ETV Bharat / state

કોરોના વાયરસને લઈને સરકાર ગંભીર થાય, AAPનું આવેદનપત્ર

author img

By

Published : Mar 4, 2020, 7:30 PM IST

Updated : Mar 4, 2020, 7:38 PM IST

ગોધરામાં આવેલા સેવાસદન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્રારા દેશના નાગરિકોને કોરોના વાયરસથી સુરક્ષિત કરવાની રજૂઆત લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

virus
કોરોના

પંચમહાલ : ગોધરા ખાતે આવેલા સેવાસદન ખાતે AAPના કાર્યકરો દ્રારા કોરોના વાયરસને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર વિદેશથી ફેલાયેલા આ રોગમાં એરપોર્ટ અને બંદરગાહનું સ્કેનિગ નિષ્ફળ ગયું છે. જેના કારણે આ રોગ ફેલાવાનો ડર ઉભો થઇ રહ્યો છે. જે ખૂબ ખતરનાક બાબત છે.

કોરોના વાયરસને લઈને સરકાર ગંભીર થાય, AAPનું આવેદન

આ અંગે એરપોર્ટ અને બંદર પરથી આવતા લોકોની તપાસ થાય તેમજ આ રોગથી આપણાં શહેરી અને ગ્રામ્ય તેમજ તમામ સરકારી દવાખાનાનું માળખું મજબુત કરવામાં આવે, મેડીકલ સાધન સેવાઓ ઘણી જગ્યાએ ઉપ્લબ્ધ હોતા નથી. તેઓની તાત્કાલિક ઉપલબ્ધિ થાય. તેમજ રાજય સરકાર રાજયથી ગ્રામ્ય લેવલે આ બીમારી સામે લડવાની તૈયારી લાવે, વિવિધ માધ્યમો દ્રારા જાગૃતિ લઇ આવવામાં આવે તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ અંગે કેવી રીતે બચાવ કરીને પ્રચાર કરવામાં આવે તે માગ કરવામાં આવી હતી.

Last Updated : Mar 4, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.