ETV Bharat / state

Navsari news: શિયાળામાં સ્વાસ્થ્ય સુધારણા માટે શ્રેષ્ઠ કુદરતી પીણું એટલે નીરો

author img

By

Published : Feb 2, 2023, 8:48 AM IST

nero-is-the-best-natural-drink-for-improving-health-in-winter
nero-is-the-best-natural-drink-for-improving-health-in-winter

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વાપીથી તાપી વચ્ચે મળતો શિયાળાનું સ્વાસ્થયવર્ધક પીણું નીરાની ડિમાન્ડ વધી છે. શહેરમાં 3 હજાર લોકો દિવસ દરમ્યાન 600 લીટર નીરાના ગુટડા મારી શરીરને નીરોગી રાખી રહ્યા છે. સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે. નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું પ્રવાહી. નીરો પણ ખજૂરી કે નર-તાડ વૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે.

સ્વાસ્થ્ય સુધારણા માટે શ્રેષ્ઠ કુદરતી પીણું એટલે નીરો

નવસારી: તન અને મનની ચૂસ્તિ-સ્ફ્રૂતિ માટે નગરજનોએ અનેક પ્રકારના પ્રયોગો શરૂ કરી દીધા છે. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું છે અને આ પીણું નવેમ્બરથી શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી મળે છે. શિયાળાની વહેલી સવારે લોકો નીરો પીતા જોવા મળે છે. નીરો એ માદક પીણું હોવાની વાત આઝાદી પહેલા ગાંધીજી સુધી પહોંચી હતી જેથી ગાંધીજીએ તમામ ખજુરી અને તાડના ઝાડને કપાવી નાખવાનો આદેશ કર્યો હતો.

શિયાળાનું સ્વાસ્થયવર્ધક પીણું નીરાની ડિમાન્ડ વધી

નીરો એટલે....: સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે. નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું પ્રવાહી. નીરો પણ ખજૂરી કે નર-તાડ વૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીન માંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમ કે, નારીયેળી, નારિયેળીમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે. એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે. આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડનું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે.

સરકારી સહયોગની અપેક્ષા

નીરાના ઔષધીય ગુણો: તાજા નીરાંના ઘટકોનું આધુનિક વિજ્ઞાનના વિશ્લેષણમાં સુક્રોઝ આશરે 12% જેટલું, થોડા પ્રમાણમાં લોહતત્વ, રીબૉફલેવીન નામનું વિટામીન અને વિટામીન C જાણવા મળેલ છે. ડાયાબીટીક દર્દીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે કારણ કે એમાં રહેલ સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલ હોય છે. આથી બ્લડ સુગર વધતી નથી એવું માનવામાં આવે છે. મૂત્રમાર્ગના રોગોમાં જે દર્દીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય એમના માટે નીરો વધુ મૂત્ર ઉત્પાદક બને છે.

સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે
સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે

નીરો અને ગાંધીજી....: નીરો એ માદક પીણું હોવાની વાત આઝાદી પહેલા ગાંધીજી સુધી પહોંચી હતી. જેથી ગાંધીજીએ તમામ ખજુરી અને તાડના ઝાડને કપાવી નાખવાનો આદેશ કર્યો હતો જેથી મોટેભાગના વૃક્ષોને નિષ્કંદન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા ગાંધીજીને મીરાના ઔષધીય ગુણો વિશે સમજાવતા પરિવાર વૃક્ષોને વાવવાની હાકલ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી નીરા ઉદ્યોગની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે.

આ પણ વાંચો Coffee with Milk : દૂધ સાથે કોફી પીવી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

નીરો ઉતારવાની પ્રક્રિયા: નવસારી જિલ્લાના બોર્ડર પાસે આવેલા દેદવાસણ ગામે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા સંચાલિત ઉતારવાની કામગીરી વર્ષોથી કાર્યરત છે. જેમાં વહેલી સવારથી કર્મચારીઓ ખજુરી અને તાડના વૃક્ષ પર બાંધેલા માટલાને ઉતારી લાવીને તેનું વેચાણ કરે છે. અહીં 700 જેટલા દાળના વૃક્ષ છે અને 100 જેટલા ખજુરીના વૃક્ષ છે જેમાંથી નીરાનું વેચાણ કરવામાં આવે છે. વૃક્ષ પરથી નીરો ઉતારનાર કર્મચારીને તરવાડા તરીકે સંબોધવામાં આવે છે. જેને એક લીટરના 22 રૂપિયા લેખે મજૂરી ચૂકવાય છે. આ વિસ્તારમાં ચાર જેટલા મજૂરો કામ કરે છે જે દરરોજ જોખમી રીતે ખજૂર અને તાડના વૃક્ષ પર ચડે છે જે 60 ફૂટથી વધુ ઊંચા હોય છે. 60 ફૂ થી ઊંચા વૃક્ષ પર ચઢીને નીરો ઉતારવું એ હવે જોખમી બન્યું છે. તેમાં ધીરે ધીરે મજૂરો ઓછા મળી રહ્યા છે. જેથી આ ઉદ્યોગમાં ટેકનોલોજીની મદદ લેવાય તેવી પણ માંગ ઉઠી રહી છે. ગાંધીજીના પ્રેરણાથી જે તે સમયે આ ઉદ્યોગને ગ્રામ ઉદ્યોગ સાથે સાંકળવામાં આવ્યું હતું અને ખાદી ગ્રામ ઉદ્યોગની રચના થઈ જેમાં નીરાના વેચાણને પણ છૂટ મળી હતી. નીરો સુરતથી લઈને ઉમરગામ સુધી મળે છે. જેમાં નવસારીમાં પણ તેની માંગમાં ઉતરોતર વધારો થયો છે.

આ પણ વાંચો Budget 2023: બાજરીના ઉત્પાદન માટે બજેટમાં મોટી જાહેરાત

સરકારી સહયોગની અપેક્ષા: નીરોને જો ગરમી મળે તો તેમાંથી તાડી બને છે તેવી માન્યતા પણ સમાજમાં છે જે ભૂલ ભરેલી છે. નીરોમાં ઉષ્ણતા વધે તો તેમાં ખટાશ જરૂર આવે છે પણ નશો થતો નથી તેવી વાત ખાદીગ્રામ ઉદ્યોગના સભ્યો દ્વારા જણાવવામાં આવી છે. તો બીજી તરફ આ ઉદ્યોગને ગુજરાત સરકારનો કોઈ સહકાર નથી. જોકે કૃષિ યુનિવર્સિટીનો સહયોગ તેમને મળ્યો છે પણ જો ગુજરાત સરકાર દ્વારા આ ઉદ્યોગને સહકાર આપવામાં આવે તો આ ઉદ્યોગને વધુ વિકસિત કરી ઘણા લોકોને રોજગાર પૂરો પાડી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.