ETV Bharat / state

ગોધરા SOGએ ઘોઘંબા તાલુકામાં 1.82 લાખના ગાંજા સાથે 1ની ધરપકડ કરી

author img

By

Published : Sep 6, 2020, 10:10 PM IST

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામેથી SOG પોલીસે ખેતરમાં વાવેતર કરેલા રૂપિયા 1.82 લાખના ગાંજાના છોડના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો અને તેની સામે NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Ghoghamba
ગોધરા SOGએ ઘોઘંબા તાલુકામાં 1.82 લાખના ગાંજા સાથે 1ની ધરપકડ કરી

પંચમહાલઃ જિલ્લામાં ગોધરા SOG પોલીસ ઈન્સ્પેક્ટર કે. પી. જાડેજા અને તેમની ટીમ વોચમાં હતી તે વખતે ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામે ભયલાભાઈ બલુભાઇ મતિયાના ખેતરમાં ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી ખેતરમાંથી ગાંજાના છોડ સાથે 1 વ્યક્તિની ધરપરકડ કરી હતી.

ઝડપાયેલા ગાંજાના છોડનું વજન 18.251 કિલોગ્રામ હતું. જેની કિંમત 1,82,510 રૂપિયા થાય છે. ગાંજાના જથ્થા સાથે ભયલાભાઈ બલુભાઇ મતિયાને પકડી પાડી તેની સામે NDPS એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ જથ્થો મકાઇના પાક વચ્ચે રોપવામાં આવ્યો હતો. આ મામલો દામાવાવ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.