ETV Bharat / state

Agriculture pilot project: 'ઓછા પાણી સાથે ખેતી' અંગે પાયલોટ પ્રોજેક્ટ, પંચમહાલમાં યોજાયો સેમિનાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 8:18 AM IST

Updated : Jan 7, 2024, 8:38 AM IST

પંચમહાલમાં યોજાયો સેમિનાર
પંચમહાલમાં યોજાયો સેમિનાર

કેન્દ્ર સરકારના સહયોગથી પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર-ગોધરા ખાતે પાક વૈવિધ્યકરણ ઉપર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ભારતમાં ૭૫ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે, આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે.

પંચમહાલમાં પાક વૈવિધ્યકરણ ઉપર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બે દિવસીય તાલીમ કાર્યક્રમ

પંચમહાલ: ગોધરાના વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાક વૈવિધ્યકરણ ઉપર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ-નેશનલ બ્યુરો ઓફ સોઇલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ, પ્રાદેશિક કેન્દ્ર, ઉદયપુરના અનુસંધાને આ પાયલોટ પ્રોજેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કૃષિ વિશેષજ્ઞો, કૃષિ તજજ્ઞો, ખેડૂતો, કૃષિ વિજ્ઞાનિકો, તેમજ કૃષિ વિજ્ઞાન સાથે સંકળાયેલા અધિકારીઓ, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમનો હેતુ: આ કાર્યક્રમમાં ખેડૂતોને પાણીની બચત સાથે ક્યાં પાકના વાવેતરથી વધુ આવક મેળવી શકાય ? આ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી ચોમાસામાં સો હેકટર જમીનમાં ઉક્ત દિશા નિર્દેશ આધારે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ખેતી કરવામાં આવશે એવું પણ લક્ષ્ય નિર્ધારીત કરાયું છે. ઉલ્લેખનીય છે કે, દેશના ૭૫ જિલ્લામાં આ પાયલોટ પ્રોજેકટની પસંદગી કરવામાં આવી છે, જેમાં પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે.

ભારતના 75 જિલ્લામાં કાર્યક્રમ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ-નેશનલ બ્યુરો ઓફ સોઇલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ, પ્રાદેશિક કેન્દ્ર, ઉદયપુર દ્વારા પાક વૈવિધ્યકરણ પર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો, વિસ્તરણ વિકાસ અધિકારીઓ, ઇનપુટ ડીલરો માટે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરૂ પાડવામાં આવે છે. આ કાર્યક્રમનું આયોજન પંચમહાલના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ભારતમાં ૭૫ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ડાંગરની ઉત્પાદકતા ઓછી છે અને આ જિલ્લાઓનો મોટો ભાગ ડાંગરની ખેતી માટે યોગ્ય નથી.

પંચમહાલ જિલ્લાની પસંદગી: આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર, ગોધરા ખાતે ખેડૂતો, કૃષિ વિસ્તરણ અધિકારીઓ, વિકાસ અધિકારીઓ અને ઇનપુટ ડીલરોમાં પાક વૈવિધ્યકરણ પ્રોજેક્ટ અંગે જાગૃતિ લાવવા બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રથમ દિવસે વિસ્તરણ-વિકાસ અધિકારીઓ અને ઇનપુટ ડીલરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસના તાલીમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો અને તેમને પાક વૈવિધ્યકરણના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન ડો.બંસીલાલ મીના, પ્રાદેશિક કેન્દ્ર, વડા, ભારતીય કૃષિ સંશોધન પરિષદ-નેશનલ બ્યુરો ઓફ સોઈલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ, ડૉ.ઓશનલાલ મીના (કોલાબરેશન સેન્ટર પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર), વૈજ્ઞાનિક, ડૉ. કનકલતા, વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ, અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાતે ચોખા પદ્ધતિના વૈવિધ્યકરણના વિવિધ પાસાઓ પર પ્રવચનો આપ્યા હતા. બે દિવસની તાલીમ બાદ આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોના ખેતરોની એક દિવસીય મુલાકાત સુનિશ્ચિત કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોની ખેતીની જમીનના આરોગ્યને લગતી માહિતી એકત્ર કરવામાં આવશે અને તેના આધારે તેઓ પાક વૈવિધ્યતા અંગે સલાહ આપવામાં આવશે તેમજ પાકની પસંદગી અંગેની માહિતી આપવામાં આવશે.

  1. પંચમહાલ પોલીસે કરી પાવાગઢ મંદિર તેમજ પરિસરની સફાઈ, જુઓ વીડિયો
  2. Sardar Patel Birth Anniversary: ગોધરામાં વાજતે-ગાજતે નીકળી એકતા યાત્રા, સામાજીક સમરસતાના થયાં દર્શન
Last Updated :Jan 7, 2024, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.