ETV Bharat / state

પાટણના ખાન સરોવરમાથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

author img

By

Published : Mar 31, 2021, 8:38 PM IST

પાટણ શહેરના આનંદનગરમાં રહેતી એક યુવતી મંગળવારે સવારે ઘરેથી નીકળી ગયા બાદ બુધવારે સવારે ખાન સરોવરમાં તેનો મૃતદેહ મળ્યો હતો. નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો.

પાટણના ખાન સરોવરમાથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો
પાટણના ખાન સરોવરમાથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

  • મંગળવારે સવારે યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી
  • પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવી હતી
  • બુધવારે ખાન સરોવરમાં મૃતદેહ મળી આવ્યો
  • યુવતીના મૃત્યુની ઝીણવટ ભરી તપાસ કરવા પરીવારજનોની માંગ

આ પણ વાંચોઃ પાલઘરના શ્રીરામ નગરમાં લાવારીસ બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

પાટણઃ જિલ્લાના પાટણ શહેરના આનંદ નગરમાં રહેતી શાહીનબાનુ ઈમામખાન બલોચ મંગળવારે સવારે 10 વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. જે પરત ઘરે નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ તેનું સ્ટેટસ ચેક કરતા ગુલશનનગરના એક યુવાન સાથેનો તેનો ફોટો અપલોડ જણાતાં પરિવારજનોએ રાત્રે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી હતી અને ફોટાવાળા યુવાન સામે શંકા વ્યક્ત કરી તપાસ કરવા જણાવ્યું હતું.

યુવતીના મૃત્યુની ઝીણવટ ભરી તપાસ કરવા પરીવારજનોની માંગ

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

બુધવારે સવારના સમયે ખાન સરોવરમાં એક યુવતીનો મૃતદેહ પાણીની ઉપર દેખાયાની વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી હતી અને લોકોના એકઠા થઇ ગયા હતા. આ સમયે ગુમ યુવતીના પરિવારજનો અને સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને મૃતદેહને બહાર કાઢતા તે તેમની પુત્રી હોવાનું જાણી પરિવારજનો હતપ્રત બન્યા હતા. આ સમગ્ર બનાવની પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવે તેવી માગણી પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. જોકે, હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ રેલવે ટ્રેક પરથી પૂર્વ ભાજપ ધારાસભ્યના પુત્રનો મૃતદેહ મળી આવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.