ETV Bharat / state

Unseasonal rain in Navsari: નવસારીમાં માવઠાથી ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ

author img

By

Published : May 7, 2023, 9:08 PM IST

unseasonal-rain-in-navsari-fear-of-financial-loss-to-farmers-due-to-mawtha
unseasonal-rain-in-navsari-fear-of-financial-loss-to-farmers-due-to-mawtha

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સમયાંતરે પડી રહેલા માવઠાએ ખેડૂતોને રાતાપાણીએ રડાવ્યા છે. આ માવઠાની મારથી બાગાયતી પાકોના જિલ્લા તરીકે ઓળખાતો નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નવસારી જિલ્લામાં પણ સમાન અંતરે માવઠાની મારથી ફળ પાક અને શાકભાજી પાકોમાં આ વર્ષે 70 ટકા નુકસાન થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.

માવઠાથી ખેડૂતોને આર્થિક નુકસાનની ભીતિ

નવસારી: આ વર્ષે ડિસેમ્બર મહિનાથી સમયાંતરે પડી રહેલા માવઠાના મારથી ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લો બાગાયતી પાકોના જિલ્લા તરીકે ઓળખાય છે. 43,703 હેક્ટરમાં ફળ પાકોની ખેતી કરવામાં આવે છે જ્યારે 10,084 હેક્ટરમાં શાકભાજી પાક કરવામાં આવે છે. અહીં કેરી ચીકુ અને શાકભાજી પાકો મોટા પ્રમાણમાં લેવામાં આવે છે.

પાકને ભારે નુકસાન: ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે વખતે પણ કેરીની સીઝન મોડી શરૂ થઈ હતી. જે બાદ કુદરતના બીજા ફટકાર સ્વરૂપે વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળતા કેરીમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે. ભારે વરસાદ અને પવનથી વાડીમાં ઝાડ પર લાગેલી કેરીઓ ખરી પડી છે તૈયાર થયેલા ફળોનું ખરણ થતાં ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક સ્થળોએ આંબાના ઝાડો જમીનદોસ્ત થયા છે.

માવઠાનો માર: પોતાની વાડીમાં તૈયાર થયેલા માલને લઈને ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે ફરી જો માવઠુ થશે તો ઉભા પાકને નુકસાન થશે ની ભીતી સાથે ખેડૂતો ગુણવત્તા વગરનો અપરિપક્વ માલ જ બજારમાં ઠાલવી રહ્યા છે. જેનું વળતર પણ ખેડૂતોને ઓછું મળે છે. આખું વર્ષ મોંઘી દવા બિયારણ અને મજૂરી આખું વર્ષ ખર્ચો કર્યા બાદ પણ કુદરતનો માર પડતા અમારી સ્થિતિ કફોડી બની જાય છે. જેથી ખેડૂતો હવે સરકારની સામે મદદની આશા સેવીને બેઠો છે.

Banaskantha Unseasonal Rain: ધાનેરાના વાછોલ ગામમાં કમોસમી વરસાદથી બાજરીના પાકને નુકસાન

Dhoraji News: ઓસમ... સતત વરસાદના કારણે ધરતી લીલીછમ, ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ

તંત્રએ રિપોર્ટ સુપરત કર્યો: સમગ્ર મુદ્દે નાયબ બાગાયત નિયામક દિનેશ પડાળિયા જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલા માવઠાને કારણે ફળ પાક અને શાકભાજી પાકમાં ખરણ થયું છે પરંતુ ઉત્પાદન પર એની કોઈ જાજી અસર પડી નથી. આંબા પાકના ખેડૂતોની પાક નુકસાનીની રજૂઆત અમારી પાસે આવી છે. જેને લઈને અમે ખેતીવાડી વિભાગ અને કૃષિ યુનિવર્સિટીની ટીમ બનાવી એક દિવસનો આખો 10 થી 12 ગામનો સર્વે કરી ખેડૂતોને પણ મળ્યા છે જ્યાં અમને નુકસાની જોવા મળી છે જેનો સંકલિત રિપોર્ટ સરકારને રજૂ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.