પોતે મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.