ETV Bharat / state

LIVE VIDEO : રખડતા ઢોરનો આતંક, બાઈક પર જઈ રહેલી મહિલાને લીધી અડફેટે

author img

By

Published : Jul 26, 2022, 2:19 PM IST

નવસારીમાં રખડતા ઢોરએ મહિલાને અડફેટે લેતાં પાલિકાની બેદરકારી સામે (Vadodara Stray Cattle Operation) પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કબીલપોરની સોસાયટીમાં બેફામ દોડતા વાછરડાએ મોપેડ ચાલક મહિલાને અડફેટે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના બનતા ઢોર માલિકને (Stray Cattle Operation) કહેવા જતા મહિલાને ધમકી આપી હતી.

Stray Cattle : રખડતા ઢોરએ મહિલાને અડફેટે લેતાં પાલિકાની બેદરકારી સામે કરી ફરીયાદ
Stray Cattle : રખડતા ઢોરએ મહિલાને અડફેટે લેતાં પાલિકાની બેદરકારી સામે કરી ફરીયાદ

નવસારી : નવસારી શહેરમાં વર્ષોથી પડતર રખડતા ઢોરની સમસ્યાનું કાયમી નિકાલ (Stray Cattle Operation) કરવામાં આવતો નથી, ત્યાં ગત રોજ શહેરના કબીલપોરની સોસાયટીમાં બેફામ દોડતા વાછરડાએ મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા, મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં મહિલાએ શહેરમાં રખડતા ઢોર (Vadodara Stray Cattle Operation) હટાવવામાં નિષ્ફળ પાલિકાના પ્રમુખ અને સીઓ સામે પોલીસ ફરિયાદ કરતા ફરી રખડતા ઢોરનો મુદ્દો ગરમાયો છે.

આ પણ વાંચો : Stray Cattle Operation: પોલીસની હાજરીમાં ગોપાલકોની દાદાગીરી, વીડિયો આવ્યો સામે

ઢોર માલિકીએ આપી ધમકી - નવસારીના કબીલપોર વિસ્તારની વસંત વિહાર સોસાયટીમાં ગત રોજ દૂધ લેવા જઈ રહેલા મોનાલી દેસાઈની મોપેડ સામે અલમસ્ત દોડતુ વાછરડુ ધડાકાભેર અથડાતા મોનાલી રસ્તા પર પટકાયા હતા. એમના ડાબા પગમાં ઇજા થઇ હતી. સમગ્ર મુદ્દે (VMC Stray Cattle Operation) ઢોર માલિકને કહેવા જતા, તેમણે મોપેડ ચાલાક મોનાલીનો જ વાંક કાઢ્યો હતો અને ચુપચાપ જતા રહો નહીં તો સોસાયટીમાં રહેવાનું ભારે પડશેની ધમકી આપી હતી. બાદમાં રસ્તા પર રખડતા ઢોરને મુદ્દે મોનાલીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે લેખિત અરજી આપી હતી, અકસ્માત મુદ્દે વાછરડાનો માલિક સહિત પાલિકાને જવાબદાર ઠેરવી પાલિકા પ્રમુખ અને સીઓ, એક્ઝિક્યૂટિવ ચેરમેન, માઇનોર (VMC Stray Cattle Negligence) ચેરમેન સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર

ઢોર માલિકો સામે કડકાઈ - અગાઉ પણ રખડતા ઢોર રસ્તા પર ફરતા હતા, જેની સાથે બાઇક ચાલક, વિદ્યાર્થી અથડાતા તેનુ કરૂણ મૃત્યુ નીપજ્યુ હતુ. ત્યારબાદ પાલિકાએ રસ્તા પરથી ઢોર લઈને જવા ઢોર માલિકો સામે કડકાઈ દાખવી હતી. પરંતુ સમય વીતતા પાલિકાએ ઢીલાશ દાખવતા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરી વધ્યો છે. રખડતા ઢોરને કારણે મહિલા ઈજાગ્રસ્ત થતા મામલે પાલિકાએ ખેદ વ્યક્ત કર્યો હતો. સાથે જ છેલ્લા 1 વર્ષમાં 700 ઢોર પકડીને પાંજરાપોળમાં મોકલ્યા હોવાનું જણાવ્યુ હતુ. પરંતુ ખડસુપા પાંજરાપોળમાં ઢોર લેવાની ના પાડતા પાલિકાએ હમણાં ઢોર પકડવાની લાચારી દર્શાવી હતી. સાથે જ પાલિકાએ સરકારમાંથી 4 હજાર ઢોરની ક્ષમતા ધરાવતું પાંજરાપોળ બનાવવાની તૈયારી કરી છે, જેની જમીન માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જે મંજૂર થયેથી ઢોરની સમસ્યા હળવી થવાની આશા વ્યક્ત કરી છે. જોકે રખડતા ઢોરમાં પાલતુ ઢોર હોય, તો એના માલિક પાસે દંડ વસૂલવા સિવાય પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. જેને કારણે પણ રસ્તા પર ઢોરનો ત્રાસ રહેવા પામ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.