ETV Bharat / state

Biomedical Waste In Patan: આરોગ્ય તંત્રની બેદરકારી, કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને કોવિડ ક્લિનિક પરથી વેરવિખેર મળ્યો મેડિકલ વેસ્ટ

author img

By

Published : Jan 17, 2022, 9:48 PM IST

Biomedical Waste In Patan: આરોગ્ય તંત્રની બેદરકારી, કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને કોવિડ ક્લિનિક પરથી વેરવિખેર મળ્યો મેડિકલ વેસ્ટ
Biomedical Waste In Patan: આરોગ્ય તંત્રની બેદરકારી, કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને કોવિડ ક્લિનિક પરથી વેરવિખેર મળ્યો મેડિકલ વેસ્ટ

પાટણના બગવાડા દરવાજા ખાતે કોરોનાનું ટેસ્ટિંગ તથા રસીકરણ કરવા કોવિડ ક્લિનિક અને કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં બાયોમેડિકલ વેસ્ટ (Biomedical Waste In Patan) છૂટો-છવાયો વિખેરાયેલો જોવા મળતા લોકોએ બેજવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે,

પાટણ: શહેરના બગવાડા દરવાજા (Bagwada Darwaja Patan) ખાતે કોરોના ટેસ્ટિંગ સેન્ટર (Corona Testing Center Patan) અને જનતા ક્લિનિક પાસે જ બાયોમેડિકલ વેસ્ટ (Biomedical Waste In Patan) છૂટોછવાયો જમીન પર પડેલો મળી આવતા આરોગ્ય કર્મચારીઓની ઘોર બેદરકારી છતી થઈ છે. રસ્તામાં બાયોમેડિકલ વેસ્ટ જોઈ શહેરીજનો ચોંકી ઊઠ્યા હતા અને આવા બેજવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ કરી હતી.

આરોગ્ય કર્મચારીઓની ઘોર બેદરકારી છતી થઈ.

જમીન ઉપર છૂટો-છવાયેલો જોવા મળ્યો મેડિકલ વેસ્ટ

પાટણ શહેરના હાર્દ સમાન બગવાડા દરવાજા ખાતે નગરપાલિકાની વોર્ડ કચેરી (Municipal ward office Patan) પાસે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ સેન્ટર અને જનતા ક્લિનિક (Janta Clinic Patan) ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં બહારગામથી આવતા અને શહેરીજનોને દવા સાથે કોરોનાનું ટેસ્ટિંગ તથા રસીકરણ કરવામાં આવે છે. સોમવારે સવારે આ સ્થળેથી મેડિકલ વેસ્ટની સાધન-સામગ્રી જમીન ઉપર છૂટી-છવાયેલી પડેલી જોવા મળી આવી હતી, જે જોઈ અહીંયા સારવાર (Corona Treatment Patan) અર્થે આવતા દર્દીઓ અને શહેરીજનો ચોંકી ઊઠ્યા હતા. ફરજ પરના આરોગ્ય કર્મચારીઓની આ બેદરકારી ટીકા પાત્ર બની હતી.

આ પણ વાંચો: Covid Care Center in Patan : પાટણ કલેકટર કચેરી ખાતે કોવિડ કોલ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું

જવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લેવાશે: આરોગ્ય અધિકારી

આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી આર્યએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના ટેસ્ટિંગ અને રસીકરણ (Vaccination In Patan) સ્થળ પરથી જ બાયો વેસ્ટ રસ્તે રઝળતા મળ્યા છે જે બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને ફરજ પર બેદરકારી બદલ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Patan Corona Positive couple: પાટણ જિલ્લામાં 7 મહિના બાદ કોરોનાનો પગપેસારો, સિદ્ધપુરમાં 2 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.