ETV Bharat / state

ST Bus : લોકોની સુખાકારી માટે દક્ષિણ ગુજરાતમાં 125 બસને સરકારે આપી લીલી ઝંડી

author img

By

Published : Apr 29, 2023, 8:01 PM IST

ST Bus : લોકોની સુખાકારી માટે દક્ષિણ ગુજરાતને 125 બસને સરકારે આપી લીલી ઝંડી
ST Bus : લોકોની સુખાકારી માટે દક્ષિણ ગુજરાતને 125 બસને સરકારે આપી લીલી ઝંડી

રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતને 125 નવી બસ ભેટ આપી છે. લોકોની સુખાકારી માટે ગૃહ પ્રધાન સંધવીએ બસને લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત નવસારીમાં પોલીસ વિભાગના કર્મીઓ માટે બે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે.

દક્ષિણ ગુજરાતને 125 નવી બસોની ભેટ

નવસારી : સલામત સવારી એસટી અમારી એવો નારો રાજ્ય સરકારે એસટી બસ માટે આપ્યો છે. જે ખાસ કરીને સામાન્ય જનતાને ગ્રામ્ય વિસ્તારથી શહેરી વિસ્તારમાં જોડે છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વલસાડ ડિવિઝન માટે 125 નવી બસો શરૂઆત કરીને દક્ષિણ ગુજરાતને નવી ભેટ આપી છે.

200 બસને લીલી ઝંડી : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે GSRTC ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ખૂબ મહત્વની બની ગઈ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતી મહત્વની કડી ગણી શકાય છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ ડિવિઝન માટે વધુ બસ ફાળવીને એસટી નિગમ દ્વારા લોકોને શહેરથી ગ્રામ્ય વિસ્તારમાં પોતાના કામ અર્થે પહોંચી શકાય એવા સુભાષિત શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ ગૃહરાજ્ય પ્રધાન એવા સંઘવીએ 125 બસને લીલી ઝંડી આપીને પ્રયાણ કરાવ્યું હતું.

આ પણ વાંચો : Talati Exam : તલાટી પરીક્ષા માટે 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા, પરીક્ષાર્થીઓ માટે કરાયું ખાસ આયોજન

નવસારીના પ્રવાસે નેતાઓ : દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકો સરળતાથી ધંધા રોજગાર અર્થે અથવા તો કામ અર્થે આવી શકે એવા આયોજનના ભાગરૂપે બસોને લીલી ઝંડી આપીને પ્રયાણ કરાવ્યું છે અને હજુ વધુ બસ ફાળવીને લોકોની સુખાકારી માટેનો નવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે સાંસદ સી.આર. પાટીલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસે નીકળ્યા હતા. જેમાં સમગ્ર દિવસ નવસારી જિલ્લામાં વિતાવશે અને પોલીસ આવાસના બે પ્રોજેક્ટનું લોકાર્પણ કરીને પોલીસ વિભાગના મિત્રોને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો : Talati Exam : તલાટીના પરીક્ષાર્થીઓ માટે એસટી તંત્ર એ 4500 એક્સ્ટ્રા બસોનું કર્યું આયોજન

પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારો : આ પ્રસંગે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, ગુજરાતના સામાન્ય નાગરિકની યાતાયાત માટે તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરથી ઘર જોડે કનેક્ટ રહેવા માટે આજે 125 આધુનિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં રાજ્ય સરકારના માધ્યમથી નવી 400 બસ શરૂ કરવામાં આવશે. આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ જિલ્લાના આગેવાનો સાથે આ બસમાં પ્રવાસ કરી રહ્યા છે. પ્રવાસ દરમિયાન આવનાર દિવસોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારો કઈ રીતે ગુજરાતમાં થાય તે મુદ્દે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.