ETV Bharat / state

પંચમહાલમાં આવેલું છે ગુજરાતનું મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર, જાણો વિગતે

author img

By

Published : Sep 25, 2019, 10:34 PM IST

ગોધરાઃ પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે. અહીંના ગ્રામિણ વિસ્તારોમાં ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને મકાઈના પાકની ખેતી કરે છે. તેમાં પણ મકાઈનો પાક મુખ્ય ગણવામાં આવે છે. ગોધરા શહેરથી 4 કીમીના અંતરે ધોળાકુવા ગામ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે. આ મકાઈ સંશોધન કેન્દ્રમાં આજ સુધી મકાઈના પાકના બિયારણની નવીન જાતો વિકસવામાં આવી છે.

પંચમહાલમાં આવેલું છે ગુજરાતનું મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર

આ મકાઇ સંશોધન કેન્દ્રનો ઉદ્દેશ મકાઇના પાકની નવિન સુધારેલી બિયારણની જાતો ઉપજાવીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફનો છે. ગોધરા ખાતે આવેલા મકાઇ સંશોધન કેન્દ્રએ પાક સંરક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં નામના મેળવી છે. સામાન્ય રીતે પંચમહાલ જિલ્લાના ખેડૂતો પાકમાં મકાઈની ખેતી કરતા હોય છે. પણ ખેડૂતો પાસે યોગ્ય માર્ગદર્શન ન હોવાને કારણે તેઓ પોતાના પાકનું યોગ્ય વળતર મેળવી શકતા નથી, ત્યારે સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. જેના સારા પરિણામો પણ મળ્યા છે. અહીં ખેડૂતોને આ જ કેન્દ્રમાં વિકસાવેલા નવીન જાતના મકાઈના બિયારણો આપવામાં આવે છે. ખેડૂતો ટેકનોલોજી સાથે વધુ વળતર મેળવે એ દિશામાં મકાઈ સંશોધન કેન્દ્ર કામ કરી રહ્યું છે.

પંચમહાલમાં આવેલું છે ગુજરાતનું મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર

આજ સુધી અહીં 17 જેટલી મકાઈના બિયારણની જાતો વિકાસવામાં આવી છે. જે દેશી જાતો કરતા વધારે ઉત્પાદન આપે છે. આ મકાઈ સંશોધન કેન્દ્ર દ્રારા વિકસાવામાં આવેલી બિયારણોની જાતોની વાત કરવામાં આવે તો " ( ગુજરાત મકાઈ-6)", "(નર્મદા મોતી)", (ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 1), "(ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 2)" વિકાસવામાં આવી છે. જે ચોમાસામાં વાવી શકાય છે. વધુમાં અહીંના કેમ્પસમાં જ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અહીં મકાઈ સંશોધન કેન્દ્રમાં તાલીમ મેળવીને સંશોધન કાર્ય કરે છે. આમ, આ મકાઈ સંશોધન કેન્દ્ર માત્ર પંચમહાલ જ નહીં પણ આસપાસના અન્ય જિલ્લાના ખેડૂતો માટે આર્શિવાદ સમાન બન્યું છે.

Intro:પંચમહાલ જિલ્લો ખેતીપ્રધાન છે. અહીંના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીના વ્યવસાય કરતા ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને મકાઈનો પાક કરે છે. પણ તેમાં મકાઈનો પાક મુખ્ય ગણવામાં આવે છે.ગોધરા શહેરથી 4 કીમીના અંતરે ધોળાકુવા ગામ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ કાર્યરત મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે.આ મકાઈ સંશોધન કેન્દ્રમાં આજ સુધી મકાઈના પાકના બિયારણની નવીન બિયારણની જાતો વિકસવામાં આવી છે.આ મકાઈ સંશોધન કેન્દ્રનો ઉદ્દેશ મકાઈના પાકની નવીન સુધારેલી બિયારણની જાતો સ્વીકારીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવે તે દિશા તરફ રહેલો છે.તો આવો આપણે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર વિશે જાણીએ...


Body:પંચમહાલના જિલ્લાના વડામથક ગોધરા ખાતે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આવેલુ છે. સામાન્ય રીતે પંચમહાલ જિલ્લાના ખેડૂતો પાકમાં મકાઈની ખેતી કરતા હોય છે.પણ ખેડૂતો પાસે યોગ્ય માર્ગદર્શન ન હોવાને કારણે તેઓ પોતાના પાકનું યોગ્ય વળતર મેળવી શકતા નથી.મકાઈના પાકમાં પણ આવીજ પરિસ્થિતિ ઉભી થાય છે. તો ખેડૂતો પણ દેશી બિયારણનો ઉપયોગ પોતાની પાકની પસંદગીમાં કરતા હોય છે.તો આને કારણે પણ ઓછું વળતર મળતું હોય છે.ત્યારે ગોધરાનું આ મકાઈ
સંશોધન કેન્દ્રએ પાક સંરક્ષણ અને
સંશોધનના ક્ષેત્રમાં નામના મેળવી છે. અને એવોર્ડ પણ મેળવ્યા છે.અહીં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્રારા ખેડૂતોને માર્ગદર્શન અને તાલીમ આપવામા આવે છે.જેના સારા પરિણામો પણ મળ્યા છે. અહીં ખેડૂતોને આ જ કેન્દ્રમાં વિકસાવેલા નવીન જાતના મકાઈના બિયારણો આપવામાં આવે છે.ખેડૂતો ટેકનોલોજી સાથે વધુ વળતર મેળવે એ દિશામાં મકાઈ સંશોધન કેન્દ્ર કામ કરી રહ્યું છે.આજ સુધી અહીં 17 જેટલી મકાઈના બિયારણની જાતો વિકાસવામાં આવી છે.
દેશી જાતો કરતા વધારે ઉત્પાદન આપે છે.આ મકાઈ
સંશોધન કેન્દ્ર દ્રારા વિકસાવામાં આવેલી બિયારણોની જાતોની વાત કરવામાં આવે તો "( ગુજરાત મકાઈ-6)","(નર્મદા મોતી)",
(ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 1),"(ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 2)" વિકાસવામાં આવી છે.જે ચોમાસામાં વાવી શકાયછે.જ્યારે"(ગુજરાત આણંદ પીળી હાઈબ્રેડ મકાઈ 3) "શિયાળામાં વાવણી કરી શકાય છે.આ જાતોની વાવણી બાદ તેના ફળ રૂપે 6000થી 7000 કિલો ગ્રામ પાકનું ઉત્પાદન આપે છે.મકાઈ પાક હોય તો તેના ઉપર રોગની પણ શક્યતા હોવાથી તેના અગમચેતીના ભાગ રૂપે સુધારેલી બિયારણની જાત ઉપર થતા રોગ નિયંત્રણ ઉપરનું પણ સંશોધનકાર્ય અહીંના કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા કરવામાં આવે છે.વધુમાં અહીંના કેમ્પસમાં જ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અહીં મકાઈ સંશોધન કેન્દ્રમાં તાલીમ મેળવીને સંશોધન કાર્ય કરે છે.આમ આ મકાઈ સંશોધન કેન્દ્ર માત્ર પંચમહાલ જ નહીં પણ આસપાસના અન્ય જિલ્લાના ખેડૂતો માટે આર્શિવાદ સમાન બન્યું છે.






Conclusion:બાઈટ-1: ડૉ. મનીષ પટેલ (યુનિટ હેડ,સહ સંશોધક વૈજ્ઞાનિક)

બાઈટ-2:ડૉ પીનાકિન પરમાર (મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક)

બાઈટ-3:ડૉ સતીષ સિંગ (મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક)

બાઇટ-4: અક્ષીતા ગોસ્વામી ( વિધાર્થીની,કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ)



પેકેજ અને સ્પે સ્ટોરી

ડે પ્લાન પાસ સ્ટોરી છે.

પંચમહાલ થી વિજયસિંહ સોલંકીનો અહેવાલ..
ETV BHARAT..


વિડીયો સાથે ન આવતા હોવાથી બીજા ભાગમાં મોકલ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.