ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 2945 થઈ

author img

By

Published : Nov 18, 2020, 10:03 PM IST

પંચમહાલ જિલ્લામાં બુધવારે કોવિડ-19 સંક્રમણના 22 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 2945 થઈ છે. બુધવારે વધુ 02 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા
પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા

  • પંચમહાલ જિલ્લામાં કોરોનાના નવા 22 કેસ સામે આવ્યા
  • જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2945
  • બુધવારે વધુ 02 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

પંચમહાલઃ જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, બુધવારના રોજ જિલ્લામાં નવા 22 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 2945 થઈ છે. બુધવારે વધુ 02 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં 110 સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે.

શહેરી વિસ્તારોમાંથી 12 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી નવા 10 કેસ નોંધાયા

નવા નોંધાયેલા કેસમાં શહેરી વિસ્તારોમાંથી 12 કેસ સામે આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 09, હાલોલમાંથી 02 કેસ અને કાલોલમાંથી 01 કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2144 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી બુધવારે 10 કેસ નોંધાયા છે. ગોધરા ગ્રામ્યમાંથી 05, હાલોલ ગ્રામ્યમાંથી 02 અને શહેરા ગ્રામ્યમાંથી 03 કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ કેસની સંખ્યા 801 થઈ છે.

જિલ્લામાં હાલ 110 એક્ટિવ કેસ

કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા બુધવારે વધુ 02 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનારા દર્દીઓની કુલ સંખ્યા 2714 થઈ છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 110 છે, જેની સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.