ETV Bharat / state

કોરોના કાળમાં નવસારીના પોલકી હીરા ઉદ્યોગમાં મંદી, 80 ટકા કારખાનાઓ બંધ રહેતા વેપારીઓની ચિંતા વધી

author img

By

Published : Dec 3, 2020, 4:07 PM IST

navsari
કોરોના કાળમાં નવસારીના પોલકી હિરા ઉદ્યોગમાં મંદી

કોરોના વાઇરસે ઘણા ઉદ્યોગ ધંધાની કમર તોડી નાખી છે. જેમાં પોલકી હીરાનું હબ ગણાતા નવસારીમાં દિવાળી બાદ પણ 80 ટકા કારખાનાઓ શરૂ નહિ થતા મંદીનો માહોલ ઉભો થયો છે. જેના કારણે હીરા ઉદ્યોગ પર નભતા વેપારીઓ, કારખાનેદારો અને રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઇ છે.

  • 6 મહિના બાદ શરૂ થયેલા કારખાનાઓમાં રત્ન કલાકારોની સંખ્યા પણ ઓછી
  • વતનથી પાછા ફરવા ડરતા કેટલાક રત્ન કલાકારોએ વતનમાં જ રોજગાર શોધ્યો
  • મંદીને કારણે હીરાના વેપારીઓ, કારખાનેદારો અને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી

નવસારી : કોરોના વાઇરસે ઘણા ઉદ્યોગ ધંધાની કમર તોડી નાખી છે. જેમાં પોલકી હીરાનું હબ ગણાતા નવસારીમાં દિવાળી બાદ પણ 80 ટકા કારખાનાઓ શરૂ નહિ થતા મંદીનો માહોલ ઉભો થયો છે. જેના કારણે હીરા ઉદ્યોગ પર નભતા વેપારીઓ, કારખાનેદારો અને રત્નકલાકારોની સ્થિતિ કફોડી બની ગઇ છે.

કોરોના કાળમાં નવસારીના પોલકી હિરા ઉદ્યોગમાં મંદી

વિદેશોથી કાચા હીરાની આયાત અટકી, ભારતના મોટા શહેરોમાં પણ કોરોનાને કારણે નિકાસ બંધ

ભારતનો હીરા ઉદ્યોગ મોટે ભાગે સુરતમાં અને મુંબઈમાં ફુલ્યો ફાલ્યો છે. પરંતુ જ્વેલરી ઉદ્યોગમાં સૌથી વધુ માંગ પોલકી હીરાની રહે છે. જેમાં નવસારી સમગ્ર ભારતની જરૂરિયાતના 80 ટકા પોલાકી હીરા બનાવે છે. ડોલરને કારણે પોલકી હીરાનો ઉદ્યોગ ગત વર્ષે મંદીમાથી જેમ તેમ નીકળ્યો હતો. ત્યાં વર્ષના પ્રારંભે ત્રાટકેલા કોરોના વાઇરસે હીરા ઉદ્યોગને તાળા લાગે એવી સ્થિતિએ પહોંચાડ્યો છે. જેમ તેમ 6 મહિના બાદ પોલકી હીરાના કારખાના શરૂ થયા હતા. પરતું રત્ન કલાકારો વતનથી પાછા ફરવામાં ડરી રહ્યા છે. જેને કારણે નવસારીમાં ચાલતા નાના-મોટા હીરાના કારખાનાઓમાંથી 80 ટકા બંધ કારખાનાઓ છે, તો ક્યાંક કારીગરોની સંખ્યા નહીવત જોવા મળી રહી છે. આ સાથે જ કાચા હીરા પુરા પાડતા યુરોપ, દુબઇ જેવા દેશોમાંથી હીરાની આયાત પર પણ અસર પડી છે. જેથી નાના કારખાનેદારોની સ્થિતિ વિકટ છે, તો મધ્યમ કે મોટા હીરા વેપારીઓ પણ ચિંતિત છે.

navsari
કોરોના કાળમાં નવસારીના પોલકી હિરા ઉદ્યોગમાં મંદી,

પોલકી હીરામાં ભારતનું હબ નવસારી, કોરોનાને કારણે સહી રહ્યુ છે મંદીની માર

એક સમયે હીરા ઉદ્યોગનું મોટુ હબ ગણાતા નવસારીમાં હીરા ઉદ્યોગકારોની સંખ્યા ઘટી હોવા છતાં, પોલકી હીરા નવસારીની ઓળખ બન્યા છે. પરંપરાગત ગોળ હીરા કરતા 70 ટકા ઓછી કિંમતમાં વેચાતા પોલકી હીરા એટલે કે, ચપટા હીરાની ભારતના જવેલરી ઉદ્યોગમાં સારી માંગ છે. ભારતમાં દિલ્હી, જયપુર, બિકાનેર, મુંબઇ, હૈદરાબાદ જેવા શહેરોમાં પોલકી હીરાના મોટા બજારો છે. પરંતુ દેશમાં કોરોનાની વકરતી સ્થિતિને કારણે પોલકી હીરાનું બજાર પણ મંદીનો માર સહન કરી રહ્યુ છે. ઉત્પાદન સામે તૈયાર થયેલા હીરા ક્યા વેચવાની ચિંતા પણ વેપારીઓને સતાવી રહી છે. એકલા નવસારીમાં જ હીરા ઉદ્યોગ પર અંદાજે 25 હજારથી વધુ લોકો નભે છે, પણ કોરોના રાક્ષસે તેમના જીવનને જ બદલી નાંખ્યુ છે.

કોરોના વેક્સિન વહેલી આવે, તો હીરા ઉધોગને ઓક્સિજન મળવાની આશ

છેલ્લા 10 મહિનાઓથી કોરોનાના કહેરને કારણે ઘણા ઉદ્યોગોનું અર્થતંત્ર ખોરવાયુ છે. ત્યારે ડચકા લઇ રહેલા પોલકી હીરા ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા, કોરોના વેક્સિન વહેલી આવે, એવી આશા વેપારીઓ સેવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.