ETV Bharat / state

દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ

author img

By

Published : Apr 4, 2021, 7:37 AM IST

આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે દાંડીયાત્રા કઢવામાં આવી છે. જે શનિવારે નવસારીના વાડા ગામમાં પહોંચી હતી. જ્યાં સિક્કિમના મુખ્યપ્રધાન અને તેમનું ડેલીગેશન યાત્રામાં જોડાયા હતા.

દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ
દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ

દાંડીયાત્રાને નવસારીના વાડા ગામમાં ઉત્સાહભેર અપાયો આવકાર
ધામણ ગામે સિક્કિમના મુખ્યપ્રધાને મહાત્મા ગાંધીજીની આપી શ્રદ્ધાંજલિ
દાંડીયાત્રાના 81 યાત્રિકો સાથે સિક્કિમના મુખ્યપ્રધાન અને ડેલીગેશન યાત્રામાં જોડાયા

નવસારી: ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેનો પ્રારંભ, અંગ્રેજોની સલ્તનતને હચમચાવી નાંખનાર દાંડીકૂચને ફરી જીવંત કરીને કરવામાં આવ્યો છે. 12 માર્ચે નીકળેલી દાંડીયાત્રા 23માં દિવસે નવસારીના વાડા ગામેથી જિલ્લામાં પ્રવેશતા જ તમામ યાત્રિકોને નવસારીજનોએ ઉત્સાહ સાથે પુષ્પવર્ષા કરીને આવકાર્યા હતા. આ સાથે, સિક્કિમના મુખ્યપ્રધાન પણ ધામણ ગામેથી જોડાયા હતા. જે પૂર્વે સિક્કિમના મુખ્યપ્રધાને દેશને રાજ્ય, ભાષા, જાતિ અને ધર્મના નામે વિભાજિત નહીં, પણ ભારતીય થઈને રહેવાનો સંદેશ આપ્યો હતો.

દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ

આ પણ વાંચો: દાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ

ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની યાદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાં સ્વરાજ લીધા વિના પાછા ન ફરવાની પ્રતિજ્ઞા સાથે કરેલી દાંડીકૂચ યાત્રા ઇતિહાસના પાને આઝાદીના પ્રવેશદ્વાર તરીકે અંકિત થઈ છે. આજે જ્યારે, આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે, ભારત સરકારે ભારતીયોને એકજૂટ કરનારી દાંડીકૂચને ગુજરાતના અલગ-અલગ પ્રાંતોમાંથી આવેલા 81 યાત્રિકોએ ફરી જીવંત કરી છે. 12 માર્ચે શરૂ થયેલી આ યાત્રા રવિવારે 23માં દિવસે નવસારીના વાડા ગામેથી જિલ્લામાં પ્રવેશી હતી. જેને લઈને યાત્રાને અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓએ ઉત્સાહ સાથે આવકારી હતી.

દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ
દાંડીયાત્રામાં સિક્કિમના મુખ્યપ્રધાને કહ્યું, આપણે ભારતીય થઈને રહીએ

સિક્કિમની મુલાકાત લેવા આમંત્રણ

આયોજિત કાર્યક્રમમાં સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસીંગ તમંગ, તેમની સરકારના પ્રધાનો, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 50 વિદ્યાર્થીઓનું ડેલીગેશન ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં મુખ્યપ્રધાન પ્રેમસીંગે ભારતને રાષ્ટ્રીયતાના રંગે રંગી, આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધવાના વિચારો સાથે જ કુદરતી સૌંદર્યથી ભરપૂર સિક્કિમની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યુ હતુ.

આ પણ વાંચો: દેશને જોડતી ભાષા છે હિન્દી : સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમ સિંગ તમંગ

મુખ્યપ્રધાન પ્રેમસીંગ દાંડીયાત્રામાં પગપાળા ચાલ્યા

ધામણ ગામેથી સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસીંગ તમંગ સાથે આવેલા પ્રધાન મંડળ સહિત 50 વિદ્યાર્થીઓ દાંડીયાત્રાના 81 યાત્રિકો સાથે નવસારીના લુન્સીકુઈ મેદાન સુધી પગપાળા ચાલ્યા હતા. જેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને જિલ્લા કલેક્ટર પણ જોડાયા હતા. જેમાં સિક્કિમના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.

સિક્કિમના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં એક અભિવાદન કાર્યક્રમ યોજાયો

1930ની કૂચ વખતે બાપૂ યાત્રિકો સાથે નવસારીના ધામણ ગામના પુસ્તકાલયમાં રાત રોકાયા હતા. એ સ્થળે સિક્કિમના મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિતોને સંબોધિત કરતા સિક્કિમ મુખ્યપ્રધાન રાષ્ટ્ર ભાષા હિન્દી પર ભાર આપ્યો હતો. રાજ્યની કોઈપણ ભાષા હોય, પણ દેશને એક બનાવવા સિક્કિમવાસીઓ હિન્દી શીખી રહ્યા છે. પહાડી રાજ્ય સિક્કિમ દેશનું 22મું રાજ્ય છે અને નેપાળની સરહદને અડીને આવેલું હોવાથી અહીંની ભાષા પણ નેપાળી છે, અહીં ભારતની રાષ્ટ્ર ભાષા હિન્દી ઓછી બોલાય છે, તેમ છતાં સિક્કિમવાસીઓ ભારતને એક બનાવવા હિન્દી શીખી રહ્યા છે. હું પણ હિન્દીમાં બોલવાનો પ્રયાસ કરીશ અને મારા વિચારો પણ હિન્દીમાં મૂકીશ કહીને તેમણે સિક્કિમ વિશે અને આઝાદી પર પોતાના દેશદાઝના વિચારો રજૂ કર્યા હતા.

સિક્કિમથી 50 વિદ્યાર્થીઓ પણ મુખ્યપ્રધાનના ડેલિગેશનમાં જોડાયા

ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ભારત સરકારે આઝાદીના જશ્નને ભવ્યતા સાથે ઉજવવા આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કર્યો છે. જે પૂર્વે આઝાદીના પ્રવેશદ્વાર સમાન દાંડીકૂચને સરકારે ફરી જીવંત કરી છે. 12 માર્ચના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી 81 યાત્રીઓ સાથે શરૂ થયેલી યાત્રા દાંડીપથ પર આગળ વધતા શનીવારની સવારે નવસારી જિલ્લામાં પ્રવેશી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.