ETV Bharat / state

Case of the honey trap : પાટણમાં તબીબબંધુઓને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ

author img

By

Published : Jul 15, 2022, 8:20 PM IST

પાટણ એલસીબી પોલીસ હની ટ્રેપનો (case of the honey trap) ભેદ ઉકેલતાં તબીબના ભાઈનો લગ્નનો વિડીયો બનાવી બ્લેકમેલ કરનાર (A gang caught blackmailing doctors in Patan) ઝડપાયાં છે. ડોક્ટરના whatsapp પર વીડિયો કોલ કરી લલચાવી નગ્ન વિડીયો બનાવી પાંચ લાખની માગણી કરવામાં આવી હતી.

Case of the honey trap : પાટણમાં તબીબબંધુઓને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ
Case of the honey trap : પાટણમાં તબીબબંધુઓને બ્લેકમેલ કરતી ટોળકી ઝડપાઈ

પાટણઃ પાટણમાં રહેતા ડોક્ટરના ભાઈનો ન્યૂડ વિડીયો બનાવી whatsapp માં ઓડિયો કોલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી (case of the honey trap)આપતી ટોળકી ઝડપાઇ છે. પાટણ એલસીબી પોલીસે(Patan LCB Police) રૂપિયા પાંચ લાખની માગણી કરનાર ટોળકીના ત્રણ ઈસમોને (A gang caught blackmailing doctors in Patan) ઝડપી લીધા હતા અને અન્ય સાગરિતો (Patan Crime News) ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

નગ્ન વિડીયો બનાવી પાંચ લાખની માગણી કરવામાં આવી હતી

શું હતો મામલો - પાટણ ડીસા હાઇવે રોડ ઉપર આવેલી જાણીતી ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોકટર મનહરના મોબાઈલ ઉપર અલગ અલગ સમયે 9574205127 નંબર ધારકે ઉપરથી whatsapp માં ઓડિયો કોલ આવ્યાં હતાં. તબીબના દિયોદર ખાતે રહેતા અને પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ભાઈનો ન્યૂડ વિડીયો (case of the honey trap)મોકલી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો ન્યુડ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે તબીબે પોતાના ભાઈ સાથે વાત કરતા ટોળકીએ લલચાવી નગ્ન વિડીયો બનાવી પૈસા પડાવવા બ્લેકમેલ કરતા હોવાની વાત કરી હતી. આથી ડોક્ટરે પાટણ સાયબર સેલને (Patan Cyber Cell) હકીકતથી વાકેફ કરી અરજી આપતા પાટણ બી ડિવિઝન પોલીસે ગુનો (Patan Crime News)નોધી તપાસ એલસીબીને સોંપી હતી.

આ પણ વાંચોઃ વેપારીને શાપૅ શૂટર એન્થોનીના નામે ધમકી, 11 કરોડ આપી દેજે બાકી જીવતો બચવા નહીં દઉ

મહિલાને શોધવાના ચક્રો ગતિમાન- Lcb pi આર.કે અમીન અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે લલચાવી નગ્ન વિડીયો (case of the honey trap)બનાવી બ્લેકમેલ કરતી ટોળકીના ઠાકોર શિવપાલ ઉર્ફે હમીર પ્રહલાદજી ઠાકોર, વિશાલ બળવંતજી ઠાકોર રહે. દિયોદર અને સાધુ લાભેશ પ્રહલાદ રહે.તેતરવા વાળાને ઝડપી (A gang caught blackmailing doctors in Patan) લીધા હતાં.વધુમાં આ ગુનામાં સંડોવાયેલ ટોળકીના (case of the honey trap)અન્ય સાગરિતોને પણ ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Murder Crime case in Patan : સીધાડા નજીક વ્યંઢળની હત્યા કે આત્મહત્યાનું રહસ્ય, પિતાએ ચીંધી શંકાની આંગળી

એસપીએ આપી વિગતો -પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે તબીબની અરજીને આધારે ટેકનિકલ સર્વેન્સ અને છટકું ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી (A gang caught blackmailing doctors in Patan) લેવામાં આવ્યા છે. જેમાંથી ઠાકોર શિવપાલ અગાઉ બનાસકાંઠાના આગથરામાં લૂંટના ગુનામાં (Patan Crime News)સંડોવાયેલો છે.હની ટ્રેપના વીડિયોમાં દેખાતી મહિલાને (case of the honey trap) ઝડપી લેવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.