ETV Bharat / state

Wrestling Competition Patan: પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા

author img

By

Published : Dec 26, 2021, 9:14 AM IST

પાટણના પ્રજાપતિ રેસલર બંધુઓ દ્વારા આયોજિત નિ: શુલ્ક રેસલિંગ પ્રતિયોગિતા (Free Wrestling Competition) રવિવારે એમ.એન.હાઇસ્કૂલનાં પટાંગણમાં યોજાઈ હતી. જેમાં દેશના ખ્યાતનામ 25 જેટલા રેસલરોએ ભાગ લઈ પોતાના કૌવત દર્શાવ્યા હતા. ટીવી અને ફિલ્મોના પડદે જોવા મળતી આ રેસલિંગ સ્પર્ધા પાટણ વાસીઓએ નજરે નિહાળી હતી. રેસલિંગ સ્પર્ધામાં પાટણના રેસલર બંધુઓ (Prajapati Wrestler Brothers) વિજેતા થયા હતા.

Wrestling Competition Patan
Wrestling Competition Patan

પાટણ: શહેરના વતની અને ગ્રેટ ખલીના શિષ્ય અને ગુજરાતની એક માત્ર પ્રોફેશનલ રેસલર ભાઈઓની જોડી સની અને રવિ પ્રજાપતિએ (Prajapati Wrestler Brothers) રેસલિંગ ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ પાટણમાં 25 ડિસેમ્બરને રવિવારના રોજ એમ.એન.હાઈસ્કૂલ ખાતે પાટણ કે શૂરવીર રેસલિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ રેસલિંગ સ્પર્ધામાં આંદામાન- નિકોબાર, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 25 ખ્યાતનામ રેસલરોએ ભાગ લઈ પોતાના કૌવત બતાવ્યા હતા. અત્યાર સુધી ટીવી અને ફિલ્મી પડદે જોવા અને સાંભળવા મળતી આ રેસલિંગ ફાઇટ પાટણવાસીઓએ નજરે નિહાળી હતી.

પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા

રવિ પ્રજાપતિને ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

રેસલિંગ પ્રતિયોગિતામાંની (Free Wrestling Competition) ફાઇનલમાં સની અને રવિ પ્રજાપતિનો વિજય થયો હતો. ફાઇટ દરમિયાન રવિ પ્રજાપતિને ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. રેસલિંગ સ્પર્ધામાં રાજદીપસિંહ રીબડા દિનેશ નાવડિયા લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશી પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ અગ્રણી બિલ્ડર ગોરધન ઠક્કર નગરસેવક મનોજ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા
પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા

દરેક યુવાનોએ ખેલ પ્રતિયોગીતાઓમાં ભાગ લેવો જોઈએ: રાજસિંહ શેખાવત

પાટણ ખાતે યોજાયેલી રેસલિંગ પ્રતિયોગિતામાં (Free Wrestling Competition) આમંત્રિત થયેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પછી પાટણ આવ્યો છું. અહીંના લોકોનો પ્રેમ જોઈને હું ગદગદિત થયો છું. યુવાઓમાં જોશ છે, ઉમ્મીદ છે. તેમણે દરેક યુવાનોને ખેલ પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ પોતાને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા
પાટણમાં યોજાઇ રેસલિંગ પ્રતિયોગિતા, પ્રજાપતિ રેસલર બંધુઓ વિજેતા થયા

આ પણ વાંચો: College Wrestling Competition: પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કુસ્તી સ્પર્ધા યોજાઈ, 128 સ્પર્ધકોએ ભાગ લીધો

આ પણ વાંચો: ETV Exclusive: રેસલર બજરંગ પુનિયા સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.