ETV Bharat / state

પંચમહાલના મોરવા હડફના ગામડામાં કોરોનાને રોકવામાં તંત્ર નિષ્ફળ

author img

By

Published : May 11, 2021, 10:26 AM IST

"મારું ગામ, કોરોના મુક્ત ગામ" આ વાક્યની હવે નવાઈ નથી. રાજ્યના મુખ્યુપ્રધાન દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શરુ કરવામાં આવેલા એક અભિયાનનું આ શિર્ષક છે અને આજ શિર્ષકના સથવારે આજે આખા રાજ્યનું તંત્ર ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ઓછું ફેલાય તે માટેની કામગીરીમાં જોડાયું છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં આ અભિયાન ક્યાં પહોંચ્યું છે...? અભિયાન પહેલા ગામડાંની સ્થિતિ શું હતી ? પંચમહાલ જિલ્લાના અંતરિયાળ આદિવાસી બાહુલ્ય ધરાવતા ગામોનું જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે શું વાસ્તવિક સ્થિતિ સામે આવી, જાણીશું આજે આ ખાસ રીપોર્ટમાં..

અભિયાન પહેલા ગામડાંની સ્થિતિ શું હતી ?
અભિયાન પહેલા ગામડાંની સ્થિતિ શું હતી ?

  • પંચમહાલ જિલ્લામાં આ અભિયાન ક્યાં પહોંચ્યું છે...?
  • અભિયાન પહેલા ગામડાંની સ્થિતિ શું હતી ?
  • પંચમહાલ જિલ્લાની પડદા પાછળની સ્થિતિ

પંચમહાલ: જિલ્લાના અંતરિયાળ ગામોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું છે. તેવું હાલ સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે અને એમાંય ખાસ કરીને જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાંતો તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ટ્રેસિંગ , ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સહિતની કામગીરી કરવામાં આવી છે અને જેને લઈને જ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સંક્રમણ ઓછું હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા દાવાઓ કરી પોતાની પીઠ થાબડી હતી ,તો બીજી તરફ જિલ્લાના પ્રભારી પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અભિનંદન પણ મેળવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહેલા આ તમામ દાવાઓના પડદા પાછળની સ્થિતિ શું છે તે જાણીએ.

પંચમહાલ જિલ્લાની પડદા પાછળની સ્થિતિ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખટવા ગામની સ્થિતિ

ખટવા ગામમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અંગેની અમને જે માહિતી મળી તે ખૂબ જ ચોંકવાનારી હતી. તંત્રના તમામ દાવાઓની પોલ ખોલનારી હતી. ખૂબ જ અંતરિયાળ એવા આ ખટવા ગામમાં છેલ્લા 20 દિવસમાં 11 જેટલા લોકોના મોત થયા છે. જેમાંથી 4 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હતા, જયારે અન્ય કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હતા. શંકાસ્પદ એટલા માટે કેમ કે તેઓના કોરોનાના ટેસ્ટ જ થયા ન હતા. ગામમાં આરોગ્યલક્ષી એકપણ સેવા હાલ ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા

સ્ટાફના અભાવે નિદાન-સારવાર વગર જ પરત આવવું પડે છે

ગામથી દુર 7 કિ.મી. દૂર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહારે ગ્રામજનો સારવાર માટેની આશા લઈને તો જાય છે પરંતુ આ PHC સેન્ટર ખાતે તબીબ અને સ્ટાફના અભાવે નિદાન-સારવાર વગર જ પરત આવવું પડે છે અથવા તો ખાનગી તબીબનો સહારો લેવો પડે છે. ગામમાં કોરોનાકાળ શરુ થયો ત્યાંથી અત્યાર સુધી નથી કરવામાં આવ્યું કોઈ આરોગ્ય સર્વેલન્સ કે કોઈ તપાસ કે નથી થયો કોઈ દવાનો છંટકાવ. થઈ છે તો માત્ર કાગળ પર વાતો અને પોકળ દાવાઓ, ગામમાં શું છે તકલીફ અને હાલ ગામમાં કોરોના સંક્રમણની સ્થિતિ શું છે જાણીએ સ્થાનિક ગ્રામજનો પાસેથી.....

તંત્રના પેટનું પાણી પણ હલતું જ નથી

ગામમાં 11 વ્યક્તિઓના મોત માત્ર 20 દિવસના ટૂંકા સમયમાં થઈ ગયા. મોત પાછળનું કારણ ગામલોકોએ જણાવી રહ્યા છે કે, ટેસ્ટ થયા જ નહિ અને ટેસ્ટ ન થવાને લઈને સારવાર શું અને ક્યાં કરાવવી એ ખબર જ ન પડી અને જેને લઈને આ મોત થયા છે. ટૂંકમાં આરોગ્યલક્ષી સેવાઓના અભાવે જીવ ગુમાવ્યા, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું જ નથી. સરકારી ચોપડે તો ગામમાં કોઈ મોત થયા જ નથી કે, ગામમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી પહેલા પણ નહોતો અને હાલ પણ નથી ! તો પછી આ દ્રશ્યો જુઓ, દ્રશ્યોમાં જોવા મળતા આ વૃદ્ધ હાલ કોરોના પોઝિટિવ છે અને હાલ ઘરે જ ખાનગી તબીબના સહારે સારવાર લઇ રહ્યા છે. તો બીજા આ દ્રશ્યો પણ જૂઓ આ ઉંમરલાયક મહિલા પણ કોરોના પોઝિટિવ છે અને તેઓ પણ હાલ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. આ મહિલાને પોતાના પરિવારજનોની ચિતા છે માટે તેઓ એક છત વગરના મકાનમાં હાલ અલગ રહી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોના બાદ ફેફસા, હૃદય અથવા મસ્તિકમાં થઈ રહી છે ગાંઠ, આકસ્મિક મોતથી બચવા કરાવો ડી ડાયમર ટેસ્ટ

ગામમાં આરોગ્ય સેવાઓ નથી

હવે સવાલ એ થાય કે જો ગામમાં પોઝિટિવ કોઈ જ કેસ નથી, તો આ ગ્રામજનોને પોતાના ઘરથી અન્ય જગ્યાએ છત વિનાના મકાનમાં આખો દિવસ તાપમાં રહેવાનો વારો કેમ આવ્યો...? તો બીજી તરફ જો ગામમાં યોગ્ય જાગૃતિ પહોંચી છે. ગામની પ્રાથમિક શાળામાં શરુ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં આ પોઝિટિવ દર્દીઓ હોવા જોઈએ નહીં કે છત વગરના મકાનોમાં. આમ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ અને સુવિધાઓની કરવામાં આવતી વાતો માત્રને માત્ર વાતો જ છે. એ આ દ્રશ્યો અને ગામની સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે. નવાઈની વાત તો એ છે કે, ગામના સરપંચના મતે ગામમાં કોરોનાને લઈને 3 મોત થયા છે. ગામમાં આરોગ્ય સેવાઓ નથી એવું તેઓ પણ સ્વીકારી રહ્યા છે. તો બીજી તરફ ગ્રામજનોમાં ડરનો માહોલ પણ હોવાનું તેઓ સ્વીકારી રહ્યા છે.

ગામમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું

ખટવા ગામથી 7 કિ.મી. અંતરે આવેલા મેત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન અહીંના મેડિકલ ઓફિસરે સબ સલામતના દાવા કરી દીધા. એમના મતે તો ખટવા ગામમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ જ નથી. અચરજ તો ત્યાં થયું કે, એમણે એ પણ કહી દીધું કે ગામમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને RT-PCR ટેસ્ટ કરાવ્યા હતા. જે નેગેટીવ આવ્યા હતા. તો સાથે એ પણ સ્વીકાર કર્યો કે આ આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટેની ટેસ્ટ કીટ નથી. જેથી હાલ ટેસ્ટિંગ બંધ છે. આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ હોવાનો દાવો પણ કરતા તેમણે જણાવ્યું કે, આ આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા તમામ ગામોમાં સઘન તપાસ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ લોકોને ઘરે સારવાર આપવામાં આવી રહી છે અને આ આરોગ્ય કેન્દ્ર ખાતેથી પણ સારવાર આપવામાં આવે છે.

લોકોના આરોગ્યની સ્થિતિ અને સરકારી ચોપડાની સ્થિતિની ચાળી ખાય છે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી દુર માત્ર 100 મીટરના અંતરે આવેલી ખાનગી તબીબના ક્લિનીકની સ્થિતિ આશ્ચર્ય પમાડે તેવી હતી. આ ખાનગી કલીનીકમાં દાર્દીઓની ભીડ તો જોવા મળી જ પણ સાથે-સાથે જે દ્રશ્યો સામે આવ્યા એ નવાઈ પમાડે એમ હતા. ખાનગી તબીબ દ્વારા ક્લિનીકના પાછળના ભાગમાં એક લીમડાના ઝાડની નીચે ઓટલા પર ગાદલા બિછાવી ઝાડની ડાળીઓ પર દવાના બોટલ બાંધી દર્દીઓને ચઢાવવામાં આવ્યા હતા.

લીમડાની ડાળીઓ પર બાંધેલા 20 ઉપરાંત બોટલ

લીમડાની ડાળીઓ પર બાંધેલા 20 ઉપરાંત બોટલ આ વિસ્તારમાં લોકોના આરોગ્યની સ્થિતિ અને સરકારી ચોપડાની સ્થિતિની ચાળી ખાય છે. ખટવા ગામની પ્રાથમિક શાળાના મુખ્ય ઓરડામાં મોટા ઉપાડે કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ઓરડામાં બેડ ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ એક પણ દર્દી ત્યાં છે, નહીં તો બીજી તરફ આ કોવિડ કેર સેન્ટરમાં મુકવામાં આવેલા પ્લસ ઓક્સિમીટર, બ્લડ પ્રેશર માપવાનું મશીન બંધ હાલતમાં તો થર્મલ ગન તો જોવા જ ન મળી. બસ માત્ર ખાનાપૂર્તિ કરવા માટે કોવિડ કેર સેન્ટર શરુ કરી દેવામાં આવ્યું છે. વાસ્તવિક સ્થિતિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.