ETV Bharat / state

મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત

author img

By

Published : May 2, 2021, 4:44 PM IST

મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત
મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં ભાજપે કબ્જે કરી છે. ભાજપના નિમિષા સુથાર 45,432 મતોની લીડથી વિજયી બન્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી હતી અને હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોનાને લઈને મતદાન ઓછું થતાં હાર થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

  • મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી યોજાઈ
  • ભાજપે બેઠક કરી કબ્જે
  • 45,432 વોટથી ભાજપની જીત
    મોરવા હડફ પેટા ચૂંટણીમાં ભાજપની જીત

પંચમહાલ: જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી છે. મોરવા હડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલના રોજ યોજાયેલા મતદાની આજે રવિવારે ગણતરી યોજવામાં આવી હતી. મોરવા હડફની સરકારી વિનયન કૉલેજ ખાતે યોજવામાં આવેલી મતગણતરીમાં 24 રાઉન્ડ મુજબ EVMના મતોની યોજાયેલી મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા. આમ ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથારનો 45,432 મતોની લીડથી વિજય થયો હતો.

આ પણ વાંચોઃ મોરવા હડફના કોંગ્રેસના ઉમેદવારે હાર દેખાતા મતગણતરી કેન્દ્ર છોડ્યું મીડિયા સમક્ષ પ્રતિક્રિયા

વિજેતા ઉમેદવારે પાઠવ્યા અભિનંદન

કોવિડ ગાઈડલાઈન મુજબ યોજાયેલી આ મતગણતરીમાં બન્ને રાજકીય પક્ષોના કોઈ જ સમર્થકોને એકઠા થવા દેવામાં આવ્યા નહોતા, તો બીજી તરફ ભાજપના વિજેતા ઉમેદવાર પોતે કોરોના સંક્રમિત હોવાથી તે પણ આ મતગણતરી દરમિયાન હાજર રહ્યા નહોતા. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ પોતાની હાર સ્વીકારી નિમિષા સુથારને અભિનંદન આપી પોતાની હારનું ઠીકરું કોરોના પર ફોડયું હતું. કોરોનાકાળમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીને લઈને મતદાન ઓછું થતા પોતાની હારું થઈ હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.