ETV Bharat / state

પંચમહાલમાં સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો, કારમાંથી દારુ ઝડપાયો

author img

By

Published : Dec 9, 2019, 5:40 AM IST

પંચમહાલ: જીલ્લામાં વૈભવી કારમાંથી દારુ પકડાવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે હાલોલના વિસ્તારમા ઘરની પાસે દારુની હેરાફેરી કરવા જતા બૂટલેગરને સ્ટેટ વિજીલન્સની ટીમે પકડી પાડયો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 14.52 લાખની ત્રણ લક્ઝરિયસ કાર સાથે એકને ઝડપી પાડી અન્ય પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

panch
પંચમહાલ


પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમ હાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, ભરત ગોહિલ તેમજ તેનો ભાઈ રાજેન્દ્ર બન્ને દાહોદ જિલ્લાના લીમખેડા ગામે રહેતો પીન્ટુ પાસેથી વિદેશી માલનો જથ્થો મંગાવી વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતા સાગર જયસ્વાલને પહોંચાડવાના છે.

પંચમહાલમાં સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો, કારમાંથી દારુ ઝડપાયો
પંચમહાલમાં સ્ટેટ વિજીલન્સ ટીમનો દરોડો, કારમાંથી દારુ ઝડપાયો

આ બાતમીના આધારે વિજિલન્સની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા પોલીસે લીમખેડાથી આવેલી કાર તપાસ કરતા વિદેશી દારૂ તથા બીયરની 50 પેટી તથા છૂટ્ટા ટીન 118 મળી રૂપિયા 2,03,800/. નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે રૂપિયા 14.52 લાખની ત્રણ લક્ઝરીયસ કાર સાથે રાજેન્દ્રને ઝડપી પાડયો હતો.

તેમજ લીમખેડાથી આવેલી કારનો ચાલક ભરત, વિજય દેસાઇ માળી, સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી પોલીસે આ તમામ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ વિજીલન્સ દ્વારા દારુ પકડાતા પંચમહાલની સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં પણ ચર્ચાઓ જાગી હતી.

Intro:પંચમહાલ જીલ્લામા છાસવારે વૈભવી કારમાથી દારુ પકડાવાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે હાલોલના વિસ્તારમા ઘરની પાસે દારુની હેરાફેરી કરવા જતા બૂટલેગરને સ્ટેટ વિજીલન્સની ટીમે પકડી પાડયો હતો.વિદેશી દારૂ ના જથ્થા સાથે રૂપિયા 14.52 લાખ ની ત્રણ લક્ઝરિયસ કાર સાથે એકને ઝડપી પાડી અન્ય પાંચ આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપી ઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



Body:પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર ની ટીમ હાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેમના ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ભરત ઉર્ફે કચો કનુભાઈ ગોહિલ રહે,કુંપાડીયા, તાલુકો, હાલોલ. તેના ભાઈ રાજેન્દ્ર ઉર્ફે મંગો રહે,૨૫,સાઈ રેસીડેન્સી,હોટલ સંકલ્પ ની સામે ના ઘરે.જયારે દાહોદ જિલ્લાના લીમખેડા ગામે રહેતો પીન્ટુ પાસેથી વિદેશી માલનો જથ્થો મંગાવી વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતા સાગર જયસ્વાલ ને પહોંચાડવાનો છે તેવી બાતમીના આધારે વિજિલન્સની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા બાતમી વાળી ગાડી આવી તે ગાડીમાંથી તે ગાડીનો ચાલક તેમજ વિજયભાઈ દેસાઈ માળી, રહે ,23 સાઈ રેસીડેન્સી. હાલોલ લાવી ઉતારી સાવલી ખાતે મોકલવા માટે બીજી ગાડીમાં મુકવા જઈ રહ્યા હતા જે દરમ્યાન પોલીસને જોતા વિજય માલી તેમજ ગાડીનો ચાલક પોલીસને જોઈ ભાગી છૂટયા હતા જ્યારે રાજેન્દ્ર ઉર્ફે મંગો ગોહિલ પણ તેની કાર લઇ ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે રાજેન્દ્ર મંગાને ઝડપી પાડયો હતો પોલીસે તેવી ભાષામાં પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આ માલ લીમખેડા થી પીન્ટુ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ નો જથ્થો મંગાવ્યો હતો અને સાવલીના સાગર જયસ્વાલ ને પહોંચાડવાનો હતો પોલીસે લીમખેડા થી આવેલી કારો તપાસ કરતા વિદેશી દારૂ તથા બીયરની 50 પેટી તથા છૂટ્ટા ટીન 118 મળી રૂપિયા 2,03,800/. નો મુદ્દામાલ મળી આવતા પોલીસે રૂપિયા 14.52 લાખની ત્રણ લક્જ્યુર્સ કાર સાથે રાજેન્દ્રને ઝડપી પાડયો હતો તેમજ લીમખેડા થી આવેલી કારનો ચાલક ભરત ઉર્ફે કચો પિન્ટુ વિજય દેસાઇ માળી સાગર જયસ્વાલ ને વોન્ટેડ જાહેર કરી પોલીસે આ તમામ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.Conclusion:સ્ટેટ વિજીલન્સ દ્રારા દારુ પકડાતા પંચમહાલની સ્થાનિક પોલીસની પ્રેટ્રોલિંગ સામે સ્થાનિકોમા પણ ચર્ચાઓ જાગી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.