ETV Bharat / state

પાટણની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરાયું

author img

By

Published : Oct 1, 2021, 9:33 PM IST

Latest news of Patan
Latest news of Patan

આરોગ્ય નગરી પાટણ શહેરમાં અનેક તબીબી સારવાર ઉપલબ્દ્ધ બની રહી છે. જેના કારણે પાટણ જિલ્લા સહિત અન્ય રાજ્યના દર્દીઓ પણ પાટણ ખાતે સારવાર અર્થે આવતા હોય છે. પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે નિ: શુલ્ક ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જે આગામી એક સપ્તાહમાં શરૂ થશે.

  • પાટણ સિવિલમાં 10 બેડનું અદ્યતન ડાયાલીસીસ સેન્ટર તૈયાર
  • આગામી એક સપ્તાહમાં દર્દીઓ માટે સેવા શરૂ કરાશે
  • અંદાજે એક કરોડના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર કરાયું તૈયાર
  • ડાયાલિસિસ સેન્ટરમાં બે નર્સ, બે ટેક્નિશિયન અને બે સર્વન્ટ ફરજ બજાવશે

પાટણ: સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત અમદાવાદની આઈ.કે.ડી. કિડની હોસ્પિટલના સહયોગથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલમાં 10 ડાયાલિસિસ મશીન 10 બેડની વ્યવસ્થા ઉપલબ્દ્ધ બનાવવામાં આવી છે.

પાટણની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરાયું

અઠવાડિયામાં એક વખત નેફ્રોલોજીસ્ટ ડોક્ટર દર્દીઓને તપાસશે

આ અદ્યતન ડાયાલિસિસ વોર્ડ માટે બે નર્સિંગ સ્ટાફ બે ડાયાલિસિસ ટેકનિશિયન બેસ્ટ સર્વન્ટ ફરજ બજાવશે. તો એક નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ તબીબ અઠવાડિયામાં એક દિવસ આ વોર્ડની મુલાકાત લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિડનીની બીમારીવાળા દર્દીઓનું સૌપ્રથમ સમગ્ર શરીરનું ચેકઅપ અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. ડાયાલિસિસની પ્રથમ સાયકલ અમદાવાદ ખાતે કર્યા બાદ બાકીની સારવાર અને ડાયાલિસિસ સાયકલો જનરલ હોસ્પિટલ પાટણના નવીન ડાયાલિસિસ સેન્ટરમાં કરવામાં આવશે.

પાટણની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરાયું
પાટણની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરાયું

આ પણ વાંચો: મહેસાણા: ગુજરાત સરકારના ડાયાલિસીસ પ્રોજેકટ અંતર્ગત દર્દીઓને મળી નિઃશુલ્ક સેવા

ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને સરકારની યોજના મુજબ ભાડું પણ ચૂકવાશે: ડો. અરવિંદ પરમાર

આરોગ્ય નગરી પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કિડનીની બીમારીથી પીડાતા દર્દીઓ માટે નિ: શુલ્ક ડાયાલિસિસ સેન્ટર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે. પાટણ સિવિલ સર્જન અરવિંદ પરમારે જણાવ્યું હતું કે, હાલમાં 10 પેટનું ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરાયું છે. જે બાદ જરૂર પડે વધુ પાંચ બેડ વધારવામાં આવશે. અહીં આવતા દર્દીઓને વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર આપવામાં આવશે તેમજ દર્દીઓને સરકારની યોજના મુજબ આવવા જવાના ગાડી ભાડાના પૈસા પણ ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: પાટણની સિવિલ હોસ્પિટલમાં ડેડિકેટેડ કોવિડ સેન્ટર શરૂ કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.