ETV Bharat / state

પંચમહાલમાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડી.જે.ના તાલે ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસે કાર્યવાહી કરી

author img

By

Published : May 25, 2021, 4:14 PM IST

હાલમાં કોરોનાની સ્થિતિ જોઈને એક તરફ રાજ્ય સરકારે લગ્નપ્રસંગ માટે નિયમ બનાવ્યા છે, પરંતુ પંચમહાલમાં તો સરકારના નિયમોને ઘોળીને પી જતા લોકો દેખાઈ રહ્યા છે. કારણ કે, અહીં ગોધરા તાલુકામાં એક લગ્નપ્રસંગમાં 100થી વધારે લોકો ભીડ એકઠી કરીને ડી.જે.ના તાલે ઝૂમી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જોકે, આ વીડિયોમાં ગામના સરપંચ પણ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી બિન્દાસ્ત નાસતા જોવા મળ્યા હતા.

પંચમહાલમાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડી.જે.ના તાલે ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસે કાર્યવાહી કરી
પંચમહાલમાં લગ્નપ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ડી.જે.ના તાલે ઝૂમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસે કાર્યવાહી કરી

  • પંચમહાલમાં કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન
  • ગોધરા તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં લોકો ભીડ એકઠી કરી નાચતા જોવા મળ્યા
  • 100થી વધુ લોકો નાચતા હોય તેવી વીડિયો વાઈરલ થયો, સરપંચ પણ નાચતા ઝડપાયા

પંચમહાલઃ ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામેમાં પણ લગ્નના વરઘોડામાં લોકો ડી.જે.ના તાલે કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ઝૂમતા નજરે પડ્યા હતા. તો આ વીડિયો વાઈરલ થયો હતો. જોકે, નદીસર ગામના મહિલા સરપંચ પણ આ વીડિયોમાં નાચતા નજરે પડ્યા હતા. વરઘોડામાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અને સરકારના જાહેરનામાનો છડેચોક કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ભંગ કરતા જોવા મળ્યા હતા. આ અંકે કાકણપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

100થી વધુ લોકો નાચતા હોય તેવી વીડિયો વાઈરલ થયો, સરપંચ પણ નાચતા ઝડપાયા
100થી વધુ લોકો નાચતા હોય તેવી વીડિયો વાઈરલ થયો, સરપંચ પણ નાચતા ઝડપાયા
આ પણ વાંચો- સાણંદના નવપુરા અને નિદ્રા ગામે લોકો મંદિરમાં ઉમટ્યા, પોલીસે 23 લોકોની ધરપકડગામના સરપંચે જ ખૂલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું

નવાઈની વાત એ છે કે, ગામના મહિલા સરપંચ પણ કોરોના ગાઈડલાઈનનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરતા હોય તો બીજાનું શું કહેવું. ગામના સરપંચ પણ બધા નિયમો નેવે મુકીને ડી. જે.ના તાલે ઝૂમ્યા હતા ત્યારે કાકણપુર પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરા તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં લોકો ભીડ એકઠી કરી નાચતા જોવા મળ્યા

આ પણ વાંચો- તાપીમાં વધુ એક વાર લગ્નમાં સામાજીક અંતરના ધજાગરા, હજારોની સંખ્યામાં ઝૂમતા યુવાનોનો કોરોનાને લલકાર

પોલીસની પરવાનગી વગર લગ્નપ્રસંગ યોજાયો હતો

પંચમહાલ જિલ્લાના નાયબ પોલીસ વડા સી. સી. ખટાણાંએ જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર એવા જુનિધરી અને નદીસર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસની પૂર્વ પરવાનગી વિના લગ્ન આયોજકોએ લગ્ન પ્રસંગ યોજી અને વરઘોડો કાઢી સરકારના જાહેરનામાનો કર્યો હતો. જોકે, કાકણપુર પોલીસે સ્થળ પર જઈ શખ્સો સામે કાર્યવાહી કરી હતી.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.