ETV Bharat / state

આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી

author img

By

Published : May 2, 2021, 12:00 AM IST

આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી
આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી આજે રવિવારે મોરવા હડફ ખાતે આવેલી સરકારી વિનિયન કૉલેજ ખાતે યોજવામાં આવશે. જેમાં સવારે 8 કલાકથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવશે. પ્રથમ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે. આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે .પત્રકારોને પણ કોરોના નેગીટિવ રિપોર્ટ બતાવીને જ પ્રવેશ આપવામાં આવશે.

  • આજે મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી
  • પ્રથમ બેલેટ પેપર પરના મતોની ગણતરી થશે
  • ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે

પંચમહાલઃ જિલ્લાની મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી મોરવા હડફમાં જ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષા સુથારને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા હતા અને કોંગ્રેસ તરફથી સુરેશ કટારાની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ

મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં 5 કાલક સુધીમાં ૩૯.૬૦ ટકા નીરસ મતદાન થયું હતું

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રીયા થઇ હતી. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ સાંજના 5 કલાક સુધીમાં 48,411 પુરુષો અને 38,407 મહિલાઓ સહિત કુલ 86,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું.

ચૂંટણી લક્ષી બેઠક દરમિયાન કોંગ્રેસના ધરાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસ દ્વારા આયોજિત આ બેઠકમાં હાજર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકી વિવાદિત નિવેદન આપ્યું હતું. ચંદ્રિકા બારીયાએ જણાવ્યું હતું કે, ભાજપ વાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે. મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે, 500 ગ્રામ તેલથી જીત્યા છે. આ 5 વર્ષ નથી ચાલવાનુ સાથે સાથે પોતાને હરાવવા માટે જણાવ્યું કે, મેં વિધાનસભામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે. મારા સામે મુખ્યપ્રધાન કે ગણપત વસાવાને મુકવા પડે.

ચૂંટણી લક્ષી બેઠકમાં અમિત ચાવડાનું નિવેદન

વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેની રણનીતિ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચર્ચા કરી હતી તો બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણીમાં પોલીસ અને પ્રશાસનનો દૂર ઉપયોગ કરી ચૂંટણી જીતતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરીને જે નાણા ભેગા કરવામાં આવ્યા છે તેનો જ ઉપયોગ આ ચૂંટણીઓમાં કરવામાં આવે છે. ભાજપ દ્વારા પોલીસ અને પ્રશાસનનો દુરૂપયોગ કરી દારૂની રેલમછેલ આ ચૂંટણીઓમાં કરવામાં આવે છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન રેમડેસીવીર ઇન્જેકશન મામલે ભાજપ કોંગ્રેસ આમને સામાને

રેમડેસીવીર ઈન્જેક્શનને લઇ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે કોંગ્રેસ અને ભાજપના 2 દિગ્જ્જ પ્રદેશ પ્રમુખ સામ સામે આવ્યા ઇન્જેકશનને લઇ રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી હોવાનો દાવો સી.આર.પાટીલે કર્યો તો બીજી તરફ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું કે, રાજ્યની સાડા 6 કરોડ જનતાને CM ઈન્જેક્શન મામલે ખુલાશો આપે.

પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી?

સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઇ સિસ્ટમ અંગે અનેક અણીયારા સવાલો ઉભા થઇ રહ્યા છે. એક તરફ ઈન્જેક્શન માટે લોકો રઝળી રહ્યા છે, તો બીજી તરફ 5,000 ઈંજેક્શનનો જથ્થો સુરતના ભાજપ કાર્યાલય ખાતે વિતરણ માટે ક્યાંથી આવ્યા તેવા અનેક સણસણતા સવાલ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા છે. મોરવા હડફના સુલીયાત ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ BJP પર નિસાન સાધ્યું હતું અને ઈન્જેક્શનને લઇ રાજયના મુખ્યપ્રધાન રાજયની સાડા 6 કરોડ જનતાને જવાબ આપે તેમ જણાવ્યું હતું. પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે, લાઈનોમાં ઉભા રહેવું પડે છે છતા ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી?

આ પણ વાંચોઃ મોરવા હડફના ઉમેદવારોની રાજકીય સફર

મોરવા હડફ ખાતેની ભાજપની સમીક્ષા બેઠકમાં હાજર સી.આર.પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઇન્જેક્શનને લઇ રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી. સુરત શહેરના સેવાભાવી લોકોએ 5,000 ઇન્જેક્શન ખરીદ્યા છે અમે સરકારની સાથે સાથે પૂરક ઇન્જેક્શન તરીકે આપવાના હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.