ETV Bharat / state

પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીમાં માઇભક્તોનો ઘસારો

author img

By

Published : Oct 1, 2019, 10:06 PM IST

પંચમહાલઃ હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર ગણાતા એવા નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે. જેમાં ગુજરાતની નવરાત્રીના ગરબા વિશ્વ વિખ્યાત છે. નવરાત્રીના તહેવારમાં શક્તિપીઠોના દર્શનનું અનેરું મહત્વ છે. ભારતમાં આવેલી 51 શક્તિપીઠો પૈકી મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે બિરાજમાન મહાકાળી માતાના દર્શનનો નવરાત્રીમાં વિશેષ મહિમા છે. દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઉંચાઈએ પર્વત ઉપર આવેલું મહાકાલી માતાનું મંદિર લાખો માઈભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રી શરૂ થઈ ગઈ હોવાથી અહીં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે. તો આવો આપણે પાવાગઢ શક્તિપીઠ વિશે જાણીએ...

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીમાં ઊમટ્યા લાખોની સંખ્યામાં માઈભક્તો

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું યાત્રાધામ પાવાગઢ ભારતમાં આવેલી 51 શક્તિપીઠો માનું એક ગણવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાથી 47 કિલોમીટર તેમજ નજીકના મોટા ગણાતાં વડોદરા શહેરથી માત્ર 49 કિલોમીટરના અંતરે પાવાગઢ આવેલું છે. ખાનગી વાહન તેમજ સરકારી પરિવહન દ્વારા પહોંચી શકાય છે. પાવાગઢમાં પ્રવેશ કરતા દૂરથી લીલુંછમ વનરાજીથી ખીલી ઉઠેલું પ્રાકૃતિક સૌંદર્ય નજરે પડે છે. આ પાવાગઢ પર્વતની ટોચ ઉપર જગત જનની માં મહાકાલી બિરાજમાન છે.

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીમાં ઊમટ્યા લાખોની સંખ્યામાં માઈભક્તો

યાત્રાધામ પાવાગઢની સાથે કેટલીક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં પાવાગઢ પર્વત હજારો વર્ષ પહેલા ધરતીકંપના લીધે ઉપસી આવ્યો હતો હાલ જે પર્વત દેખાય છે. તે માત્ર પા ભાગ જ દેખાય છે એના કરતા ધરતીની અંદર વધારે છે. તેથી તે પાવાગઢ તરીકે ઓળખાયો એવું માનવામાં આવે છે.

બીજી એક લોકવાયકા અનુસાર રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ ભગવાન શંકરનું અપમાન થતું હોવાથી પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. જેથી ભગવાન શંકર વિચ્છેદ થયેલા ટુકડાઓને લઈને તાંડવ નૃત્ય કર્યું અને બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી વિચ્છેદ પામેલા ટુકડાઓને અલગ કર્યા અને સતિમાતાના આ અંગોના ટુકડાઓ 51 જગ્યાએ પડ્યા અને ત્યાં શક્તિ પીઠ પ્રસ્થાપિત થઈ. અહીં પાવાગઢ ખાતે સતીના જમણા પગના આંગળીઓ પડી હોવાનું માનવામાં આવે છે.

પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં માઇભક્તો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ઉમટી પડે છે. હાલ આસો નવરાત્રી ચાલતી હોવાથી મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાકાલીના મંદિરે જવા માટે બે પડાવ આવે છે. જેમાં પ્રથમ માંચી અને ત્યારબાદ ત્યાંથી મહાકાળી નીજ મંદિર પહોંચાય છે. હાલ નવરાત્રીને કારણે ખાનગી વાહનો જીપ ટેક્સી સહિતને માંચી ઉપર જવા પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને માઈ ભકતોને જવા એસટી વિભાગ દ્રારા બસો માંચી સુધી દોડવામાં આવી રહી છે. માંચી પહોચ્યા બાદ અહીંથી મંદિર સુધી જવા ઉષા બ્રેકો કંપની દ્રારા રોપ વેની સુવિધા કરવામાં આવી છે.સાથે પગથિયાંથી પણ પહોંચી શકાય છે.

અહીં મહાકાલી હાજરા હજૂર છે અને અહીં દરેક માનેલી પોતાની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં વહીવટ કરવામા આવે છે. અહીં માઈભક્તો દ્વારા માઈભક્તો મહાકાળીના દર્શન કરી શકે તે માટે સમયસર મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. તેમજ દર્શન કરતી વખતે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ અહીં ખાનગી સિક્યુરિટી પણ મંદિર ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે.અહીં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને અહીં પંચમહાલ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીં મોટી સંખ્યામાં માઇ ભકતો નવરાત્રિમાં પાવાગઢ ખાતે આવીને મા મહાકાળીનેમાથું ટેકવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Intro:હિન્દૂ ધર્મના સોથી મોટા તહેવાર ગણાતા એવા નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ થયો છે.જેમાં ગુજરાતની નવરાત્રીના ગરબા વિશ્વ વિખ્યાત છે.નવરાત્રીના તહેવારમાં શક્તિપીઠોના દર્શનનું અનેરું મહત્વ છે.ભારતમાં આવેલી 51 શક્તિપીઠો પૈકી મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલી પાવાગઢ શક્તિપીઠ ખાતે બિરાજમાન મહાકાલી માતાના દર્શનનો નવરાત્રીમાં દર્શનનો વિશેષ મહિમા છે.દરિયાઈ સપાટીથી 2730 ફૂટની ઉંચાઈએ પર્વત ઉપર આવેલું મહાકાલી માતાનું મંદિર લાખો માઈભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રી શરૂ થઈ ગઈ હોવાથી અહીં મોટી સંખ્યામાં માઈ ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે. તો આવો આપણે પાવાગઢ શક્તિપીઠ વિશે જાણીએ.


Body:પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું યાત્રાધામ પાવાગઢ ભારતમાં આવેલી 51 શક્તિપીઠો માનું એક ગણવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા થી 47 કિલોમીટર તેમજ નજીકના મોટા ગણાતાં વડોદરા શહેરથી માત્ર 49 કિલોમીટરના અંતરે પાવાગઢ આવેલું છે. ખાનગી વાહન તેમજ સરકારી પરિવહન દ્વારા પહોંચી શકાય છે.પાવાગઢ માં પ્રવેશ કરતા દૂરથી લીલુંછમ વનરાજીથી ખીલી ઉઠેલું પ્રાકૃતિક સૌંદર્ય નજરે પડે છે.આ પાવાગઢ પર્વતની ટોચ ઉપર જગત જનની માં મહાકાલી બિરાજમાન છે.


યાત્રાધામ પાવાગઢ ની સાથે કેટલીક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં પાવાગઢ પર્વત હજારો વર્ષ પહેલા ધરતીકંપના લીધે ઉપસી આવ્યો હતો હાલ જે પર્વત દેખાય છે તે માત્ર પા ભાગ જ દેખાય છે એના કરતા ધરતીની અંદર વધારે છે.તેથી તે પાવાગઢ તરીકે ઓળખાયો એવું માનવામાં આવે છે.


બીજી એક લોકવાયકા અનુસાર રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ ભગવાન શંકરનું અપમાન થતું હોવાથી પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી.જેથી ભગવાન શંકર વિચ્છેદ થયેલા ટુકડાઓને લઈને તાંડવ નૃત્ય કર્યું.અને બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો.
ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી વિચ્છેદ પામેલ ટુકડાઓને અલગ કર્યા.અને સતિમાતાના આ અંગોના ટુકડાઓ ૫૧ જગ્યાએ પડ્યા અને ત્યાં શક્તિ પીઠ પ્રસ્થાપિત થઈ. અહીં પાવાગઢ ખાતે સતીના જમણા પગના આંગળીઓ પડી હોવાનું માનવામાં આવે છે.આમાત્ર એક લોકવાયકા જ છે.



પાવાગઢ યાત્રાધામ ખાતે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રિમાં મોટી સંખ્યામાં માઇભક્તો ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ઉમટી પડે છે.હાલ આસો નવરાત્રી ચાલતી હોવાથી મોટી સંખ્યામાં માઇ ભકતો માતાજીના મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાકાલીના મંદિરે જવા માટે બે પડાવ આવે છે.જેમાં પ્રથમ માંચી અને ત્યારબાદ ત્યાંથી મહાકાળી નીજ મંદિર પહોંચાય છે. હાલ નવરાત્રિને કારણે ખાનગી વાહનો જીપ ટેક્ષી સહિતને માંચીઉપર જવા પ્રતિબંધ કરવામાં આવ્યો છે.અને માઈ ભકતોને જવા એસટી વિભાગ દ્રારા બસો માંચી સુધી દોડવામાં આવી રહી છે.માંચી પહોચ્યા બાદ અહીંથી મંદિર સુધી જવા ઉષા બ્રેકો કંપની દ્રારા રોપ વેની સુવિધા કરવામાં આવી છે.સાથે પગથિયાંથી પણ પહોચી શકાય છે.



અહીં મહાકાલી હાજરા હજૂર છે અને અહીં દરેક માનેલી પોતાની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા
અહીં વહીવટ કરવામા આવે છે. અહીં માઈભક્તો દ્વારા
માઈભક્તો મહાકાળીના દર્શન કરી શકે તે માટે સમયસર મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. તેમજ દર્શન કરતી વખતે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ અહીં ખાનગી સિક્યુરિટી પણ મંદિર ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે.અહીં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને અહીં પંચમહાલ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીં મોટી સંખ્યામાં માઇ ભકતો નવરાત્રિમાં પાવાગઢ ખાતે આવીને મા મહાકાળીનેમાથું ટેકવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે.


પંચમહાલના પાવાગઢથી રિપોર્ટર- વિજયસિંહ સોલંકીનો અહેવાલ
ઈટીવી ભારત.


Conclusion:બાઇટ જોઇન્ટ છે ક્રમ અનુસાર નામ નોંધવા

બાઈટ:
(1)જય ચૌધરી (માઈભક્ત) મહારાષ્ટ્ર
(2)પહેલાજ વાઘવાની(માઈભક્ત),મહારાષ્ટ્ર
(3)વિનોદભાઈ વરીયા ( ટ્રસ્ટી,શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટ) પાવાગઢ

સ્ટોરી ડે પ્લાન પાસ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.