ETV Bharat / state

ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે

author img

By

Published : May 6, 2021, 9:48 AM IST

રાજદીપસિંહ રાઠોડનો પુત્ર ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યો છે. લાંબી બીમારી સામે લડતા ધૈર્યરાજને આજે યુ.એસ.થી મંગાવેલું 16 કરોડ રૂપિયાનું ઝોલજેન્સ્માનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલમાં તેની ખાનગી હોસ્પિટલમાં મુંબઇના મહીમમાં સારવાર ચાલી રહી છે. ધૈર્યરાજને આજે સવારે 11 ક્લાકે એક ઈન્જેક્શન અપાયુ હતું અને તેની તબિયત સારી છે. તેને આવતીકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે, તેમ હોસ્પિટલના ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ ડો. નીલુ દેસાઇએ જણાવ્યું હતું.

ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે
ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે

  • ધૈર્યરાજસિંહ રાઠોડ માટે અમેરિકાથી ઇન્જેક્શન મંગાવ્યું હતું
  • રૂપિયા 16 કરોડની માતબર રકમનું ઇન્જેક્શન આપવામાં આવ્યું
  • ધૈર્યરાજના પિતાએ ઈમ્પેકટ ગુરુ નામની એનજીઓમાં ખાતુ ખોલાવીને દાન માટે કરી હતી અપીલ
  • બે વર્ષમાં સારો થઇ જશે 3 મહિનાનો ધૈર્યરાજસિંહ

મુંબઇઃ ધૈર્યરાજસિંહ રાઠોડને બુધવારે મુંબઈ હોસ્પિટલમાં ઇન્જેક્શન મુકવા માટે એડમિટ કરવામાં આવ્યો હતો. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ધૈર્યરાજને સવારે 11 ક્લાકે ઇન્જેક્શન મુકવામાં આવ્યું છે. જેને 45 મિનિટ લાગી હતી. 24 કલાક સુધી બાળક ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે. રૂપિયા 16 કરોડની માતબર રકમનું ઇન્જેક્શન અમેરિકાથી મુંબઈ આવી પહોંચતા ધૈર્યરાજને એડમિટ કરવામાં આવ્યો હતો. ધૈર્યરાજના ઈન્જેક્શન માટે ગુજરાતના ગામે ગામથી લોકોએ ઉદાર હાથે આર્થિક મદદ કરી હતી. જેથી ઈન્જેકશન માટે દાન આપનાર તમામનો ધૈર્યરાજના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં આભાર વ્યક્ત કર્યો હતો.

ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે
ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે

આ પણ વાંચોઃ વિશ્વ આરોગ્ય દિવસ : દુર્લભ બિમારી ધરાવતા ધૈર્યરાજ માટે 42 દિવસમાં 16 કરોડ એકત્રિત થયા

ધૈર્યરાજસિંહ ગંભીર બીમારી SMA-1(સ્પાઇનલ મસ્ક્યુલર એટરોફી ફેક્ટ શીટ)થી પીડાતો હતો

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના ધૈર્યરાજસિંહ ગંભીર બીમારી SMA-1(સ્પાઇનલ મસ્ક્યુલર એટરોફી ફેક્ટ શીટ)થી પીડાતો હતો. જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કીંમતનું ઈન્જેકશન લગાવવુ જરૂરી હતું. જો કે, એક મધ્યમવર્ગીય પરિવાર પાસે આટલા પૈસા કયાંથી હોય, તેથી તેના પિતાએ ધૈર્યરાજના નામે ઈમ્પેકટ ગુરુ નામની એનજીઓમાં ખાતુ ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યુ હતું. આખરે દાન મળતા અમેરિકાથી આવેલું ઇન્જેક્શન સવારે ધૈર્યરાજસિંહને મૂકવામાં આવ્યું હતું. ઇન્જેક્શનની અસર 10 દિવસમાં જોવા મળશે.

ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે
ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે

આ પણ વાંચોઃ ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત

42 દિવસમાં લોકોની મદદથી 16 કરોડ રૂપિયા ઉભા થયા

ઇન્જેક્શન માટેની રકમ ભેગી કરવા તેમને સોશિયલ મીડીયાના માધ્યમથી લોકો સમક્ષ દાન માટે અપીલ કરી હતી. જેમાં 16 કરોડથી પણ વધુ દાન આવતા ઈન્જેકશન મંગાવ્યું હતું. જે ઈન્જેકશન અમેરિકાથી મુંબઈ આવી પહોંચતા ધૈર્યરાજને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો અને ધૈર્યરાજને ઈન્જેકશન મુકવામાં આવ્યું હતું. બે વર્ષની ઉંમરે તે એક સામાન્ય બાળક જેવો થઈ જશે. 42 દિવસમાં લોકોની મદદથી 16 કરોડ રૂપિયા ઉભા થયા. સરકારે ઈન્જેક્શન પર 6 કરોડ રૂપિયાનો ટેક્સ પણ માફ કર્યો હતો, તેમ ધૈર્યરાજના પિતા રાજદીપે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.